ભારતીય સંસ્કૃતિ

એલિફન્ટા

એલિફન્ટા : મુંબઈથી 8 કિમી. દૂર અરબી સમુદ્રમાં આવેલો ટાપુ. ત્યાં આવેલી શૈવ ગુફાઓ અને તેમાંનાં શિલ્પોને કારણે, વિશેષ તો ત્રિમુખધારી મહેશની મૂર્તિને લીધે પ્રસિદ્ધ છે. ગેટ વે ઑવ્ ઇન્ડિયાએથી સ્ટીમલૉન્ચ દ્વારા ત્યાં જવાની વ્યવસ્થા છે. આ ટાપુ 5.2 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તેનું સ્થાનિક નામ ઘારાપુરી છે. આ નામ…

વધુ વાંચો >

એશિયા

એશિયા દુનિયાના સાત ખંડો પૈકી સૌથી મોટો ખંડ. પૂર્વ ગોળાર્ધના ઉત્તર ભાગમાં 100 દ. અ.થી 800 ઉ. અ. અને 250 પૂ. રે.થી 1750 પૂ. રે. વચ્ચે આવેલો છે. પૃથ્વીના કુલ વિસ્તારના 11થી 12 ટકા અને કુલ સૂકી જમીનના 1/3 ભાગને તે આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,46,14,399 ચોકિમી. છે. તેની…

વધુ વાંચો >

એશિયાટિક સોસાયટી

એશિયાટિક સોસાયટી (1784) : ભારતીય કલા, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને પ્રાચીન અવશેષો અને સંસ્કૃત ભાષાના જ્ઞાનભંડારોનો શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરવા માટે 1784માં સ્થપાયેલી સોસાયટી. એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી. વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન,…

વધુ વાંચો >

ઐલ વંશ

ઐલ વંશ : વૈવસ્વત મનુની પુત્રી ઇલામાંથી ઉદભવેલો રાજવંશ. ઇલાનો પતિ બુધ ચંદ્રનો પુત્ર હોઈ આ વંશ આગળ જતાં ચંદ્રવંશ તરીકે ઓળખાયો. બુધ-ઇલાનો પુત્ર પુરુરવા પ્રતિષ્ઠાનપુરમાં રાજ્ય કરતો હતો. એના બીજા પુત્ર અપાવસુથી કાન્યકુબ્જ શાખા નીકળી. પુરુરવાના મોટા પુત્ર આયુના પુત્ર નહુષે હજાર યજ્ઞ કરી ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું. નહુષના નાના…

વધુ વાંચો >

કપિલવસ્તુ

કપિલવસ્તુ : શાક્યોના ગણરાજ્યનું પાટનગર અને સિદ્ધાર્થની જન્મભૂમિ. નેપાળમાં આવેલું તિલોરાકોટ તે જ કપિલવસ્તુ. સિદ્ધાર્થે ઓગણત્રીસની વયે કપિલવસ્તુથી મહાભિનિષ્ક્રમણ કરેલું. બુદ્ધત્વની પ્રાપ્તિના બીજા વર્ષે શુદ્ધોદનના નિમંત્રણથી બુદ્ધે કપિલવસ્તુની મુલાકાત લીધી. ગૌતમ બુદ્ધે પંદરમો ચાતુર્માસ કપિલવસ્તુમાં ઊજવેલો. કપિલવસ્તુમાં રહીને બુદ્ધે ઘણા શાક્યોને પ્રવ્રજ્યા આપેલી. આ નગરમાં સંથાગાર હતો. ભગવાન બુદ્ધની જન્મભૂમિ…

વધુ વાંચો >

કમળ (પ્રતીક)

કમળ (પ્રતીક) : ભારતીય કલા, ધર્મ અને દર્શનમાં કમળ એ સૌથી મહત્વનું પ્રતીક છે. અગાધ જલ પર તરતા પ્રાણનું એ પ્રતીક છે. આ પુષ્પ સૂર્યોદયના સમયે પોતાની પાંખડિયો વિકસાવે છે. સૂર્યને બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી કમલ એ પ્રાણનું એવું રૂપ છે જે સમષ્ટિગત પ્રાણીઓના પ્રાણ અથવા જીવનને આહવાન…

વધુ વાંચો >

કલ્પવૃક્ષ

કલ્પવૃક્ષ : માનવની સઘળી મનોકામના પૂર્ણ કરે એવું કાલ્પનિક વૃક્ષ. માનવમન અનેક અભિલાષાઓનું જન્મસ્થાન છે. એ ક્યારેક ધનધાન્યને ઝંખે છે, ક્યારેક સુવર્ણની અપિરિમિત રાશિને, ક્યારેક પૃથ્વી પરના આધિપત્યને કે ઇંદ્ર જેવા ઐશ્વર્યને, ક્યારેક અત્યંત સુંદર અને કમનીય સ્ત્રીને તો ક્યારેક અમિત વિદ્યા અને જ્ઞાનના ભંડારને, આમ માનવીની લિપ્સા-એષણા અપાર છે.…

વધુ વાંચો >

કામશાસ્ત્ર

કામશાસ્ત્ર : મનુષ્યજીવનના ચતુર્વિધ પુરુષાર્થમાંના કામ-પુરુષાર્થનું શાસ્ત્ર. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને જીવનના પુરુષાર્થચતુષ્ટય – ચાર પ્રકારના પુરુષાર્થ માન્યા છે. તેમાં જીવન દરમિયાન ચાલતી માણસની બધી પ્રવૃત્તિઓનું લક્ષ્ય ધર્મ, અર્થ અને કામ હોય છે. શાસ્ત્રકારોએ તેને ત્રિવર્ગ એવું નામ આપ્યું છે. કામસૂત્રકાર વાત્સ્યાયને ગ્રંથના પ્રારંભે ત્રિવર્ગને નમસ્કાર…

વધુ વાંચો >

કાંપિલ્યવિહાર

કાંપિલ્યવિહાર : દક્ષિણ ગુજરાત(લાટ)માં આવેલું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર. કાંપિલ્યવિહાર કે કાંપિલ્યતીર્થનો રાષ્ટ્રકૂટ રાજાઓ અપરિમિતવર્ષ દંતીદુર્ગના ઈ.સ. 867 તથા ધ્રુવ રાજાના ઈ.સ. 884ના ભૂમિદાનનાં તામ્રપત્રોમાં ઉલ્લેખ મળે છે. સામાન્ય રીતે રાષ્ટ્રકૂટ રાજાઓનાં તામ્રપત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોની સ્તુતિ હોય છે તેને બદલે અહીં બુદ્ધની સ્તુતિ છે. આ મહાવિહાર કાંપિલ્ય મુનિએ બંધાવ્યો…

વધુ વાંચો >

કિરપાણ

કિરપાણ : શીખ ધર્મની દીક્ષા લેતી વેળાએ યુવાને તેના શરીર પર ધારણ કરવાની પાંચ વસ્તુઓમાંની એક. નાની કટાર જેવું તે શસ્ત્ર હોય છે. શીખ ધર્મનો અંગીકાર કરવા માટે દીક્ષા લેવાનો સંસ્કાર દરેક યુવાન માટે અનિવાર્ય હોય છે. શીખ ધર્મના વડા દ્વારા દીક્ષા આપવામાં આવે છે. દીક્ષાસંસ્કારને અમૃતદીક્ષા અથવા પોલ નામથી…

વધુ વાંચો >