બીજલ પરમાર

બેલો હૉરિઝૉન્ટ

બેલો હૉરિઝૉન્ટ : બ્રાઝિલ દેશના મિનાસ જેરાઇસ (Minas Gerais) રાજ્યનું પાટનગર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 19° 55´ દ. અ. અને 43° 56´ પ. રે. તે દેશનાં સૌથી મોટાં શહેરો પૈકીનું એક ગણાય છે. તે દેશના અગ્નિકોણમાં શુષ્ક આંતરિક ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશની પૂર્વ તરફની ડુંગરધાર પર 830 મીટરની ઊંચાઈએ…

વધુ વાંચો >

બોલિવિયન ઉચ્ચપ્રદેશ

બોલિવિયન ઉચ્ચપ્રદેશ : દક્ષિણ અમેરિકા ભૂમિખંડની પશ્ચિમ દિશામાં ઉત્તર-દક્ષિણ પથરાયેલી ઍન્ડીઝ ગિરિમાળામાં આવેલો આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ. તેને ‘ઑલ્ટિપ્લેનો’ (altiplano) – ઊંચાઈએ આવેલાં મેદાનો –પણ કહે છે. પેરુમાં લંબાયેલા આ ઉચ્ચપ્રદેશના થોડાક ભાગને બાદ કરતાં તેનો મોટાભાગનો વિસ્તાર બોલિવિયામાં આવેલો હોવાથી તેને બોલિવિયન ઉચ્ચપ્રદેશ નામ અપાયેલું છે. તેની ઉત્પત્તિ અને ઉત્થાન તૃતીય…

વધુ વાંચો >

બોલિવિયા

બોલિવિયા : દક્ષિણ અમેરિકાની મધ્યમાં ઍન્ડીઝ ગિરિમાળામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 40´થી 22° 40´ દ. અ. અને 57° 30´થી 69° 40´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 10,98,581 ચોકિમી. જેટલો છે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 1,448 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 1,287 કિમી. છે.…

વધુ વાંચો >

બ્રાઝિલ

બ્રાઝિલ દક્ષિણ અમેરિકા ભૂમિખંડના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વિશાળ દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 5° 15´ ઉ. અ.થી 33° 45´ દ. અ. અને 34° 52´ પ. રે. થી 74° 0´ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ અતિ વિશાળ દેશનું કુલ ક્ષેત્રફળ 55,457 ચોકિમી. જેટલા આંતરિક જળવિસ્તારોસહિત આશરે 85,47,404 ચોકિમી. જેટલું…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠ-આલેખન

ભૂપૃષ્ઠ-આલેખન : નકશાશાસ્ત્રની એક શાખા. નકશા-આલેખન-શાસ્ત્ર(cartography)ના વિકાસ અંતર્ગત નકશાઓમાં ભૂપૃષ્ઠ દર્શાવવા માટે પણ વિવિધ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. પૃથ્વીની સપાટી પરની ભૂમિની ઊર્ધ્વાકાર વિષમતાઓને ભૂપૃષ્ઠ-આલેખન કહે છે. સપાટી પર પર્વતો, ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો જેવાં ત્રિમિતીય (લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ) અસર ધરાવતાં ભૂમિસ્વરૂપો આવેલાં છે. એ જ રીતે સાગરજળની નીચે પણ…

વધુ વાંચો >

મણિપુર

મણિપુર : ભારતના પૂર્વદ્વારે આવેલું નાનું ડુંગરાળ રાજ્ય. તે પ્રાચીન કાળથી ઇતિહાસ અને પુરાણમાં પ્રચલિત છે. આ રાજ્ય ‘રત્નોના પ્રદેશ’ (Land of Gems) તરીકે ઓળખાય છે. એક લોકવાયકા એવી પણ છે કે શિવપાર્વતીનું નૃત્ય નીરખવા માટે સ્વયં અનંત (શેષનાગ) અહીં પધારેલા અને તેમની ફેણમાં રહેલા મણિના તેજથી આખો પ્રદેશ દિવસો…

વધુ વાંચો >

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ ભારતના લગભગ મધ્ય સ્થાને આવેલું દેશનું સૌથી મોટું રાજ્ય. તે આશરે 17° 45´ ઉ. અ.થી 26° 48´ ઉ. અ. અને 74° 0´ પૂ. રે.થી 84° 30´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે અને દેશનો આશરે 14% ભૂમિભાગ રોકે છે. ભારતનાં અન્ય રાજ્યોના સંદર્ભમાં આ રાજ્યનું મધ્યસ્થ ભૌગોલિક સ્થાન તેના ‘મધ્યપ્રદેશ’…

વધુ વાંચો >

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દ્વીપકલ્પીય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 15° 40´ ઉ. થી 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 72° 44´ પૂ.થી 80° 55´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો લગભગ 3,07,723 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યનો આકાર ત્રિકોણ જેવો છે, અને તેના મોટાભાગના વિસ્તારો દખ્ખણના ઉચ્ચપ્રદેશને આવરે છે. આ રાજ્યની…

વધુ વાંચો >

માર્ટિનિક

માર્ટિનિક : પૂર્વ કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપ લઘુ ઍન્ટિલ્સ (Lesser Antilles) ટાપુજૂથની વિન્ડવર્ડ દ્વીપશૃંખલાનો ઉત્તરનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 14° 40´ ઉ. અ. અને 60° 50´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર તે આવરી લે છે. આજે તે રાજ્ય સમાન દરજ્જો ધરાવતું ફ્રાન્સનું સંસ્થાન છે. આ ટાપુ ઉત્તર-દક્ષિણ 80 કિમી.…

વધુ વાંચો >

મિઝોરમ

મિઝોરમ : ભારતની ઈશાન દિશામાં ઈ. સ. 1987થી અસ્તિત્વમાં આવેલું 23મું રાજ્ય. સ્થાનિક ભાષામાં ‘મિઝો’ શબ્દનો અર્થ ‘ડુંગરવાસીઓ’ (highlanders) તેમજ આ રાજ્યના નામનો અર્થ ‘ડુંગરવાસીઓનો પ્રદેશ’ એવો થાય છે. તેની રાજધાની ઐઝવાલ છે. તે પૂર્વમાં અને દક્ષિણમાં મ્યાનમાર (બર્મા) તેમજ પશ્ચિમમાં બાંગ્લાદેશ વચ્ચે વિસ્તરેલું છે, તેથી વ્યૂહાત્મક ર્દષ્ટિએ તેનું સ્થાન…

વધુ વાંચો >