બીજલ પરમાર

મેક્સિકો

મેક્સિકો યુ.એસ. દેશની દક્ષિણે આવેલો દેશ. તેનાં સંશોધનો કરવામાં તથા તેના પર સૌપ્રથમ આધિપત્ય સ્થાપવામાં સ્પૅનિશોએ સફળતા મેળવી હતી. આમ આ પ્રદેશ સ્પૅનિશ રહેણીકરણી કે લૅટિન સંસ્કૃતિની અસરથી રંગાયેલો હોવાથી, સાંસ્કૃતિક વિભાજનની ર્દષ્ટિએ જોતાં તેને લૅટિન અમેરિકાના દેશોના જૂથમાં સમાવવામાં આવે છે. આ દેશ ઉત્તરમાં પહોળા અને દક્ષિણ તરફ જતાં…

વધુ વાંચો >

મેઘાલય

મેઘાલય : ભારતના ઈશાન ભાગમાં બ્રહ્મપુત્ર નદીખીણથી દક્ષિણમાં આવેલું કુદરતી સૌંદર્યથી ભરપૂર પહાડી રાજ્ય. તે આશરે 25° 1´થી 26° 6´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 89° 50´થી 92° 49´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલું છે. તેની ઉત્તર અને પૂર્વમાં આસામ રાજ્યની તેમજ પશ્ચિમમાં અને દક્ષિણમાં બાંગ્લાદેશની સીમાઓ આવેલી છે. મેઘાલયનો શબ્દશ: અર્થ ‘વાદળોનું…

વધુ વાંચો >

મૉન્ટસેરૅટ

મૉન્ટસેરૅટ (Montserrat) : કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપ લઘુ ઍન્ટિલ્સ (Lesser Antilles) ટાપુજૂથની લીવર્ડ દ્વીપશૃંખલા પૈકીનો એક ટાપુ. તે આશરે 16° 40´ ઉ. થી 16° 50´ ઉ. અક્ષાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે અને તેના મધ્ય ભાગેથી 62° 12´ પ. રેખાંશવૃત્ત પસાર થાય છે. આ ટાપુ ઍન્ટિગુઆ ટાપુથી લગભગ 43 કિમી.…

વધુ વાંચો >

રાજસ્થાન

રાજસ્થાન ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 23° 04´ ઉ. અ.થી 30° 10´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 69° 27´ પૂ. રે.થી 78° 16´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલું છે. તેના છેક દક્ષિણ ભાગમાં આવેલા વાંસવાડા જિલ્લામાં થઈને કર્કવૃત્ત (23 1/2° ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. રાજસ્થાનના પશ્ચિમ તથા વાયવ્ય ભાગમાં પાકિસ્તાન…

વધુ વાંચો >

રિયો ડી જાનેરો

રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં આવેલું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22° 54´ દ. અ. અને 43° 14´ પ. રે. આજુબાજુનો 1171 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ અમેરિકામાં સૌથી મોટાં ગણાતાં શહેરોમાં તે સાઉ પાઉલોથી બીજા ક્રમે આવે છે. બ્રાઝિલમાં તે માત્ર ‘રિયો’ નામથી પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

રોઝારિયો (Rosario)

રોઝારિયો (Rosario) : આર્જેન્ટીના બુએનૉસ આયરિસ અને કૉર્ડોબા પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 57´ દ. અ. અને 60° 40´ પ. રે. પર સ્થિત આ મહાનગર બુએનૉસ આયરિસથી આશરે 320 કિમી. દૂર પારાના નદીના ઉપરવાસમાં, પૂર્વ-મધ્ય આર્જેન્ટીનાનાં પમ્પાઝનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે. તે દરિયાથી દૂર ભૂમિ-અંતર્ગત…

વધુ વાંચો >

લાઓસ

લાઓસ : અગ્નિ એશિયાનો ચારેય બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો (landlocked) પ્રજાસત્તાક દેશ. તે આશરે 14° 0´ ઉ. તથા 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 100° 0´ પૂ. તથા 107° 05´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો આશરે 2,36,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સીમાઓ ચીન, મ્યાનમાર (બર્મા), થાઇલૅન્ડ, કમ્પુચિયા અને વિયેતનામ – એમ…

વધુ વાંચો >

લા પાઝ

લા પાઝ : બોલિવિયાનું રાજકીય પાટનગર તથા સૌથી મોટું શહેર. તે ટીટીકાકા સરોવરથી આશરે 68 કિમી. અગ્નિખૂણે લગભગ 16° 20´ દ. અક્ષાંશવૃત્ત તથા 68° 10´ પ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ઈ. સ. 1548માં કપ્તાન ઍલોન્સો દ મેન્ડોઝા (Alanso de Mendoza) દ્વારા તેની સ્થાપના થઈ હતી. લા પાઝ, ઍન્ડિઝ ગિરિમાળા સંલગ્ન…

વધુ વાંચો >

લા પ્લાટા (La Plata)

લા પ્લાટા (La Plata) : પૂર્વ આર્જેન્ટિનાના પ્લેટ નદીનાળ કે રિયો દ લા પ્લાટાના કાંઠે આશરે 35° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 57° 55´ પ. રેખાંશવૃત્ત પર આવેલું નગર. તે દેશનું સર્વોત્તમ બંદર, ઔદ્યોગિક કેન્દ્ર તથા બ્વેનૉસ આઇરીઝ પ્રાન્તનું વહીવટી મથક છે. તે દેશના પાટનગર બ્વેનૉસ આઇરીઝથી આશરે 56 કિમી. દક્ષિણમાં…

વધુ વાંચો >

લીમા

લીમા : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા પેરુનું પાટનગર, ઔદ્યોગિક મથક અને મોટામાં મોટું શહેર. તે દેશનું મુખ્ય વાણિજ્યમથક તથા સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. ભૌગોલિક સ્થાન : તે 12° 03´ દ. અ. અને 77° 03´ પ. રે.ની આજુબાજુનો પ્રાંતીય વિભાગ રચે છે. તેનો વિસ્તાર 34,802 ચોકિમી. છે. તે ઍન્ડિઝ ગિરિમાળાની…

વધુ વાંચો >