બિજલ શં. પરમાર

સર્વેક્ષણ (surveying)

સર્વેક્ષણ (surveying) : કોઈ પણ પ્રદેશમાંની વિવિધ પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક બાબતોને યોગ્ય પ્રમાણમાપના નકશા કે આકૃતિઓમાં તેમનાં સાચાં સ્થાનો પર દર્શાવવાની પદ્ધતિ. એક રીતે જોઈએ તો સર્વેક્ષણ એ એક પ્રકારની કળા પણ ગણાય. અંગ્રેજી શબ્દ ‘સર્વે’ (survey) માટે ગુજરાતી ભાષામાં ‘સર્વેક્ષણ’ શબ્દ ‘ભૂમિમાપન’, ‘ભૂમિમાપણી’ કે ‘ભૂમિમોજણી’ માટે વપરાય છે. કોઈ…

વધુ વાંચો >

સંખેડા

સંખેડા : ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 10´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.. સંખેડા વડોદરાથી આશરે 47 કિમી. અને ડભોઈથી આશરે 20 કિમી. દૂર આવેલું છે. આ તાલુકાની ઉત્તર તરફ પંચમહાલ જિલ્લાની સીમા, પૂર્વ તરફ છોટાઉદેપુર અને નસવાડી,…

વધુ વાંચો >

સાઓ પાવલો

સાઓ પાવલો : બ્રાઝિલના પૂર્વ કિનારે આશરે 23° 32´ દ. અ. તથા 46° 37´ પ. રે. પર આવેલું સાઓ પાવલો રાજ્યનું મહાનગર, વહીવટી મથક અને દેશનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર. તે સમુદ્રકાંઠાથી આશરે 65 કિમી. દૂર આંતરિક ભાગમાં સમુદ્રસપાટીથી લગભગ 795 મી.ની ઊંચાઈએ આવેલું છે. શરૂઆતમાં તે એક નાના કસબારૂપે…

વધુ વાંચો >

સાન્ટિયાગો (1)

સાન્ટિયાગો (1) : ચિલીનું પાટનગર, દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું મહાનગર, વ્યાપારિક મથક અને ઔદ્યોગિક કેન્દ્ર. તે આશરે 33° 27´ દ. અ. તથા 70° 38´ પ. રે. પર આવેલું છે. 1541માં વસાવવામાં આવેલા આ નગરની પાર્શ્ર્વભૂમિમાં ઍન્ડિઝનાં હિમાચ્છાદિત શિખરો આવેલાં છે, જે તેના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. તે સમુદ્રસપાટીથી આશરે…

વધુ વાંચો >

સાન્તો ડોમિન્યો

સાન્તો ડોમિન્યો : વેસ્ટ ઇન્ડિઝના હિસ્પાન્યોલા ટાપુના પશ્ચિમ ભાગમાં હૈતી અને પૂર્વ ભાગમાં ડોમિનિકન પ્રજાસત્તાક – એવા જે બે દેશો આવેલા છે, એ પૈકી ડોમિનિકન પ્રજાસત્તાક દેશનું પાટનગર અને મુખ્ય બંદર. તે 19° 30´ ઉ. અક્ષાંશવૃત્ત અને 70° 42´ પ. રેખાંશવૃત્ત પર ટાપુના દક્ષિણકાંઠે સમુદ્રસપાટીથી આશરે 17 મી.ની ઊંચાઈએ વસેલું…

વધુ વાંચો >

સિયેરા લેયોન (Sierra Leon)

સિયેરા લેયોન (Sierra Leon) : પશ્ચિમ આફ્રિકાના આટલાંટિક કાંઠા પર આવેલો દેશ. તે આશરે 6° 55´થી 10° 00´ ઉ. અ. અને 10° 15´થી 13° 20´ પ. રે. વચ્ચેનો 71,740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં ગિની તથા અગ્નિ અને દક્ષિણ તરફ લાઇબેરિયા દેશો આવેલા છે; તેની…

વધુ વાંચો >

સુરિનૅમ

સુરિનૅમ : દક્ષિણ અમેરિકામાં ઉત્તર તરફ આટલાંટિકના કિનારે આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 1° 50´થી 6° 00´ ઉ. અ. તથા 54° 00´થી 58° 10´ પ. રે. વચ્ચેનો 1,63,820 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આટલાંટિક મહાસાગર, પૂર્વમાં ફ્રેંચ ગિયાના (Guiana), દક્ષિણે બ્રાઝિલ તથા પશ્ચિમે ગુયાના(Guyana)ની સીમાઓ આવેલી…

વધુ વાંચો >

સેનેગલ (Senegal)

સેનેગલ (Senegal) : પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક મહાસાગરના કાંઠા પર આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 12° 20´થી 16° 30´ ઉ. અ. અને 11° 20´થી 17° 33´ પ. રે. વચ્ચેનો આશરે 1,96,712 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મૉરિટાનિયા, પૂર્વમાં માલી, દક્ષિણમાં ગિની બિસ્સાઉ તેમજ ગિની તથા પશ્ચિમે આટલાંટિક…

વધુ વાંચો >

સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ

સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ : કૅરિબિયન સમુદ્રમાં આવેલો નાનો દેશ. તે બે ટાપુઓનો બનેલો છે. ભૌગોલિક સ્થાન : તે 17° 20´ ઉ. અ. અને 62° 45´ પ. રે.ની આજુબાજુનો 262 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ પ્યુર્ટો રિકોથી આશરે 310 કિમી. પૂર્વમાં આવેલા છે. સેન્ટ ક્રિસ્ટૉફરને સેન્ટ કિટ્સ પણ…

વધુ વાંચો >

સેન્ટ માર્ટિન અને સેન્ટ બાર્થેલેમી (St. Martin and St. Barthelemy)

સેન્ટ માર્ટિન અને સેન્ટ બાર્થેલેમી (St. Martin and St. Barthelemy) : પૂર્વ કેરિબિયન સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝના ભાગ રૂપે આવેલા ટાપુઓ. ચાપસ્વરૂપ ધરાવતા ‘લઘુ ઍન્ટિલ્સ’ના વાતવિમુખ (લીવર્ડ) જૂથના ટાપુઓમાં તેમનો સમાવેશ થાય છે. આશરે 18° 0´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 63° 0´ પ. રેખાંશવૃત્ત પર ઉત્તર અને દક્ષિણમાં એકબીજાથી નજીક નજીકમાં આવેલા…

વધુ વાંચો >