બાળકૃષ્ણ માધવરાવ મૂળે

મિત્તલ, લક્ષ્મીનારાયણ

મિત્તલ, લક્ષ્મીનારાયણ (જ. 2 સપ્ટેમ્બર 1951, સાદલપુર, રાજસ્થાન) : પોલાદના ઉત્પાદનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર અગ્રસ્થાન ધરાવતા ઉદ્યોગપતિ અને વર્ષ 2006માં વિશ્વના પાંચમા ક્રમના તથા એશિયામાં પ્રથમ ક્રમના અબજપતિ. ટૂંકું નામ લક્ષ્મી મિત્તલ. મૂળ વતન રાજસ્થાનનું સાદલપુર. પિતાનું નામ મોહનલાલ. ભારતના ભાગલા પડ્યા તે પૂર્વે પિતાએ વતન છોડીને કરાંચી ખાતે…

વધુ વાંચો >

મિરલીઝ, જેમ્સ

મિરલીઝ, જેમ્સ (જ. 5 જુલાઈ 1936, મિનિગૅફ, સ્કૉટલૅન્ડ) : અસમમિતીય માહિતીના સંજોગોમાં નિર્ણયો લેવાની પ્રક્રિયાને તાર્કિક રીતે સમજાવતા સિદ્ધાંતનું નિરૂપણ કરનાર અર્થશાસ્ત્રી અને 1996ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1995થી અર્થશાસ્ત્રનું અધ્યાપન કરી રહ્યા છે. તે પૂર્વે 1969–95 દરમિયાન તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવાઓ…

વધુ વાંચો >

મિરાશીબુવા

મિરાશીબુવા (જ. 1883, ઇચલકરંજી; અ. 5 જાન્યુઆરી 1966, પુણે) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. આખું નામ યશવંત સદાશિવ મિરાશી. પિતા ઇચલકરંજી રિયાસતની નોકરીમાં હતા. બાલ્યાવસ્થા દરમિયાન શાસ્ત્રીય સંગીત પ્રત્યે તેમને અણગમો હતો, પરંતુ વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકરની આબેહૂબ નકલ કરતાં કરતાં બાળકૃષ્ણબુવાના જ પ્રોત્સાહનથી તેઓ શાસ્ત્રીય સંગીત…

વધુ વાંચો >

મિર્ચ મસાલા

મિર્ચ મસાલા : કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત બહુચર્ચિત ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1985. નિર્માણ-કંપની : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. કથા : ચુનીલાલ મડિયા. પટકથા : હૃદય લાની અને ત્રિપુરારિ શર્મા. ગીતરચના : બાબુભાઈ રાણપરા.  ચિત્રાંકન : જહાંગીર ચૌધરી. સંગીત : રજત ધોળકિયા. મુખ્ય કલાકારો : નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ઓમ પુરી,…

વધુ વાંચો >

મિર્ડાલ, ગુન્નાર કાર્લ

મિર્ડાલ, ગુન્નાર કાર્લ (જ. 8 ડિસેમ્બર 1898, ગુસ્તાફ પૅરિશ, સ્વીડન; અ. 17 મે 1987, સ્ટૉકહોમ) : અગ્રણી સ્વીડિશ અર્થશાસ્ત્રી અને 1974ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સમગ્ર શિક્ષણ સ્ટૉકહોમ ખાતે. 1923માં સ્ટૉકહોમ યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી અને 1923–27 દરમિયાન વકીલાત કરતાં કરતાં ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખ્યું. 1927માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની…

વધુ વાંચો >

મિશ્ર અર્થતંત્ર

મિશ્ર અર્થતંત્ર : રાજ્યની અર્થતંત્રમાંની દરમિયાનગીરીથી મહદ્અંશે મુક્ત અર્થતંત્ર તથા અર્થતંત્રમાંની રાજ્યની દરમિયાનગીરી ધરાવતું સમાજવાદી ઢબનું અર્થતંત્ર – આ બે છેડાની આર્થિક પદ્ધતિઓનો સમન્વય સાધવા પ્રયાસ કરતી મધ્યમમાર્ગી આર્થિક પદ્ધતિ. આમાંથી પ્રથમ પ્રકારના અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો મુક્ત બજારનાં પરિબળો દ્વારા લેવાતા હોય છે, જ્યારે બીજા પ્રકારના અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો લેવાની…

વધુ વાંચો >

મિશ્ર, રાજન

મિશ્ર, રાજન (જ. 1 ઑગસ્ટ 1951, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. પિતાનું નામ હનુમાનપ્રસાદ, જેઓ પોતે વિખ્યાત સારંગીવાદક અને સંગીતકાર હતા. માતાનું નામ ગગનદેવી, જેઓ સંગીતકારોના પરિવારમાં જન્મેલાં. રાજન મિશ્રે બાળપણથી જ સંગીતની સાધનાની શરૂઆત કરેલી. તેમના પરિવારમાં છેલ્લાં ત્રણ સો વર્ષોથી શાસ્ત્રીય સંગીતનો વારસો ચાલતો…

વધુ વાંચો >

મિશ્ર, સાજન

મિશ્ર, સાજન (જ. 7 જાન્યુઆરી 1956, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. છેલ્લાં લગભગ ત્રણસો વર્ષથી શાસ્ત્રીય સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતા પંડિત હનુમાનપ્રસાદ મિશ્ર પોતે અગ્રણી સારંગીવાદક હતા, જેમની પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. માતાનું નામ ગગનદેવી. પિતા ઉપરાંત જાણીતા…

વધુ વાંચો >

મિસાઇલ

મિસાઇલ : રૉકેટ-સંચાલિત બૉમ્બની જેમ ઊડતું પ્રક્ષેપાસ્ત્ર. કેટલાંકનો આકાર રૉકેટ જેવો હોય છે તો કેટલાંક વિસ્ફોટકોથી સુસજ્જ રૉકેટો ધરાવતાં હોય છે. માનવરહિત મિસાઇલો સ્વયંસંચાલિત હોય છે, જે પોતાનાં નિર્ધારિત લક્ષ્યો પર ધસી જતાં હોય છે. કેટલાંક મિસાઇલો હાલતાંચાલતાં નિશાનોનો પીછો કરી તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવતાં હોય છે. કેટલાંક મિસાઇલો…

વધુ વાંચો >

મીડ, જેમ્સ એડ્વર્ડ

મીડ, જેમ્સ એડ્વર્ડ (જ. 23 જૂન 1907, સ્વાનેજ(swanage); અ. 22 ડિસેમ્બર 1995, કેમ્બ્રિજ) : ઇંગ્લૅન્ડના અગ્રણી અર્થશાસ્ત્રી અને 1977ના વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઉચ્ચશિક્ષણ ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં લીધું અને તે દરમિયાન ક્લાસિક્સ, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્રના વિષયોમાં પદવીઓ પ્રાપ્ત કરી. 1938–40 દરમિયાન જિનીવા ખાતે લીગ ઑવ્ નૅશન્સના…

વધુ વાંચો >