બાળકૃષ્ણ માધવરાવ મૂળે
માધવ જૂલિયન
માધવ જૂલિયન (જ. 21 જાન્યુઆરી 1894, વડોદરા; અ. 29 નવેમ્બર 1939, પુણે) : મરાઠીના અગ્રણી પ્રયોગશીલ કવિ, કોશકાર, વિમર્શક તથા ભાષાશુદ્ધિના તત્વનિષ્ઠ પુરસ્કર્તા તથા પ્રચારક. મૂળ નામ માધવ ત્ર્યંબક પટવર્ધન. વિખ્યાત આંગ્લ નવલકથા-લેખિકા મેરી કૉરેલીની ‘ગૉડ્ઝ ગુડ મૅન’ કૃતિમાંના સૌંદર્યઉપાસક અને સ્વચ્છંદી પાત્ર ‘જૂલિયન ઍડર્લી’ના નામ પરથી તેમની પ્રેમિકાએ સૂચવેલ…
વધુ વાંચો >માનસિક યુદ્ધ
માનસિક યુદ્ધ : પોતાના સૈનિકો તથા આમ પ્રજાનો જુસ્સો વધારવા તથા શત્રુપક્ષના સૈનિકો અને તેના હસ્તકની પ્રજાનો જુસ્સો છિન્નભિન્ન કરવા માટે યોજાતી યુક્તિઓ. તેની પાછળ મુખ્ય ધારણાઓ હોય છે કે જે પ્રજા કે જે લશ્કરની ધૈર્યભાવના કે ચારિત્ર્યબળ ઊંચું હોય તે જ પ્રજા કે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા સમર્થ…
વધુ વાંચો >માર્શલ, આલ્ફ્રેડ
માર્શલ, આલ્ફ્રેડ (જ. 26 જુલાઈ 1842, ક્લૅફમ, ઇંગ્લૅન્ડ; અ. 1924, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદગાતા તથા અર્થશાસ્ત્રમાં ‘કેમ્બ્રિજ સ્કૂલ’ના નામથી ઓળખાતી વિચારધારાના પ્રવર્તક. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં શરાફના પદ પર કામ કરતા હતા. તેમની ઇચ્છા આલ્ફ્રેડને ધર્મગુરુ બનાવવાની હતી અને તે કારણે તેમને મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા…
વધુ વાંચો >માર્શલ, જૉન
માર્શલ, જૉન (જ. 24 સપ્ટેમ્બર 1755, પ્રિન્સ વિલિયમ પરગણું; અ. 7 જુલાઈ 1835, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના વિખ્યાત ધારાશાસ્ત્રી, બંધારણીય કાયદાના નિષ્ણાત અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. શરૂઆતનું શિક્ષણ પારિવારિક વાતાવરણમાં. થોડોક સમય દીક્ષિત પાદરીઓ પાસે ભણ્યા. દરમિયાન જ્યૉર્જ વૉશિંગટનની પડખે રહીને અમેરિકન ક્રાંતિયુદ્ધમાં ભાગ લીધો. 1780માં વર્જિનિયા રાજ્યની વિલિયમ અને મેરી…
વધુ વાંચો >માલપેકર, અંજનીબાઈ
માલપેકર, અંજનીબાઈ (જ. 22 એપ્રિલ 1883, માલપે, ગોવા; અ. 7 ઑગસ્ટ 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ વતન ગોવામાં હોવા છતાં પરિવારે મુંબઈમાં સ્થળાંતર કર્યું હતું જેને લીધે તેમનું ઔપચારિક શિક્ષણ એ જ નગરમાં થયું હતું. તેમના માતૃપક્ષ અને પિતૃપક્ષ બંનેમાં પેઢીદરપેઢી શાસ્ત્રીય સંગીતના સંસ્કાર અને…
વધુ વાંચો >માલવિયા, કે. ડી.
માલવિયા, કે. ડી. (જ. 1894, અલ્લાહાબાદ; અ. 22 ઑગસ્ટ 1944, અલ્લાહાબાદ) : સ્વાતંત્ર્યસેનાની, સ્વાતંત્ર્ય પૂર્વે ઉત્તર પ્રદેશના અગ્રણી કૉંગ્રેસ નેતા, જહાલ વક્તા તથા રાષ્ટ્રવાદી પત્રકાર. આખું નામ કપિલદેવ માલવિયા. પિતા સુખદેવ સોનીનો વ્યવસાય કરતા હતા. માતાનું નામ ઠાકુરદેવી હતું. તેમનું બી. એ. અને એલએલ. બી. સુધીનું સમગ્ર શિક્ષણ અલ્લાહાબાદમાં થયું.…
વધુ વાંચો >માલ્થસ, ટૉમસ રૉબર્ટ
માલ્થસ, ટૉમસ રૉબર્ટ (જ. 1766, રૉકેરી; સરે પરગણું, ઇંગ્લૅંડ; અ. 1834, હેલિબરી, ઇંગ્લડ) : વસ્તીવિજ્ઞાનના સંસ્થાપક ગણાતા અર્થશાસ્ત્રી. પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મ. સેન્ટ જૉન્સ કૉલેજ, કેમ્બ્રિજમાંથી 1788માં ગણિત, તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્ર વિષયોમાં સ્નાતકની પરીક્ષા ઑનર્સ સાથે પાસ કરી અને તુરત જ જિસસ કૉલેજમાં ફેલો નિમાયા. થોડાક સમય બાદ કેમ્બ્રિજ છોડી સરે…
વધુ વાંચો >માવળંકર, પુરુષોત્તમ ગણેશ
માવળંકર, પુરુષોત્તમ ગણેશ (જ. 3 ઑગસ્ટ 1928, અમદાવાદ) : જાણીતા સમાજસેવક, કેળવણીકાર અને નીડર સાંસદ. પિતા ગણેશ વાસુદેવ માવળંકર સ્વાતંત્ર્યસેનાની, અગ્રણી ધારાશાસ્ત્રી, ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ તથા રાષ્ટ્રકુટુંબના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે ભારતમાં અને ભારત બહાર જાણીતા બનેલા. માતા સુશીલા સ્વાતંત્ર્યસેનાની હોવા ઉપરાંત લોકસભાનાં પૂર્વસભ્ય હતાં. ‘પી. જી.’ અથવા ‘અણ્ણાસાહેબ’…
વધુ વાંચો >માશેલકર, રઘુનાથ અનંત
માશેલકર, રઘુનાથ અનંત (જ. 1 જાન્યુઆરી 1943, માશેલ, ગોવા) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક, સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ કાઉન્સિલના પૂર્વમહાસંચાલક, નૅશનલ કેમિકલ લૅબોરેટરીના પૂર્વસંચાલક તથા અમેરિકાની નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝના ફેલો. અત્યંત નિર્ધન પરિવારમાં જન્મ. નાનપણમાં છ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ તેમનો ઉછેર કર્યો. માતા તદ્દન નિરક્ષર, છતાં રઘુનાથે…
વધુ વાંચો >માસ્કિન, એરિક સ્ટાર્ક
માસ્કિન, એરિક સ્ટાર્ક (જ. 12 ડિસેમ્બર 1950, ન્યૂયૉર્ક સિટી, ન્યૂયૉર્ક) : વર્ષ 2007ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. યહૂદી માતાપિતાના સંતાન. ન્યૂજર્સીમાં ઉછેર. ત્યાંથી 1968માં સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રમાં એ.બી.ની પદવી તથા પ્રયુક્ત ગણિતશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1976માં તેઓ અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ…
વધુ વાંચો >