બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

ભારતીય ઉદ્યોગગૃહો

ભારતીય ઉદ્યોગગૃહો : ભારતનાં આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર નોંધપાત્ર અસર પાડતા ખાનગી ક્ષેત્રના અગ્રણી ઔદ્યોગિક સંકુલો જૂથો. એક જ કુટુંબની વ્યક્તિઓ દ્વારા સંચાલિત એક કે બે પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલી ખાનગી ક્ષેત્રની અતિવિશાળ કંપનીઓ અથવા જુદા જુદા પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલી ખાનગી ક્ષેત્રની નાનીમોટી કંપનીઓનાં વેચાણ અને મિલકતો ટોચ…

વધુ વાંચો >

ભાલો

ભાલો : પાયદળ અને ઘોડેસવાર સૈનિકોનું પ્રાચીન અને પરંપરાગત શસ્ત્ર. સંસ્કૃત શબ્દ ‘ભલ્લા’ (ભાલાનું પાનું) પરથી ‘ભાલો’ અથવા ‘ભાલું’ શબ્દ ઊતરી આવ્યો છે. ભાલો એ એકમાત્ર એવું શસ્ત્ર છે જેની મૂળ બનાવટમાં કોઈ ફેરફાર થયેલ નથી. ભાલાના ત્રણ ભાગ હોય છે : (1) ભાલાનું માથું કે ઉપરનો ભાગ જે સામાન્ય…

વધુ વાંચો >

ભાવસાર, ભીખુભાઈ

ભાવસાર, ભીખુભાઈ (જ. 3 મે 1929, વલસાડ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર. વ્યવસાયે જાણીતા વેપારી હોવા ઉપરાંત સંગીતક્ષેત્રે ગાયક તરીકે તેમણે નામના મેળવી છે. ગુજરાતી ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે 1942ના ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન અભ્યાસને તિલાંજલિ આપી અને હાર્મોનિયમવાદનથી સંગીતક્ષેત્રમાં પદાપર્ણ કર્યું. પિતા ભગવાનદાસ પોતે સારા હાર્મોનિયમવાદક હતા…

વધુ વાંચો >

ભાંડારકર, મધુર

ભાંડારકર, મધુર (જ. 26 ઑગસ્ટ 1968, મુંબઈ) : હિંદી ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક અને પટકથા તથા કથાલેખક. તેમનો જન્મ મહારાષ્ટ્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેમનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. ચલચિત્ર વ્યવસાયમાં દાખલ થયા તે પૂર્વે મુંબઈના ઉપનગર ખાર ખાતે તેઓ ભરણપોષણના સાધન તરીકે વીડિયો કૅસેટનું સંગ્રહાલય (library) ચલાવતા હતા, જેના માધ્યમથી…

વધુ વાંચો >

ભેડાઘાટ

ભેડાઘાટ : નર્મદા નદીના કાંઠા પર આવેલું નયનરમ્ય સ્થળ. તે મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર શહેરથી આશરે 21 કિમી. અંતરે આવેલું છે. જે સ્થળે નર્મદા નદી આશરે દસ મીટર ઊંચાઈથી નીચે ખીણમાં પડે છે તે સ્થળ ધુંવાધાર નામથી ઓળખાય છે. ધોધની તળેટી પછીનો નર્મદાનો પ્રવાહ ક્રમશ: સંકોચાય છે. તેની બંને બાજુએ આરસપહાણના…

વધુ વાંચો >

ભોળે, જ્યોત્સ્ના

ભોળે, જ્યોત્સ્ના (જ. 1913) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં આગ્રા ઘરાનાનાં જાણીતાં કલાકાર. મૂળ નામ દુર્ગા કેળેકર. તેમનો જન્મ ગોવાના એક નાના ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મુંબઈમાં લેતાં હતાં તે દરમિયાન શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ પેદા થઈ. બાલ્યાવસ્થામાં પંડિત સુખદેવપ્રસાદ પાસેથી કથક નૃત્યની શિક્ષા લીધી…

વધુ વાંચો >

મજૂર કાયદા

મજૂર કાયદા કારખાનાંઓ કે અન્ય પ્રકારના ઉત્પાદન-એકમોમાં કામ કરતા શ્રમિકોના ન્યાયોચિત અધિકારોને ધારાકીય પીઠબળ આપવાના હેતુથી પસાર કરવામાં આવેલા કાયદાઓ. આપણે આ કાયદાઓનો અભ્યાસ બે મુખ્ય વિભાગમાં કરીશું : (1) આઝાદી પૂર્વેના કાયદાઓ, (2) આઝાદી પછીના કાયદાઓ. 1. આઝાદી પૂર્વે પસાર કરવામાં આવેલા મજૂર–કાયદાઓ કામદારોને વળતર ચૂકવવા અંગેનો કાયદો, 1923…

વધુ વાંચો >

મણિરામ

મણિરામ (જ. 1910, હિસાર, હરિયાણા) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાનાના ગાયક. તેમને પરિવારમાંથી જ શાસ્ત્રીય સંગીતનો વારસો મળેલો છે. તેમના પિતા પંડિત મોતીરામ પોતે સારા ગાયક હતા અને જમ્મુ તથા કાશ્મીર રિયાસતના દરબારમાં રાજગાયક હતા. તેમના કાકા પંડિત જ્યોતિરામ પણ સારા ગાયક હતા. મણિરામે નાની ઉંમરથી પિતા પાસેથી શાસ્ત્રીય…

વધુ વાંચો >

મતકરી, રત્નાકર

મતકરી, રત્નાકર (જ. 17 નવેમ્બર 1938, મુંબઈ) : મરાઠીના અગ્રણી સાહિત્યકાર, નાટ્યદિગ્દર્શક તથા રંગમંચ-કલાકાર. પિતાનું નામ રામકૃષ્ણ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ 2૦ વર્ષ સુધી બૅંક ઑવ્ ઇન્ડિયામાં સેવા આપી. તે જ અરસામાં બાલનાટ્યના ક્ષેત્રે લેખનકાર્યની શરૂઆત કરી અને ત્યારબાદ નાટકો, વાર્તા,…

વધુ વાંચો >