બાળકૃષ્ણ માધવરાવ મૂળે
નાંબુદ્રીપાદ, ઇ. એમ. એસ.
નાંબુદ્રીપાદ, ઇ. એમ. એસ. (જ. 14 જૂન 1909; અ. 19 માર્ચ 1998, થિરુઅનંતપુરમ્) : ભારતના અગ્રણી માર્કસવાદી ચિંતક, માર્કસવાદી સામ્યવાદી પક્ષના ટોચના નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. કેરળના પાલઘાટ જિલ્લાના એક ગામડામાં રૂઢિચુસ્ત મલયાળી કુટુંબમાં જન્મેલા ‘ઇ. એમ. એસ.’ના પિતા પરમેશ્વરનનું નાનપણમાં અવસાન થતાં માતા વિષ્ણુદત્તાની દેખરેખ હેઠળ તેમનો ઉછેર…
વધુ વાંચો >નિકાસ
નિકાસ : દેશમાં પેદા કરવામાં આવેલી વસ્તુ કે સેવા અન્ય દેશના નાગરિકોને વેચવામાં આવે છે. આવું વેચાણ બે રીતે થઈ શકે : એક, દેશની વસ્તુઓને પરિવહન દ્વારા વિદેશોમાં મોકલવામાં આવે, એટલે કે વસ્તુઓનું દેશાન્તર થાય. બીજું, વિદેશના નાગરિકો આપણા દેશમાં આવીને આપણા દેશની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદે તે પણ આપણી…
વધુ વાંચો >નિશાંત
નિશાંત : જાણીતું હિન્દી ચલચિત્ર. આંધ્રપ્રદેશના એક ગામડામાં 1945માં બનેલ સત્ય ઘટના પર આધારિત, સામંતશાહી શોષણવ્યવસ્થાને ઉઘાડી પાડતું એક પ્રભાવક ચલચિત્ર છે. નિર્માણવર્ષ : 1975. પટકથા : વિજય તેંડુલકર. સંવાદ : સત્યદેવ દુબે. દિગ્દર્શક : શ્યામ બેનેગલ, સંગીત: વનરાજ ભાટિયા. છબીકલા : ગોવિંદ નિહાલાની. નિર્માતા : ફ્રૅની એમ. વરિયાવા અને…
વધુ વાંચો >નિસર્ગવાદીઓ (physiocrats)
નિસર્ગવાદીઓ (physiocrats) : અઢારમી સદીમાં ફ્રાન્સમાં પ્રચલિત થયેલી આર્થિક વિચારધારાના પ્રણેતાઓ તથા સમર્થકોનો સમૂહ. તેમની વિચારસરણીને નિસર્ગવાદ (physiocracy) તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં નિરંકુશ રાજાશાહીના કાળમાં વિકસેલા ‘વ્યાપારી મૂડીવાદ’(commercial capitalism)ને વૈચારિક સમર્થન આપતી વાણિજ્યવાદ(mercantalism)ની વિચારસરણીની પ્રતિક્રિયા રૂપે નિસર્ગવાદનો ઉદય થયો હતો. ફ્રૅન્કો ક્વીને આ વિચારસરણીના પ્રણેતા ગણાય છે. નિસર્ગવાદીઓના મત…
વધુ વાંચો >નિંગસિયા હુઈ (Ningxia Hui)
નિંગસિયા હુઈ (Ningxia Hui) : વાયવ્ય ચીનમાં વસતા ચીની મુસ્લિમો(હુઈ)નો સ્વાયત્ત પ્રદેશ. તેમાં યિનચુઆનની આસપાસનો મેદાની વિસ્તાર તથા અગ્નિખૂણા તરફની લોએસ ટેકરીઓના પ્રદેશનો સમાવેશ થાય છે. ભૌગોલિક સ્થાન 37° ઉ. અ. અને 106° પૂ. રે.. આ સ્વાયત્ત પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 66,400 ચોકિમી. છે. યિનચુઆન તેનું પાટનગર છે. તેની વસ્તી…
વધુ વાંચો >નીપર (Dnepr, Dnieper)
નીપર (Dnepr, Dnieper) : યુરોપની લાંબી નદીઓ પૈકીની એક. તેનું પ્રાચીન નામ બોરીસ્થેનિસ હતું. વૉલ્ગા અને ડૅન્યુબ પછી લંબાઈમાં તેનો ત્રીજો ક્રમ આવે છે. તેની કુલ લંબાઈ 2,255 કિમી. છે. તેનો પટ સ્થાનભેદે 84થી 360 મીટરની પહોળાઈવાળો અને મુખભાગ 14 કિમી. જેટલો છે. ત્રિકોણપ્રદેશીય મુખ કળણવાળું બની રહેલું છે. તેનું…
વધુ વાંચો >નીલગિરિ ટેકરીઓ
નીલગિરિ ટેકરીઓ : તમિળનાડુ રાજ્યમાં આવેલી દક્ષિણ ભારતની પ્રમુખ પર્વતમાળા. તે 11° 25´ ઉ. અ. અને 76° 40´ પૂ. રે. પરના ભૌગોલિક સ્થાનની આજુબાજુ વિસ્તરેલી છે. ડુંગરો અને ખીણોથી વ્યાપ્ત આ પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 2,590 ચોકિમી. જેટલો છે. મબલક વર્ષા તથા ભૂમિની મોકળાશને લીધે આખોય પ્રદેશ ઘટાટોપ વનશ્રીથી છવાયેલો…
વધુ વાંચો >નુક (Nuuk)
નુક (Nuuk) : દુનિયાના સૌથી મોટા દ્વીપ ગ્રીનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 64° 14´ ઉ. અ. અને 51° 0´ પ. રે.. પાટનગરની વસ્તી 17,316 (2016), બૃહત શહેરની વસ્તી : 18,040 (2016). ગૉટહૉપ તરીકે ઓળખાતા આ નગરનું સ્થાનિક ભાષામાં નામ નુક છે. તે ડેવિસની સામુદ્રધુની પર આવેલું…
વધુ વાંચો >નુકુઆલોફા (Nuku’alofa)
નુકુઆલોફા (Nuku’alofa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટૉન્ગાનું પાટનગર તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 21° 08´ દ. અ. અને 175° 12´ પ. રે.. આ બંદર ખડક-ખરાબાઓથી આરક્ષિત છે. તે ટૉન્ગાટાપુ દ્વીપના ઉત્તર કિનારા પર વસેલું છે. તેની શહેરી વસ્તી 24,571 (2012) છે. આ સ્થળનું તાપમાન જાન્યુઆરીમાં 25.8° સે. અને…
વધુ વાંચો >નુબિયન રણ
નુબિયન રણ : આફ્રિકામાં સુદાનના ઈશાન ભાગમાં આવેલો સૂકો પ્રદેશ. ભૌગોલિક સ્થાન. 20° 30´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.. તેની પૂર્વમાં રાતો સમુદ્ર અને પશ્ચિમમાં નાઈલ નદી છે. 720 કિમી. લંબાઈ ધરાવતું આ રણ 2,50,000 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. ઉત્તર તરફ તે પૂર્વ ઇજિપ્તના અરબી રણ સાથે…
વધુ વાંચો >