બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નંદલાલ

નંદલાલ (જ. 1909; અ. 1993) : ભારતીય શહનાઈવાદક. પિતા સુદ્ધરામ તથા દાદા બાબુલાલ તેમના જમાનાના જાણીતા શહનાઈવાદક હતા. પિતા બનારસ રિયાસતના દરબારી સંગીતકાર હતા. બનારસ ખાતે પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધા પછી પિતાના માર્ગદર્શન હેઠળ શહનાઈવાદનની તાલીમ શરૂ કરી અને ત્યારબાદ દિલ્હીના શહનાઈવાદક ઉસ્તાદ છોટેખાં પાસેથી થોડો સમય શિક્ષણ લીધું.…

વધુ વાંચો >

નાઇજર (દેશ)

નાઇજર (દેશ) : પશ્ચિમ આફ્રિકામાં સહરાના રણપ્રદેશની દક્ષિણ કિનારી પર આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 12° 05´ ઉ. અ.થી 23° 30´ ઉ. અ. અને 0° 05´ પૂ. રે.થી 15° 20´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે બધી બાજુએ ભૂમિભાગથી ઘેરાયેલો છે. સમુદ્રકિનારો તેનાથી ઉત્તરમાં આશરે 1,000 કિમી. અને…

વધુ વાંચો >

નાઇજર (નદી)

નાઇજર (નદી) : આફ્રિકાની નાઇલ અને ઝાઈર (ડેમૉક્રેટિક રિપબ્લિક ઑવ્ કૉંગો) પછીના ત્રીજા ક્રમે આવતી મોટી નદી. તે પશ્ચિમ આફ્રિકામાં આવેલી છે અને નાઇજરના નૈર્ઋત્ય ભાગમાંથી પસાર થાય છે. તેની લંબાઈ 4,185 કિમી. તથા સમગ્ર સ્રાવક્ષેત્રનો વિસ્તાર 15,54,000 ચોકિમી. જેટલો છે. તેના પ્રવાહમાર્ગમાં નદીતળ પર ઘણા પ્રવેગકારી પ્રપાત (rapids) આવેલા…

વધુ વાંચો >

નાઇમેય (Niamey)

નાઇમેય (Niamey) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ નાઇજર પ્રજાસત્તાકનું પાટનગર, મુખ્ય શહેર તથા નદીબંદર. નાઇમેય તે જ નામ ધરાવતા પ્રાંતનું પણ પાટનગર છે. ભૌગોલિક સ્થાન : 13° 31´ ઉ. અ. અને 2° 07´ પૂ. રે.. તે નાઇજર નદી પર દેશના નૈર્ઋત્ય ખૂણામાં રણની સરહદ પર વસેલું છે. તેનું સરેરાશ તાપમાન 35°…

વધુ વાંચો >

નાઇલ

નાઇલ : આફ્રિકા ખંડમાં આવેલી દુનિયાની સૌથી લાંબી નદી. તેની કુલ લંબાઈ 6671 કિમી. છે, જે પૈકી 2700 કિમી. જેટલો પ્રવાહપથ રણવિસ્તારમાંથી પસાર થાય છે, જ્યારે 3200 કિમી. જેટલો પ્રવાહપથ નૌકાવ્યવહાર માટે અનુકૂળ બની રહે છે. મધ્યપૂર્વ આફ્રિકામાં વિષુવવૃત્ત નજીક આવેલું વિક્ટોરિયા સરોવર આ નદીનું ઉદગમસ્થાન ગણાય છે અને નદીને…

વધુ વાંચો >

નાઉરૂ

નાઉરૂ : મધ્ય પ્રશાંત મહાસાગરમાં વિષૃવવૃત્તની તદ્દન નજીક દક્ષિણે આવેલો નાનકડો ટાપુ તથા દુનિયાનું  સૌથી નાનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. દુનિયાના નાના દેશો પૈકી તે ત્રીજા ક્રમે આવે છે, માત્ર વેટિકન શહેર અને મોનેકો જ તેનાથી નાનાં છે. ભૌગોલિક સ્થાન : 0° 32´ દ. અ. અને 166° 55´ પૂ. રે. તેની…

વધુ વાંચો >

નાગદા

નાગદા : મધ્યપ્રદેશ રાજ્યનું એક ઔદ્યોગિક નગર. તે ઉજ્જૈન જિલ્લાના ખાયરોદ તાલુકામાં 23° 27´ ઉ. અ. અને 75° 25´ પૂ. રે. પર ઉજ્જૈનથી આશરે 45 કિમી. પર આવેલું છે. તેની પશ્ચિમે રતલામ, ઉત્તરે જાવરા, પૂર્વે મહિદપુર તથા દક્ષિણે ઉજ્જૈન આવેલાં છે. તે પશ્ચિમ રેલવેના મુંબઈ–દિલ્હી માર્ગ પર આવેલું જંકશન છે.…

વધુ વાંચો >

નાગપુર

નાગપુર : મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. તે પૂર્વ વિદર્ભના શાસકીય વિભાગમાં 20° 35´ થી 21° 44´ ઉ. અ અને 78° 15´ થી 79° 40´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 150 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 130 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

નાચપ્પા, અશ્વિની

નાચપ્પા, અશ્વિની (જ. 21 ઑક્ટોબર 1967, કુર્ગ) : ભારતની અગ્રણી મહિલા-દોડવીર. તેનો જન્મ ઝૂંપડપટ્ટીમાં થયેલો. બારમા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી તે સારી દોડવીર હોવાથી તેને વિજયા બૅંકે પોતાના ક્રૅડિટ કાર્ડ-વિભાગમાં સામેથી નોકરી આપી હતી. ત્યારબાદ તેણે પત્રવ્યવહારના અભ્યાસક્રમ દ્વારા બી. એ.ની પદવી મેળવી હતી. જન્મ પછીના શરૂઆતનાં થોડાંક વર્ષો…

વધુ વાંચો >

નાડર, રાલ્ફ

નાડર, રાલ્ફ (જ. 27 ફેબ્રુઆરી 1934, વિન્સ્ટેડ, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકાના અગ્રણી ધારાશાસ્ત્રી તથા ગ્રાહકસુરક્ષાના વિખ્યાત હિમાયતી. લેબનોનથી અમેરિકામાં કાયમી વસવાટ માટે દાખલ થયેલાં પ્રવાસી માતાપિતાના પુત્ર. ઉચ્ચ શિક્ષણ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી તથા હાવર્ડ લૉ સ્કૂલમાં લીધું. કાયદાના અભ્યાસ દરમિયાન સ્વયંચાલિત વાહનો દ્વારા થતા માર્ગઅકસ્માતોનો તથા તે વાહનોના ઉત્પાદન દરમિયાન…

વધુ વાંચો >