બાળકૃષ્ણ માધવરાવ મૂળે
દેસાઈ, રાસબિહારી રમણલાલ
દેસાઈ, રાસબિહારી રમણલાલ (જ. 23 જૂન 1935, પાટણ; અ. 6 ઑક્ટોબર 2012, અમદાવાદ) : સુગમ સંગીતના વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર. જમીનદાર કુટુંબમાં જન્મ. પિતા સુરેન્દ્રનગરના ખાનગી ઔદ્યોગિક એકમના મૅનેજરપદેથી નિવૃત્ત થયા. માતાનું નામ દુર્ગાબા. માત્ર ચાર વર્ષની ઉંમરે માતાનું અવસાન (1939) થતાં ફોઈ નિર્મળાબહેન દેસાઈ પાસે ઊછર્યા. પ્રાથમિક શિક્ષણ…
વધુ વાંચો >દેસાઈ, વસંત
દેસાઈ, વસંત (જ. 9 જૂન 1912, કુડાલ, મહારાષ્ટ્ર; અ. 22 ડિસેમ્બર 1975, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત સ્વરકાર. ચિત્રપટક્ષેત્રે તેમની કારકિર્દી 1929થી કલાકાર અને સ્ટુડિયોના સહાયક તરીકે પ્રભાત ફિલ્મ કંપનીથી શરૂ થઈ હતી. તે સમયે પ્રભાત કંપની સાથે ગોવિંદ સદાશિવ ટેમ્બે (1881–1955), કૃષ્ણરાવ ચોણકર અને કેશવરાવ ભોળે (1896–1977) જેવા કલાજગતના…
વધુ વાંચો >દેસાઈ, વિભા
દેસાઈ, વિભા (જ. 25 જાન્યુઆરી 1944, પોરબંદર) : ગુજરાતી સુગમ સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ નામ વિભા વૈષ્ણવ. 1964માં ગુજરાતી સુગમ સંગીતના વિખ્યાત ગાયક અને સ્વરકાર રાસબિહારી દેસાઈ સાથે લગ્ન થયા પછી વિભા દેસાઈ નામથી વધુ પરિચિત થયાં. પિતા જયેન્દ્રભાઈ વૈષ્ણવ જીવનવીમા કૉર્પોરેશનમાંથી ડેવલપમેન્ટ ઑફિસર તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ કનકતારા.…
વધુ વાંચો >દોશી, અમુભાઈ
દોશી, અમુભાઈ (જ. 1920, કરાંચી; અ. 28 જુલાઈ 1994, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સંગીતકાર તથા નિષ્ણાત સરોદવાદક. મૂળ વતન ભુજ–કચ્છ. પિતા વીરજીભાઈ અને માતા કંકુબહેન. ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ કરાંચી ખાતે, નાની ઉંમરમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, માસ્ટર વસંત, ઉસ્તાદ મુબારક જેવા વિખ્યાત શાસ્ત્રીય સંગીતકારોના સંપર્કમાં આવ્યા અને તેમની પાસેથી પ્રેરણા…
વધુ વાંચો >દ્રવ્યનું અપહરણ
દ્રવ્યનું અપહરણ : સામ્રાજ્યવાદીઓ દ્વારા તેમના રાજકીય વર્ચસ હેઠળની વસાહતોની સંપત્તિ ખેંચાઈ ગઈ તે. દાદાભાઈ નવરોજી (1825–1917)એ તેમના ‘પૉવર્ટી ઍન્ડ અન-બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’ નામક ગ્રંથમાં આ અંગેનો સિદ્ધાંત સૌપ્રથમ રજૂ કર્યો હતો. આ સિદ્ધાંત દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું હતું કે બ્રિટિશ શાસકોએ ભારતની પ્રજાના આર્થિક શોષણ દ્વારા દેશની…
વધુ વાંચો >દ્વિમુખી અર્થતંત્ર
દ્વિમુખી અર્થતંત્ર (dual economy) : અર્થતંત્રમાં આધુનિક અને પરંપરાગત ક્ષેત્રોનું સહઅસ્તિત્વ. વિશ્વના વિકાસશીલ દેશોમાં દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. તેમાંનું એક પરંપરાગત ક્ષેત્ર ભારતમાં ખેતી, ગ્રામોદ્યોગો, ગૃહઉદ્યોગો, પરિવહનસેવા વગેરેમાં જોવા મળે છે જ્યારે બીજું આધુનિક ક્ષેત્ર મોટા પાયાના અને મધ્યમ પાયાના ઉદ્યોગો, તેમની સાથે સંકળાયેલા નાના પાયાના ઉદ્યોગો, આધુનિક પરિવહનસેવા,…
વધુ વાંચો >ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ
ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ : આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા કે અધિકૃતતા ધરાવતા વિક્રમોની માહિતી દર વર્ષે પ્રકાશિત કરતો સંદર્ભગ્રંથ. તેમાં નોંધાયેલા વિક્રમોમાં માણસોની જુદાં જુદાં ક્ષેત્રની સર્વોચ્ચ વ્યક્તિગત સિદ્ધિઓ તથા વિશ્વની કુદરતી અજાયબીઓ – આ બંનેનો સમાવેશ થયેલો હોય છે. તેની સર્વપ્રથમ આવૃત્તિ ઑગસ્ટ, 1954માં લંડનમાં વ્યવસાય કરતા નૉરિસ અને રૉસ…
વધુ વાંચો >ધનબાદ
ધનબાદ : ઝારખંડ રાજ્યમાં 23° 48´ ઉ. અ. અને 86° 27´ પૂ. રે. પર આવેલું શહેર, જિલ્લાનું વહીવટી મથક (1956), જિલ્લો અને કોલસાના ખાણ ઉદ્યોગનું જાણીતું કેન્દ્ર. જિલ્લાનો કુલ વિસ્તાર 2075 ચોકિમી. તથા વસ્તી 26.82 લાખ (2011) છે. દામોદર નદીની ખીણમાં તથા ઝરિયા કોલસા ક્ષેત્રની પૂર્વ તરફ વસેલું આ શહેર…
વધુ વાંચો >ધંધાકીય એકત્રીકરણ
ધંધાકીય એકત્રીકરણ (business integration) : સમાન આર્થિક હેતુ સિદ્ધ કરવા માટે ઔદ્યોગિક અથવા વ્યાપારી એકમોનું ધંધાકીય જોડાણ (combination) અથવા વિલયન (merger, amalgamation). મોટા પાયાના ઉત્પાદનના એટલે કે કદવિકાસના લાભ હાંસલ કરવા માટે અને કિંમતોનું નિયમન તથા ઉત્પાદનના કદ પર નિયંત્રણ દ્વારા હરીફાઈ ટાળવા માટે ઔદ્યોગિક તથા વ્યાપારી ઘટકોનું એકત્રીકરણ કરવામાં…
વધુ વાંચો >ધાર
ધાર : મધ્યપ્રદેશનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને શહેર. આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 8,153 ચોકિમી. તથા કુલ વસ્તી 21,84,672 (2011) છે. વસ્તીમાં આશરે 94 % હિંદુ, આશરે 5 % મુસલમાન, 0.98 % જૈન, 0.06 % શીખ, 0.06 % ખ્રિસ્તી તથા 0.01 % અન્યનો સમાવેશ થાય છે. અનુસૂચિત જનજાતિની કુલ વસ્તીમાંથી…
વધુ વાંચો >