બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જિનીવા સમજૂતી (Geneva Conventions)

જિનીવા સમજૂતી (Geneva Conventions) : યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના 2 સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે 26 ઑક્ટોબર 1863ના રોજ જિનીવા ખાતે મળેલી 14 રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી.…

વધુ વાંચો >

જિબુટી (Djibouti)

જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન 11° 36’ ઉ. અ. અને 43° 09’ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (1977) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર…

વધુ વાંચો >

જિબ્રાલ્ટર

જિબ્રાલ્ટર : સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : 36° 07’ ઉ. અ. અને 5° 21’ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્વ રહ્યું છે. 711માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના…

વધુ વાંચો >

જીવનધોરણ

જીવનધોરણ : સમગ્ર પ્રજા કે કોઈ એક વર્ગના જીવનવ્યવહારના આર્થિક સ્તરની કક્ષા. સામાન્ય રીતે આવક અને સંપત્તિની વહેંચણી ધ્યાનમાં લઈને સમાજને ત્રણ મુખ્ય આર્થિક વર્ગોમાં વહેંચવામાં આવે છે : (1) ગરીબ અથવા નીચલો વર્ગ, (2) મધ્યમવર્ગ, (3) તવંગર અથવા ધનિક વર્ગ. જે વર્ગના લોકો જીવનની લઘુતમ સપાટીએ અથવા તેનાથી પણ…

વધુ વાંચો >

જુડા

જુડા : ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલના જૂના કરારમાં ઉલ્લેખ્યા પ્રમાણે જૅકબ અને લીહના ચોથા પુત્ર. તેમનો જીવનવૃત્તાંત બાઇબલના પ્રથમ ગ્રંથ ઉત્પત્તિખંડ(Genesis)માં છે. બાઇબલમાંની ઘટનાઓના વિવરણની શરૂઆત ઉત્પત્તિખંડથી થાય છે અને પશ્ચિમના ધર્મો તેને ઈશ્વરના વચન તરીકે સ્વીકારે છે. ઇઝરાયલના 12 પૈકીના એક કબીલાના પિતામહ તરીકે જુડાની ગણના થાય છે અને તેથી…

વધુ વાંચો >

જુનૂન

જુનૂન : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પાર્શ્વભૂમિ પર આધારિત કલ્પનારમ્ય હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1978; દિગ્દર્શન તથા પટકથા : શ્યામ બેનેગલ; નિર્માતા : શશી કપૂર; સંવાદ : સત્યદેવ દૂબે, ઇસ્મત ચુગતાઈ; ગીતરચના સંત કબીર, અમીર ખુસરો, જિગર મુરાદાબાદી, યોગેશ પ્રવીણ; છબીકલા ગોવિંદ નિહલાની; સંગીત : વનરાજ ભાટિયા, કૌશિક; મુખ્ય કલાકાર :…

વધુ વાંચો >

જૅક્સનવિલ

જૅક્સનવિલ : અમેરિકાના ફ્લૉરિડા રાજ્યનું મહત્વનું ઉદ્યોગવ્યાપાર કેન્દ્ર તથા બંદર. ભૌગોલિક સ્થાન 30° 19’ ઉ. અ. અને 81° 39’ પ. રે.. તેનું મૂળ નામ કાઉફૉર્ડ હતું; પરંતુ તેના પ્રથમ લશ્કરી ગવર્નર ઍન્ડ્રુ જૅક્સનના નામ પરથી આ નગરનું નામ 1819માં ‘જૅક્સનવિલ’ પાડવામાં આવ્યું. તે ફ્લૉરિડા રાજ્યની ઈશાન દિશામાં, આટલાંટિક મહાસાગરના કાંઠાથી…

વધુ વાંચો >

જેરૂસલેમ

જેરૂસલેમ : ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન 31° 46’ ઉ. અ. અને 35° 14’ પૂ. રે.. ઈ. પૂ. 1000 વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે.…

વધુ વાંચો >

જેવૉન્સ, વિલિયમ સ્ટૅન્લી

જેવૉન્સ, વિલિયમ સ્ટૅન્લી (જ. 1835 લિવરપૂલ; અ. 1882, લંડન) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. પ્રાકૃતિક વિજ્ઞાનમાં પદવી પ્રાપ્ત કર્યા પછી 1853–59 દરમિયાન ઑસ્ટ્રેલિયન ટંકશાળમાં સિક્કા પરીક્ષક (assayer) તરીકે સેવા આપી. 1863માં લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. થયા. 1866માં મૅન્ચેસ્ટર યુનિવર્સિટીની ઓવેન્સ કૉલેજમાં કૉબડેન પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી તરીકે નિમાયા. 1876માં યુનિવર્સિટી…

વધુ વાંચો >

જૈન, અજિતપ્રસાદ

જૈન, અજિતપ્રસાદ (જ. ઑક્ટોબર 1902, મેરઠ; અ. 31 ડિસેમ્બર, 1977) : ઉત્તર પ્રદેશના અગ્રણી કાર્યકર. મધ્ય વર્ગના કુટુંબમાં જન્મ. લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1924) અને એલએલ.બી. (1926) થયા પછી વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાયા અને રાજકારણમાં સક્રિય બન્યા. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા અને ધરપકડ વહોરી. 1937માં ઉત્તરપ્રદેશની વિધાનસભામાં…

વધુ વાંચો >