બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ખાન, અબ્દુસ્ સમદ
ખાન, અબ્દુસ્ સમદ (જ. 1895, ગુલિસ્તાન, બલૂચિસ્તાન) : ‘બલૂચ ગાંધી’ તરીકે જાણીતા બનેલા બલૂચિસ્તાનના રાષ્ટ્રવાદી નેતા. પિતા ખાન નૂરમહંમદખાન અગ્રણી જમીનદાર તથા ગુલિસ્તાનના અચકઝાઈ કબીલાના મુખી હતા. તેમનું શિક્ષણ તેમના વતન મુક્તાબ ખાતે પરંપરાગત પદ્ધતિ મુજબ થયું હતું. ગુલિસ્તાન ખાતેની એક માધ્યમિક શાળામાં પણ તેઓ ભણ્યા. 1958-68ના ગાળામાં પાકિસ્તાનમાં કારાવાસ…
વધુ વાંચો >ખાનગીકરણ, અર્થતંત્રનું
ખાનગીકરણ, અર્થતંત્રનું (privatisation) : સરકારની સીધી માલિકી હેઠળનાં અથવા સરકાર દ્વારા સંચાલિત/ નિર્દેશિત સાહસોને ખાનગી માલિકી કે સંચાલન હેઠળ મૂકવાની આર્થિક નીતિ. આ નીતિ વિરાષ્ટ્રીયકરણ (denationalisation) નામથી પણ ઓળખાય છે. ઑક્ટોબર, 1917માં રશિયામાં રાજકીય ક્રાંતિ થતાં ત્યાં બૉલ્શેવિક પક્ષની સામ્યવાદી સરકાર સત્તા પર આવી ત્યારથી તબક્કાવાર સમાજવાદી આયોજનના યુગની શરૂઆત…
વધુ વાંચો >ખાનગી ક્ષેત્ર
ખાનગી ક્ષેત્ર : મુક્ત બજારતંત્રના નિયમોને અધીન આર્થિક પ્રવૃત્તિઓનું સ્વયંસંચાલિત ક્ષેત્ર. બીજી રીતે કહીએ તો જાહેર ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રના સીધા અંકુશ હેઠળ ન હોય તેવી ઔદ્યોગિક, આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓનો ખાનગી ક્ષેત્રમાં સમાવેશ થાય છે. સરકારી હસ્તક્ષેપથી મુક્ત સ્વૈરવિહાર (laissez-faire) વિચારસરણી ઉપર ખાનગી ક્ષેત્રની રચના થયેલી છે, જે આર્થિક…
વધુ વાંચો >ખાપર્ડે, ગણેશ શ્રીકૃષ્ણ (દાદાસાહેબ)
ખાપર્ડે, ગણેશ શ્રીકૃષ્ણ (દાદાસાહેબ) : (જ. 27 ઑગસ્ટ 1854, ઇંગોલી, વરાડ; અ. 1 જુલાઈ 1938, અમરાવતી) : અગ્રણી રાજદ્વારી નેતા. પિતા શ્રીકૃષ્ણ વરાડમાં સરકારી નોકરીમાં હતા. શરૂઆતનું શિક્ષણ નાગપુર, અમરાવતી અને અકોલા ખાતે. 1872માં મૅટ્રિક, 1877માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. 1877-78 દરમિયાન કૉલેજમાં ફેલો. 1884માં એલએલ.બી. 1885-90 દરમિયાન વરાડ પ્રાંતમાં…
વધુ વાંચો >ખિલનમર્ગ
ખિલનમર્ગ : કાશ્મીર પ્રદેશનું વિખ્યાત પર્યટનસ્થળ. ભૌ. સ્થાન આશરે 39° 03’ ઉ.અ. અને 74° 23’ પૂ.રે. શ્રીનગરથી પશ્ચિમે 52 કિમી. તથા ગુલમર્ગથી 6 કિમી.ના અંતરે રાજ્યના બારામુલા જિલ્લામાં તે આવેલું છે. દરિયાની સપાટીથી 3,200 મીટર ઊંચાઈ પર તે વસેલું છે. ગુલમર્ગની ઊંચાઈ કરતાં આ પર્યટનકેન્દ્રની ઊંચાઈ આશરે 610 મીટર વધુ…
વધુ વાંચો >ખુદાઈ ખિદમતગાર
ખુદાઈ ખિદમતગાર : વાયવ્ય સરહદ પ્રાંતમાં ભારતની આઝાદી પૂર્વે રચવામાં આવેલું પઠાણોનું સ્વયંસેવક સંગઠન. સ્થાપના 1929. ભારતની સ્વતંત્રતાની ચળવળના અગ્રણી ખાન અબ્દુલ ગફારખાન તેના સ્થાપક હતા. પ્રાણીમાત્રની સેવા એટલે ઈશ્વરની સેવા એ મૂળભૂત સિદ્ધાંતના પાયા પર આ સંગઠન રચવામાં આવ્યું હતું. ‘ખુદાઈ ખિદમતગાર’ એટલે ખુદાનો બંદો, ઈશ્વરનો સેવક. પઠાણ કોમ…
વધુ વાંચો >ખુરશીદ અલીખાં
ખુરશીદ અલીખાં (જ. 1845; અ. 1950, લખનૌ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા લખનૌ ઘરાણાના મુખ્ય પ્રતિનિધિ. લખનૌ ખયાલ તથા ઠૂમરીના પ્રવર્તક ઉસ્તાદ સાદિક અલી ખાનના તેઓ એક પ્રમુખ શિષ્ય હતા. બાળપણથી જ શાસ્ત્રીય સંગીત પ્રત્યે અભિરુચિ. નેપાળમાં બિરગંજ ખાતે યોજાયેલ સંગીતસંમેલનમાં તેમની ગાયકીની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી તેઓ…
વધુ વાંચો >ખેડાણઘટક
ખેડાણઘટક : વાસ્તવિક ખેડાણ હેઠળની જમીનનો એકમ. ખેતીની ઉત્પાદકતા માપવાનાં પરિબળોમાં ખેડાણઘટકનું કદ મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ (optimum) ઉપયોગ કરવા માટે ખેડાણઘટક ઇષ્ટ કદનું હોવું જોઈએ, અન્યથા લઘુતમ ખર્ચનું સંયોજન (least cost combination) પ્રાપ્ત કરી શકાય નહિ અને ખેતીનું સંયોજન વ્યાપારી કે નફાલક્ષી ધોરણે થઈ શકે નહિ.…
વધુ વાંચો >ખેતમજૂરો
ખેતમજૂરો : આખા વર્ષ દરમિયાનની કુલ આવકમાંથી અડધા ઉપરાંતની આવક, બીજાના ખેતરમાં શ્રમ કરીને ખેતીમાંથી વેતન તરીકે પ્રાપ્ત કરનારા. 1951માં ભારતમાં થયેલ વસ્તીગણતરીના અહેવાલમાં ખેડૂતની વ્યાખ્યા મુજબ ખેતઉત્પાદનની પ્રક્રિયાને લગતા અગત્યના નિર્ણયો જેને લેવા પડે છે તે ખેડૂત. આમ ખેડૂત એ કૃષિક્ષેત્રનો નિયોજક હોય છે જે ખેતઉત્પાદન સાથે સંકળાયેલાં જોખમો…
વધુ વાંચો >ખેર, બાળ ગંગાધર
ખેર, બાળ ગંગાધર (જ. 24 ઑગસ્ટ 1888, રત્નાગિરિ; અ. 8 માર્ચ 1957, મુંબઈ) : મુંબઈ રાજ્યના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતાની ઇચ્છાને માન આપી અંગ્રેજી શિક્ષણ લેવા માટે પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં દાખલ થયા અને ત્યાંથી 1902માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1906માં બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત…
વધુ વાંચો >