બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ખરીદવેરો
ખરીદવેરો (purchase tax) : પરોક્ષ કરવેરાનો એક પ્રકાર. તે વેચાણપાત્ર વસ્તુની જથ્થાબંધ કિંમતોને આધારે આકારવામાં આવે છે. જુદી જુદી વસ્તુઓ પર તે જુદા જુદા દરે લાદવામાં આવે છે. વસ્તુના મૂલ્યની રકમ પર ખરીદવેરાના દર મુખ્યત્વે ટકાવારીના ધોરણે નિર્ધારિત કરવામાં આવે છે. ખરીદવેરો એ પરોક્ષવેરો હોવાથી તે હ્રીયમાન (regressive) હોય છે,…
વધુ વાંચો >ખરે, નારાયણ ભાસ્કર
ખરે, નારાયણ ભાસ્કર (જ. 16 માર્ચ 1882, નેરે, કોલાબા જિલ્લો; અ. 1969, નાગપુર) : ભારતના અગ્રણી રાજદ્વારી નેતા અને સામાજિક કાર્યકર. 1896 સુધી મુંબઈમાં અને ત્યાર બાદ જબલપુરમાં અભ્યાસ કરી 1897માં મૅટ્રિક અને 1902માં બી.એ. થયા. તે પછી સરકારની શિષ્યવૃત્તિ મેળવી. 1907માં લાહોર મેડિકલ કૉલેજમાંથી એમ.બી.ની પરીક્ષામાં સુવર્ણચંદ્રક સાથે પ્રથમ…
વધુ વાંચો >ખરે, વાસુદેવ શાસ્ત્રી
ખરે, વાસુદેવ શાસ્ત્રી (જ. 5 ઑગસ્ટ 1858, ગુહાગર, રત્નાગિરિ જિલ્લો; અ. 11 જૂન 1924, મિરજ) : વિખ્યાત ઇતિહાસસંશોધક તથા મરાઠી ગ્રંથકાર. પરંપરાગત પદ્ધતિ દ્વારા સતારાના અનંત શાસ્ત્રી ગજેન્દ્રગડકરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ. 1878માં પુણે આવ્યા અને જૂના ગ્રંથોના જીર્ણોદ્ધારના કાર્યને સમર્પિત સામયિક ‘કાવ્યેતિહાસસંગ્રહ’ના સંસ્કૃત વિભાગના સંપાદનકાર્યમાં જોડાયા.…
વધુ વાંચો >ખર્ચ
ખર્ચ : ઇચ્છિત હેતુની પરિપૂર્તિ માટે વિનિયોગ કે વ્યય દ્વારા વપરાયેલું નાણું. આવકની જેમ ખર્ચ એ પણ એક આર્થિક સંકલ્પના છે. આવક અને ખર્ચ પરસ્પરાવલંબી છે. ખાનગી અને જાહેર વિત્તવ્યવસ્થામાં મૂળભૂત તફાવત એ છે કે ખાનગી વિત્તવ્યવસ્થામાં વાસ્તવિક અથવા અપેક્ષિત આવકની મર્યાદામાં રહીને ખર્ચની જોગવાઈ કરવી પડે છે; એટલે કે,…
વધુ વાંચો >ખર્ચવેરો
ખર્ચવેરો (expenditure tax) : સામાન્ય રીતે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વપરાશી ખર્ચ પર આકારવામાં આવતો પ્રત્યક્ષ કર. તેનો મુખ્ય ઉદ્દેશ બિનજરૂરી તથા ઊડીને આંખે વળગે તેવો (conspicuous) વપરાશી ખર્ચ પર કાપ મૂકવાનો અને તે દ્વારા બચત અને ઉત્પાદકીય મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવાનો હોય છે. લગભગ ત્રણ શતક પહેલાં સર્વપ્રથમ હૉબ્ઝ નામના…
વધુ વાંચો >ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા)
ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા) (જ. 25 ઑગસ્ટ 1972, ધિરાણા, હિમાચલ પ્રદેશ) : ભારતના કુસ્તીબાજ. તે હિમાચલ પ્રદેશના ધિરાણા ગામના વતની છે. માતા-પિતા અને સાત ભાઈબહેનોનો પરિવાર. કુટુંબના સભ્યો મજૂરી કરીને ભરણપોષણ કરતા. બે ટંક ખાવાના પણ સાંસા. બે ઓરડાના મકાનમાં નવ જણનો સમાવેશ કરવો પડતો. શિક્ષણ નહિવત્, પણ ખલીની…
વધુ વાંચો >ખંડોબા
ખંડોબા : મહારાષ્ટ્ર તથા કર્ણાટકના બહુજનસમાજના અત્યંત લોકપ્રિય કુળદેવ. તેમને મલ્લારિ, મલ્લારિ-માર્તંડ, મ્હાળસાકાન્ત, મૈલાર, મૈરાળ આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ બંને રાજ્યોની લગભગ બધી ન્યાતોમાં તેમના ઉપાસકો સાંપડે છે. મુસલમાનોમાં પણ તેમના પૂજકો છે અને તે મલ્લુખાન નામથી ઓળખાય છે. ઔરંગઝેબે તેને અજમતખાન એટલે કે અત્યંત પવિત્ર પુરુષના નામથી…
વધુ વાંચો >ખાદિમ હુસેન ખાં
ખાદિમ હુસેન ખાં (જ. 1907, ઔંધ; અ. ?) : આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક અને સંગીતજ્ઞ. સાત વર્ષની ઉંમરથી તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરેલી. ઉસ્તાદ કલ્લનખાં પાસેથી દસ વર્ષ સુધી (1915-25) તાલીમ લીધી. સત્તર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યા, જ્યાં વિખ્યાત સંગીતજ્ઞ ઉસ્તાદ વિલાયતખાંસાહેબ પાસેથી અને તે પછી વડોદરામાં…
વધુ વાંચો >ખાદી
ખાદી : હાથે કાંતેલ અને હાથે વણેલ ભારતીય વસ્ત્રનો પ્રકાર અને ભારતના રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય પ્રતીક. ભારતમાં હાથકાંતણ અને હાથવણાટનો ગ્રામોદ્યોગ પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે એટલું જ નહિ, પરંતુ ખેતીને પૂરક વ્યવસાય તરીકે પ્રાચીન કાળથી તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રાચીન કાળથી તે ઘણી મોટી સંખ્યાના લોકો માટે પૂરક…
વધુ વાંચો >ખાન, અબ્દુલ ગફારખાન
ખાન, અબ્દુલ ગફારખાન (જ. 3 જૂન 1890, ઉતમાનઝાઈ, જિ. પેશાવર; અ. 20 જાન્યુઆરી 1988, પેશાવર) : મહાત્મા ગાંધીના સંનિષ્ઠ અનુયાયી, ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી નેતા તથા સ્વાયત્ત પખ્તુનિસ્તાનના હિમાયતી. મોહમદઝાઈ પઠાણ કબીલાના અગ્રણી કુટુંબમાં જન્મ. પિતા ખાનસાહેબ બહેરામખાન ગામડાના મુખી હતા. માતા અને પિતા ઊંડી ધાર્મિક વૃત્તિવાળાં હતાં. 1857ના…
વધુ વાંચો >