બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ક્રાઇસ્ટચર્ચ

ક્રાઇસ્ટચર્ચ : ન્યૂઝીલૅન્ડનું બીજા ક્રમનું ઔદ્યોગિક નગર તથા કૅન્ટરબરી પ્રાંતનું પાટનગર. તે 43° 32′ દ. અ. અને 172° 38′ પૂ. રે. ઉપર આવેલું છે. 1848માં સ્થપાયેલ ઍંગ્લિકન ચર્ચ ઍસોસિયેશનના પ્રયત્નથી 1850ના અરસામાં આ નગરની સ્થાપના થઈ હતી. 1850-51માં ત્યાં પ્રવાસીઓનો પહેલો સમૂહ દાખલ થયો હતો અને તેમણે ઊભી કરેલી વસાહતનું…

વધુ વાંચો >

ક્રિકેટ

ક્રિકેટ : લોકપ્રિય આંતરરાષ્ટ્રીય રમત. ક્રિકેટની રમતમાં બે ટીમ મેદાન પર બૅટ અને દડાથી ખેલતી હોય છે. દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે અને ક્રિકેટનું મેદાન 122થી 152 મી. લાંબું અને ઓછામાં ઓછું 68 મી. પહોળું હોય છે. બંને બૉલિંગ ક્રીસની વચ્ચે આવેલા રમવાના મેદાનને પિચ કહે છે. મેદાનની પિચ…

વધુ વાંચો >

ક્રેપલીન, એમીલ

ક્રેપલીન, એમીલ (જ. 15 ફેબ્રુઆરી 1856, નૉઇસ્ટ્રેલિટ્ઝ, જર્મની; અ. 7 ઑક્ટોબર 1926, મ્યૂનિક) : વિખ્યાત જર્મન મનોરોગચિકિત્સક તથા પ્રાયોગિક મનોરોગચિકિત્સાના પ્રવર્તક. શિક્ષણ જર્મનીના વુટર્ઝબર્ગ, મ્યૂનિક તથા લાઇપઝિગ ખાતે. 1878માં તબીબીશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી મ્યૂનિક અને લાઇપઝિગ ખાતે મનોરોગચિકિત્સાના સહાયક (1878-80) અને તે પછી લીબસ ખાતેની સિલેસિયન ઇન્સ્ટિટ્યૂટ અને…

વધુ વાંચો >

ક્રેમલિન

ક્રેમલિન : રશિયાની રાજધાની મૉસ્કોમાં આવેલું સરકારનું મુખ્ય કેન્દ્ર અને કાર્યાલય. તેનાં મહત્ત્વ તથા ખ્યાતિના કારણે ઘણી વાર ‘ક્રેમલિન’ એટલે રશિયા એવો શબ્દપ્રયોગ થતો. ‘ક્રેમલિન’ એટલે દુર્ગ કે કિલ્લો. મધ્યયુગમાં સામંતશાહી સમયમાં રશિયાનાં પ્રમુખ નગરોમાં આવા કિલ્લા ધાર્મિક તથા વહીવટી કેન્દ્રો તરીકે બંધાયેલા. સામાન્ય રીતે આવા દુર્ગો નદીના તટ પર,…

વધુ વાંચો >

ક્રોન્જે, હૅન્સી

ક્રોન્જે, હૅન્સી (જ. 25 સપ્ટેમ્બર 1969, બ્લૉચફૉન્ટીન, દક્ષિણ આફ્રિકા; અ. 1 જૂન 2002, ક્રૅડોક પીક, રીપબ્લીક ઑફ સાઉથ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન અને ‘મૅચ-ફિક્સિગં’ના ગુનાસર ક્રિકેટની રમતમાંથી આજીવન હાંકી કાઢવામાં આવેલ પૂર્વ ઑલ-રાઉન્ડર. પોતાના જન્મસ્થાન ખાતે શિક્ષણ આપતી અને પ્રતિષ્ઠા ધરાવતી ગ્રે કૉલેજમાંથી 1987માં મૅટ્રિકની પરીક્ષા…

વધુ વાંચો >

ક્લબ

ક્લબ : સમાન અભિરુચિ કે હિતસંબંધ ધરાવતા લોકો દ્વારા વિશિષ્ટ હેતુ સિદ્ધ કરવા માટે સ્થપાયેલ સંસ્થા કે મંડળ. સામાન્ય માન્યતા મુજબ આવાં મંડળોમાં આનંદપ્રમોદ, આહારવિહાર, રમતગમત જેવી પ્રવૃત્તિઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે; પરંતુ કેટલાંક મંડળોમાં જુદા જુદા વિષયોને લગતી ચર્ચાસભાઓ પણ આયોજિત કરવામાં આવે છે. કેટલાંક મંડળો સામાજિક સેવાનાં…

વધુ વાંચો >

ક્લાર્ક, કોલિન ગ્રાન્ટ

ક્લાર્ક, કોલિન ગ્રાન્ટ (જ. 2 નવેમ્બર 1905, લંડન; અ. 4 સપ્ટેમ્બર 1989, લંડન) : પ્રયુક્ત (applied) અર્થશાસ્ત્રના અંગ્રેજ નિષ્ણાત. 1924માં રસાયણશાસ્ત્ર સાથે સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી લૉર્ડ ડબ્લ્યૂ. એચ. બિવરીજના સહાયક તરીકે જોડાયા. 1929ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે તેમણે આમસભામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પણ સફળ થયા નહિ.…

વધુ વાંચો >

ક્લાર્ક, જૉન બેટિસ

ક્લાર્ક, જૉન બેટિસ (જ. 26 જાન્યુઆરી 1847, પ્રોવિડન્સ, યુ.એસ.; અ. 21 માર્ચ 1938, ન્યૂયૉર્ક, યુ.એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યમાં આવેલ ઍમહર્સ્ટ કૉલેજમાં અને તે પછી જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટી તથા સ્વિટ્ઝર્લૅન્ડની ઝુરિક યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું. 1895માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના પ્રોફેસર નિમાયા તે પહેલાં પોતાની માતૃસંસ્થા…

વધુ વાંચો >

ક્લાર્ક, જૉન મૉરિસ

ક્લાર્ક, જૉન મૉરિસ (જ. 30 નવેમ્બર 1884,  નૉર્ધમ્પ્ટન ટૉરેન્ટો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 27 જૂન 1963, વેસ્ટપોર્ટ કનેક્ટિકટ્સ, યુ.એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. તેમના પિતા જૉન બૅટિસ ક્લાર્ક (1847-1938) પણ જાણીતા અર્થશાસ્ત્રી હતા. કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરના જે પદ પરથી 1923માં પિતા નિવૃત્ત થયા તે જ પદ પર 1926માં તેમની નિમણૂક…

વધુ વાંચો >

ક્લીન, લૉરેન્સ આર.

ક્લીન, લૉરેન્સ આર. (જ. 14 સપ્ટેમ્બર 1920, ઓમાહા, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 2013 પેન્સિલવેનિયા, યુ. એસ.) : વિશ્વવિખ્યાત અમેરિકન અર્થમિતિશાસ્ત્રજ્ઞ(econometrician) તથા 1980ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા. અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સર્વોચ્ચ ગુણવત્તા સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી નોબેલ પુરસ્કાર વિજેતા (1970) પૉલ સૅમ્યુઅલસનના માર્ગદર્શન…

વધુ વાંચો >