બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કિશન મહારાજ
કિશન મહારાજ (જ. 3 સપ્ટેમ્બર 1923, બનારસ; અ. 5 મે 2008, વારાણસી) : ભારતના વિખ્યાત તબલાવાદક. જન્માષ્ટમીના દિવસે જન્મ થયેલો તેથી નામ ‘કિશન’ પાડવામાં આવ્યું. પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ નાની ઉંમરમાં તેમનું અવસાન થવાથી કિશન મહારાજનો ઉછેર તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજ(1880-1969)ની નિશ્રામાં થયો હતો.…
વધુ વાંચો >કિશોરકુમાર
કિશોરકુમાર (જ. 4 ઑગસ્ટ 1929, ખંડવા; અ. 13 ઑક્ટોબર 1987, મુંબઈ) : ભારતીય ચલચિત્રના વિખ્યાત ગાયક. પ્રાથમિક શિક્ષણ ખંડવા (હાલ મધ્યપ્રદેશ) ખાતે. મહાવિદ્યાલયના શિક્ષણનાં પ્રથમ બે વર્ષ ઇન્દોર ક્રિશ્ચિયન કૉલેજમાં. પણ શિક્ષણ કરતાં ચલચિત્રક્ષેત્ર પ્રત્યે વધુ આકર્ષણ હોવાથી 1949માં મુંબઈમાં પાર્શ્વગાયક તથા ચલચિત્રઅભિનેતા બનવાની ખ્વાહિશ સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં…
વધુ વાંચો >કિસિંજર હેન્રી આલ્ફ્રેડ
કિસિંજર, હેન્રી આલ્ફ્રેડ (જ. 27 મે 1923, ફર્થ, જર્મની, ; અ. 29 નવેમ્બર 2023, કેન્ટ, કનેક્ટિકટ) : અમેરિકાના વિખ્યાત રાજનીતિજ્ઞ, પ્રથમ કક્ષાના મુત્સદ્દી, વિદેશનીતિજ્ઞ તથા અમેરિકાની પ્રમુખ નિકસન(1969)ની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સલાહકાર અને ગૃહમંત્રી હતા. નાઝી શાસનના જુલમથી બચવા માટે 1938માં દેશવટો ભોગવ્યો હતો અને અમેરિકામાં કાયમી વસવાટ સ્વીકાર્યો હતો. 1943માં…
વધુ વાંચો >કિંગ્સલી, બેન
કિંગ્સલી, બેન (જ. 31 ડિસેમ્બર 1943, યોર્કશાયર, ઇગ્લૅન્ડ-) : ઍંગ્લો-બ્રિટિશ ચલચિત્ર-અભિનેતા. મૂળ નામ ક્રિશ્ના બાનજી. માતા ભારતીય મૂળનાં તો પિતા ઇંગ્લૅન્ડના મૂળ વતની. 1972માં નિર્મિત ‘ફિયર ઇઝ ધ કી’ ફિલ્મથી અભિનય-કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારથી 1990 સુધીમાં કુલ દસ ફિલ્મોમાં ભૂમિકા ભજવી. પસંદગીની ભૂમિકાઓ જ સ્વીકારવાના આગ્રહી હોવાથી અત્યાર સુધી…
વધુ વાંચો >કુ ક્લક્સ ક્લાન
કુ ક્લક્સ ક્લાન : અમેરિકામાં ગોરા લોકોનું જ કાયમી વર્ચસ્ રહેવું જોઈએ તેવી આત્યંતિક વિચારસરણીને વરેલા આતંકવાદીઓનું સંગઠન. અમેરિકાના ઇતિહાસમાં બે ભિન્ન ગાળા દરમિયાન આવાં વિશિષ્ટ ગુપ્ત સંગઠનો રચવામાં આવ્યાં હતાં : (1) આંતરવિગ્રહ પછી તરત જ ઊભું કરવામાં આવેલું અને ઓગણીસમી સદીના આઠમા દાયકા સુધી કાર્યરત રહેલું સંગઠન, (2)…
વધુ વાંચો >કુઝનેટ્સ સાયમન (સ્મિથ)
કુઝનેટ્સ સાયમન (સ્મિથ) (જ. 30 એપ્રિલ 1901, ખાર્કોવ, યુક્રેન, અ. 8 જુલાઈ 1985, કેમ્બ્રિજ, અમેરિકા) : નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી તથા કાચી રાષ્ટ્રીય પેદાશની ગણતરીની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ અંગે મહત્ત્વનું સંશોધન કરનાર વિશ્વવિખ્યાત નિષ્ણાત. પિતાએ 1907માં તથા પુત્ર સાયમને 1922માં અમેરિકામાં સ્થળાંતર કર્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. (1923), એમ.એ.…
વધુ વાંચો >કુટુંબનિયોજન
કુટુંબનિયોજન : સુયોજિત સીમિત કુટુંબની રચના. પ્રાપ્ત સંજોગોમાં દંપતી જેટલાં સંતાનોનું યોગ્ય રીતે ભરણપોષણ તથા ઉછેર કરી શકે તેટલાં સંતાનોની સમયબદ્ધ પ્રજોત્પત્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સભાનતાપૂર્વક ઇષ્ટ કદની કુટુંબરચના એટલે કુટુંબનિયોજન. કુટુંબનું કદ સીમિત રાખવું એ તેનો મર્યાદિત (નકારાત્મક) હેતુ ખરો, પરંતુ વ્યાપક અર્થમાં પોતાના કુટુંબને સુખ, શાંતિ અને…
વધુ વાંચો >કુતુબ મિનાર
કુતુબ મિનાર : દિલ્હીથી આશરે 17 કિમી. દૂર આવેલો વિશ્વવિખ્યાત મિનાર. હિંદુ-મુસ્લિમ સ્થાપત્યશૈલીના સમન્વયનો તે ઉત્તમ નમૂનો છે. દિલ્હીના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે 1199માં તેના બાંધકામની શરૂઆત કરી હતી. તે કુલ પાંચ માળનો છે અને તેની વર્તમાન ઊંચાઈ 72.56 મીટર જેટલી છે. તેના ભોંયતળિયાના વર્તુળાકાર ક્ષેત્રનો વ્યાસ 14.40 મીટર તથા…
વધુ વાંચો >કુદરતી ન્યાયનો સિદ્ધાંત
કુદરતી ન્યાયનો સિદ્ધાંત : ન્યાયની પ્રક્રિયાને તલસ્પર્શી, ઔચિત્યપૂર્ણ અને વ્યાપક બનાવતો મૂળભૂત સિદ્ધાંત. ન્યાયિક વ્યવહારની સર્વમાન્ય કસોટીઓ પરથી તે ઊપસી આવ્યો છે. ન્યાયમાં તટસ્થતાનું લક્ષણ સૂચિત (implied) હોય છે. પરંતુ તેનો વ્યવહારમાં અમલ થાય તે માટે બે બાબતો અનિવાર્ય ગણાય છે : (1) દરેક પક્ષકારને તેના વિરુદ્ધનો હુકમ થતાં અગાઉ…
વધુ વાંચો >કુમાર ગંધર્વ
કુમાર ગંધર્વ (જ. 8 એપ્રિલ 1925, સુલેભાવી, જિ. બેલગાંવ; અ. 12 જાન્યુઆરી 1992, દેવાસ, જિ. મધ્યપ્રદેશ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. લિંગાયત પરિવારમાં જન્મ. તેમનું મૂળ નામ શિવપુત્ર સિદ્ધરામય્યા કોમકલી. બાળપણથી જ તેમની સંગીતસાધના શરૂ થઈ હતી. સાત વર્ષની ઉંમરે એક મઠના ગુરુએ તેમને ‘કુમાર ગંધર્વ’ની ઉપાધિ આપી…
વધુ વાંચો >