બાળકૃષ્ણ માધવરાવ મૂળે

એલિસ ટાપુ

એલિસ ટાપુ : દરિયા માર્ગે ન્યૂયૉર્ક બંદરમાં પ્રવેશતાં આવતો ટાપુ. ભૌગોલિક સ્થાન : 40o 42’ ઉ. અ. અને 74o 02’ પ. રે.. તે ન્યૂજર્સી રાજ્યના જળપ્રદેશમાં હોવા છતાં ન્યૂયૉર્ક રાજ્યના રાજકીય વર્ચસ્ તળે રહ્યો છે. મેનહટન ટાપુના દક્ષિણ તરફના છેડે આશરે 1.6 કિમી. અંતરે તે આવેલો છે. તેનો કુલ વિસ્તાર…

વધુ વાંચો >

એલિસમેર ટાપુ

એલિસમેર ટાપુ : કૅનેડાના આર્ક્ટિક દ્વીપસમૂહના ઈશાન છેડે આવેલા ક્વીન ઇલિઝાબેથ દ્વીપ જૂથમાંનો મોટામાં મોટો દ્વીપ. ભૌગોલિક સ્થાન : 81° 00’ ઉ. અ. અને 80° 00’ પ. રે. તે ગ્રીનલૅન્ડના સાગરકાંઠાના વાયવ્ય દિશાના વિસ્તારની નજીક આવેલો છે. તેનો પ્રદેશ અત્યંત ખરબચડો, ડુંગરાળ તથા બરફાચ્છાદિત છે. તેમાંના કેટલાક પહાડો 2,616 મીટર…

વધુ વાંચો >

એલેઇસ મોરિસ (Maurice Allais)

એલેઇસ, મોરિસ (Maurice Allais) (જ. 31 મે 1911, પૅરિસ; અ. 9 ઑક્ટોબર 2010, ફ્રાન્સ) : 1988નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ફ્રેન્ચ અર્થશાસ્ત્રી. પિતા પૅરિસમાં દુકાન ધરાવતા હતા. શિક્ષણ પૅરિસ ખાતે. 1937–44 દરમિયાન તેમણે ફ્રેન્ચ સરકારના ખાણોને લગતા વિભાગમાં સેવાઓ આપી હતી. મૂળ એન્જિનિયર તરીકે તાલીમ પામેલા આ અર્થશાસ્ત્રીએ વિશ્વમહામંદી(1929)ના…

વધુ વાંચો >

ઍલેક્ઝાંડર દ્વીપસમૂહ

ઍલેક્ઝાંડર દ્વીપસમૂહ : અમેરિકાના અલાસ્કા રાજ્યના અગ્નિ ખૂણે આવેલા આશરે 1,100 ટાપુઓનો સમૂહ. હકીકતમાં દરિયાના પાણીમાં ડૂબી ગયેલી પર્વતમાળાનાં શિખરોનો તે સમૂહ છે. 1741માં રશિયાના સાહસિકોએ તેની શોધ કરી. રશિયાના ઝાર ઍલેક્ઝાંડર-બીજાની સ્મૃતિમાં આ દ્વીપપુંજને ઍલેક્ઝાંડર દ્વીપસમૂહ નામ અપાયું છે. અસમ તથા સીધા ચઢાણવાળા કિનારા અને લીલાંછમ ગીચ જંગલોથી આચ્છાદિત…

વધુ વાંચો >

ઍલેક્ઝાંડ્રિયા

ઍલેક્ઝાંડ્રિયા (Alexandria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલું ઇજિપ્તનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક શહેર. અરબી નામ અલ્-ઇસ્કન-દરિયાહ. તે 31° 12’ ઉ. અ. અને 29° 54’ પૂ. રે.ની આજુબાજુનો 314 ચોકિમી.નો શહેરી વિસ્તાર તથા 2,679 ચોકિમી. બૃહદ શહેરી વિસ્તાર આવરી લે છે. કેરોથી વાયવ્યમાં 208 કિમી. અંતરે આવેલું આ શહેર નાઈલ નદીના મુખત્રિકોણના…

વધુ વાંચો >

એલ્બ નદી

એલ્બ નદી : જર્મનીની બીજા ક્રમની મોટી અને ખૂબ મહત્વની નદી તથા યુરોપખંડના મુખ્ય જળમાર્ગોમાંની એક. ચેકોસ્લોવાકિયા અને પોલૅન્ડની સરહદ પરના રિસેન્બર્જ પર્વતમાંથી નીકળીને તે દક્ષિણ અને પશ્ચિમ તરફ બોહેમિયાની બાજુએ વહે છે અને આગળ જતાં પૂર્વ જર્મનીની બાજુમાં થઈને પશ્ચિમ જર્મનીમાં દાખલ થાય છે અને હૅમ્બુર્ગ બંદર પાસે ઉત્તર…

વધુ વાંચો >

એશિયન ડેવલપમેન્ટ બૅંક

એશિયન ડેવલપમેન્ટ બૅંક (ADB) : સંયુક્ત રાષ્ટ્રસંઘના વિકાસ કાર્યક્રમો અમલમાં મૂકતી, એશિયા તથા પૅસિફિક વિસ્તારની પરિયોજનાઓની દેખરેખ રાખતી અને તે માટે જરૂરી વહીવટી સત્તા ધરાવતી સંસ્થા. સંયુક્ત રાષ્ટ્રસંઘના એશિયા તથા પૅસિફિક વિસ્તારના આર્થિક તથા સામાજિક કમિશન(United Nations Economic and Social Commission for Asia and the Pacific – UNESCAP)ને ઉપક્રમે ડિસેમ્બર,…

વધુ વાંચો >

એશિયન ડ્રામા

એશિયન ડ્રામા (1968) : દક્ષિણ એશિયાની ઘોર ગરીબી પર વ્યાપક પ્રકાશ પાડતો ગ્રંથ. લેખક ગુન્નાર મિર્ડાલ. દક્ષિણ એશિયાના દેશોની ગરીબીની સમસ્યા પર હાથ ધરવામાં આવેલા સંશોધનના પરિપાક રૂપે તૈયાર કરવામાં આવેલો ગ્રંથ. તેના લેખક જગવિખ્યાત અર્થશાસ્ત્રી ગુન્નાર મિર્ડાલ છે. આ ગ્રંથ માટેનું સંશોધનકાર્ય તેમણે તેમના સાથીઓની સાથે 1957-67ના દસકા દરમિયાન…

વધુ વાંચો >

એશિયા માઇનોર

એશિયા માઇનોર (આનાતોલિયા) : વર્તમાન તુર્કસ્તાનના એશિયા ખંડ તરફના ભૌગોલિક વિસ્તારને આવરી લેતો દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : 390 ઉ. અ. અને 320 પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેના મધ્યમાં સમુદ્રની સપાટીથી આશરે 900 મીટરની ઊંચાઈ પર પઠાર છે. ઉત્તરમાં ટેકરીઓની લાંબી હારમાળા છે, દક્ષિણ તરફ આશરે 3,700 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી…

વધુ વાંચો >

એસ.ડી.ઈ.સી.ઈ.

એસ.ડી.ઈ.સી.ઈ. : ફ્રાન્સની સરકારહસ્તકની ગુપ્તચર સંસ્થા. આંતરિક સલામતી તથા વિદેશી ગુપ્તચર પ્રવૃત્તિઓ એ બંને વિભાગો તેના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછીના ગાળામાં ફ્રાન્સમાં જે જુદી જુદી ગુપ્તચર સંસ્થાઓ ઊભી કરવામાં આવી તે બધીને એક કેન્દ્રીય સંગઠન હેઠળ મૂકવાના ઉદ્દેશથી આ સંસ્થા સ્થપાઈ છે. ફ્રાન્સના યુદ્ધોત્તર…

વધુ વાંચો >