બાળકૃષ્ણ માધવરાવ મૂળે

એઝૉવ સમુદ્ર

એઝૉવ સમુદ્ર : રશિયાની દક્ષિણે આવેલો કાળા સમુદ્રનો ઉત્તર તરફનો ફાંટો. આટલાંટિક મહાસાગરના તટપ્રદેશનો અંત:સ્થલીય ખીણનો તે સમુદ્ર છે. કર્ચ સામુદ્રધુની પાસે કાળા સમુદ્રને તે મળે છે. સ્થાનિક પ્રજા તેને ‘mother of waters’ તરીકે ઓળખે છે. વિશ્વના અન્ય સમુદ્રોની સરખામણીમાં આ સમુદ્ર છીછરામાં છીછરો છે, જેને કારણે મોટા કદનાં વહાણોની…

વધુ વાંચો >

ઍટમ્સ ફૉર પીસ

ઍટમ્સ ફૉર પીસ (Atoms for Peace) : અણુશક્તિના શાંતિમય ઉપયોગને પ્રોત્સાહન મળે તે હેતુથી અમેરિકાએ કરેલી ભલામણ. ડિસેમ્બર 1953માં તે સમયના અમેરિકાના પ્રમુખ ડ્વાઇટ આઇઝનહોવરે (1953-61) આંતરરાષ્ટ્રીય અણુશક્તિ મંડળ(International Atomic Energy Agency)ની સ્થાપના કરવા અંગેની ભલામણ કરી હતી. એટલું જ નહિ, પરંતુ અણુશક્તિના શાંતિમય ઉપયોગને ઉત્તેજન મળતું રહે તે માટે…

વધુ વાંચો >

ઍટૉલ

ઍટૉલ (Atoll) : પ્રવાલદ્વીપવલય અથવા કંકણાકાર પ્રવાલદ્વીપ, થોડી ગોળાકાર તથા સર્વત્ર પાણીથી ઘેરાયેલી કંકણાકાર ખડકમાળા. આ ઉપદ્વીપો કણનિક્ષેપજન્ય દ્રવ્યો ધરાવતા દરિયાના પાણીના મધ્યસ્થ કચ્છને (lagoon) ક્યારેક સંપૂર્ણપણે તો ક્યારેક મહદ્અંશે ઘેરી લેતા હોય છે. મોટાભાગનાં આ ઉપદ્વીપવલયો દરિયાની સપાટીને સમતલ હોય છે, છતાં તેમાંનાં કેટલાંક સમુદ્રની સપાટીથી આશરે 5 મીટર…

વધુ વાંચો >

એડન

એડન : યૅમૅન ગણરાજ્યની રાજધાની તથા પ્રાચીન વ્યાપારકેન્દ્ર. ભૌ. સ્થાન : 12o 45′ ઉ. અ. અને 45o 12′ પૂ. રે.. ઈ. પૂ. ત્રીજા શતકમાં વસેલું. અરબી ભાષામાં એ ‘આદન’ નામથી ઓળખાય છે. એડનના અખાતના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર તથા લાલ સમુદ્રના પ્રવેશદ્વાર પર તે બંદર આવેલું છે. વ્યાપારના મહત્વના બંદર તરીકે…

વધુ વાંચો >

ઍડવોકેટ જનરલ

ઍડવોકેટ જનરલ : રાજ્ય સરકારના કાયદા અંગેના સર્વોચ્ચ સલાહકાર તથા વરિષ્ઠ સરકારી વકીલ. ભારતના બંધારણની કલમ 165 (1) મુજબ દરેક સંલગ્ન રાજ્ય માટે તેમની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં નિર્દિષ્ટ લાયકાત તથા અનુભવ ધરાવતી વ્યક્તિની આ પદ પર રાજ્યપાલ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે અને રાજ્યપાલ ઇચ્છે ત્યાં…

વધુ વાંચો >

એડિનબરો

એડિનબરો : સ્કૉટલૅન્ડનું પાટનગર, પ્રદેશનું બીજા ક્રમનું મોટું શહેર અને શિક્ષણ તથા સંસ્કૃતિનું કેન્દ્ર. સ્કૉટલૅન્ડના દક્ષિણ-પૂર્વમાં ઉત્તર સમુદ્રના ફર્થ ઑવ્ ફોર્થ ખાડીના દક્ષિણ કિનારા નજીક તે આવેલું છે. તે લંડનની ઉત્તરે 700 કિમી. તથા ગ્લાસગો શહેરથી 71 કિમી.ના અંતરે છે. શહેરના ઈશાન ખૂણે આશરે 3 કિમી. અંતરે લીથ તથા આશરે…

વધુ વાંચો >

ઍડિસ-અબાબા

ઍડિસ-અબાબા : ઇથિયોપિયાનું પાટનગર. તે શોઆ પ્રાંતમાં આવેલું સૌથી મોટું શહેર તથા ઉદ્યોગ, વ્યાપાર અને શિક્ષણનું મુખ્ય મથક છે. ભૌ. સ્થાન 9o 02′ ઉ. અ. 38o 42′ પૂ. રે. પર આવેલ છે. ઍડિસ-અબાબા શબ્દનો અર્થ છે ‘નવું પુષ્પ’. દેશના મધ્યવર્તી પઠાર પર, સમુદ્રની સપાટીથી 2,438 મીટર ઊંચું અને આજુબાજુ ડુંગરો…

વધુ વાંચો >

ઍડ્‌મિરલ

ઍડ્‌મિરલ : દેશના નૌકાદળના સર્વોચ્ચ અધિકારીની પદવી (title) અને હોદ્દો (rank). યુદ્ધનૌકાઓના કાફલા પર અથવા પ્રદેશ પર નૌકાદળને લગતું ઉચ્ચ પદ ધરાવતા અધિકારીને ઍડ્‌મિરલ અથવા ફ્લૅગ ઑફિસર તરીકે સંબોધવામાં આવે છે. ક્યારેક માલવાહક વ્યાપારી વહાણો અથવા માછલાં પકડનારી નૌકાઓના કાફલાના અધિકારીને પણ ઍડ્‌મિરલની સંજ્ઞા આપવામાં આવે છે. અરબી ભાષામાં ‘અમીર-અલ-બહર’…

વધુ વાંચો >

એનક્રુમા, ક્વામે

એનક્રુમા, ક્વામે (જ. 21 સપ્ટેમ્બર 1909; અ. 27 એપ્રિલ 1972, બુખારેસ્ટ, રોમાનિયા) : પશ્ચિમ આફ્રિકાના અગ્રણી સ્વાધીનતાસેનાની, સામ્રાજ્યશાહી-વિરોધી ચળવળના પ્રમુખ નેતા, સ્વતંત્ર ઘાનાના પ્રથમ પ્રધાનમંત્રી (1952) તથા પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ (1960). રોમન કૅથલિક ધર્મની દીક્ષા લીધા બાદ તે પંથના નેજા હેઠળની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. 1930માં સ્નાતક થયા અને કૅથલિક…

વધુ વાંચો >

એન્જિનિયર, હિંમતલાલ ધીરજરામ

એન્જિનિયર, હિંમતલાલ ધીરજરામ (જ. 1844, અમદાવાદ; અ. 30 સપ્ટેમ્બર 1922, અમદાવાદ) : અમદાવાદના ગૌરવસમા એલિસબ્રિજને બાંધનાર કુશળ એન્જિનિયર તથા રેલવે બૉર્ડના પૂર્વ સભ્ય. નાગર ગૃહસ્થ. તેમનું વતન રાજસ્થાન ડુંગરપુર જિલ્લાનું વાંસવાડા ગામ. પત્નીનું નામ જસબા. છ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. ત્યારબાદ માતાએ તેમનો ઉછેર કર્યો. મુંબઈ ઇલાકાના પુણે ખાતેની…

વધુ વાંચો >