બાળકૃષ્ણ માધવરાવ મૂળે

વોરા, વિનાયક

વોરા, વિનાયક (જ. 1929, માંડવી, કચ્છ; અ. 4 જૂન 2006, મુંબઈ) : તારશરણાઈના બેતાજ બાદશાહ. સાહિત્ય અને સંગીતને વરેલા પરિવારમાં જન્મ. પિતા નાનાલાલ વૈકુંઠરાય વોરા સંસ્કૃતના પંડિત અને સંગીતના મર્મજ્ઞ હતા જેમની પાસેથી બાળપણમાં વિનાયક વોરાએ સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. તેમના કાકા પ્રમોદરાય તથા ઉપેન્દ્રરાય કચ્છના જાણીતા સાહિત્યકાર અને…

વધુ વાંચો >

વૉરેન, અર્લ

વૉરેન, અર્લ (જ. 19 માર્ચ 1881, લૉસ ઍન્જલિસ, યુ.એસ.; અ. 9 જુલાઈ 1974, વૉશિંગ્ટન) : અમેરિકાના પ્રગતિશીલ અને બાહોશ ધારાશાસ્ત્રી. તે દેશના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ તથા નાગરિક અધિકારોના પ્રખર હિમાયતી હતા. પિતા રેલવેમાં નોકરી કરતા હતા. 1912માં કૅલિફૉર્નિયાની લૉ સ્કૂલમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ 1914માં સાન ફ્રાન્સિસ્કો તથા ઑકલૅન્ડમાં…

વધુ વાંચો >

વૉર્ડ, બાર્બરા

વૉર્ડ, બાર્બરા (1914-81) : બ્રિટિશ મૂળનાં મહિલા પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રી. શરૂઆતનું શિક્ષણ પૅરિસ અને જર્મનીમાં તથા ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડની સોબોન અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1932-35). 1935માં સ્નાતકની પદવી લીધી. 1939માં ‘ઇકૉનૉમિસ્ટ’ નામના જાણીતા સાપ્તાહિકના તંત્રી વિભાગમાં જોડાયાં અને એ રીતે અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના ક્ષેત્રમાં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. 1940માં આ…

વધુ વાંચો >

વૉર્ન, શેન

વૉર્ન, શેન (જ. 13 સપ્ટેમ્બર 1969, ફર્નટ્રીગલી, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 4 માર્ચ 2022) : ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટો લેવાનો શ્રીલંકાના ગોલંદાજ મુથૈયા મુરલીધરન પછી બીજા નંબરનો વિક્રમ પ્રસ્થાપિત કરનાર તથા વીસમી સદીના પાંચ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રેલિયાના સ્પિન ગોલંદાજ. આખું નામ શેન કીશ વૉર્ન, પરંતુ ક્રિકેટવર્તુળમાં ‘વૉર્ની’…

વધુ વાંચો >

વૉ, સ્ટીવ

વૉ, સ્ટીવ (જ. 2 જૂન 1965, કૅન્ટરબરી, સિડની, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-ખેલાડી, જમણેરી બલ્લેબાજ, જમણેરી મધ્યમગતિ ગોલંદાજ તથા ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમના પૂર્વ સુકાની. આખું નામ સ્ટિફન રોજર વૉ. તેમના ભાઈ ડી.પી.વૉ તથા જોડિયા ભાઈ માર્ક વૉ પણ સારા ક્રિકેટ-ખેલાડી હતા. તેમણે તેમની પાંચ-દિવસીય ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત ડિસેમ્બર, 1985માં મેલબૉર્ન ખાતે રમાયેલી ભારત…

વધુ વાંચો >

વ્યાપારચક્ર

વ્યાપારચક્ર : મુક્ત અર્થતંત્ર (laissez faire) પર આધારિત અર્થવ્યવસ્થામાં અવારનવાર આવતાં આંદોલનો અથવા સ્પંદનો. તે જ્યારે આવે છે ત્યારે મૂડીરોકાણ, રોજગારી, ઉત્પાદન, ભાવસપાટી જેવા અર્થતંત્રનાં મુખ્ય અને નિર્ણાયક ઘટકો કે પરિબળોમાં અસાધારણ ઉતાર-ચઢાવ આવતાં હોય છે, જે સંચિત અથવા ઉત્તરોત્તર વૃદ્ધિગત થવાનું વલણ ધરાવતાં હોય છે અને તેને કારણે સમગ્ર…

વધુ વાંચો >

વ્યાસ, નારાયણરાવ (પંડિત)

વ્યાસ, નારાયણરાવ (પંડિત) (જ. 4 એપ્રિલ 1902, કોલ્હાપુર; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક તથા કલાગુરુ. પિતા પંડિત શ્રીગણેશ સિતાર અને હાર્મોનિયમ વગાડવામાં નિપુણ હતા; જેમની પાસેથી બાલ્યાવસ્થામાં જ નારાયણરાવને (અને તેમના મોટા ભાઈ શંકરરાવને) શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. તેમણે…

વધુ વાંચો >

વ્યાસ, રત્નાકર

વ્યાસ, રત્નાકર (જ. 2 જુલાઈ 1930, મુંબઈ; અ. 2003, મુંબઈ) : ભારતના જાણીતા સરોદવાદક. તેમના પિતા પંડિત શંકરરાવ વ્યાસ (1898-1956) સંગીતક્ષેત્રના શાસ્ત્રકાર તથા તેમના કાકા પંડિત નારાયણરાવ વ્યાસ (1902-19) ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વીસમી સદીના દિગ્ગજ ગાયકોમાં અગ્રણી ગણાતા હતા. રત્નાકરને શાસ્ત્રીય સંગીતની શિક્ષા બાલ્યાવસ્થાથી પિતા પાસેથી પ્રાપ્ત થઈ હતી…

વધુ વાંચો >

વ્યાસ, વિદ્યાધર

વ્યાસ, વિદ્યાધર (જ. 8 સપ્ટેમ્બર 1944, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક, સંગીતના શાસ્ત્રકાર (musicologist) તથા લખનૌ ખાતેની ભાતખંડે સંગીત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ. ગાયનાચાર્ય પંડિત નારાયણરાવ વ્યાસ તેમના પિતા. તેમના કાકા પંડિત શંકરરાવ વ્યાસ પણ તેમના જમાનાના જાણીતા ગાયક અને શાસ્ત્રકાર હતા. માતાનું નામ લક્ષ્મીબાઈ. વિદ્યાધરને…

વધુ વાંચો >

વ્યાસ, શંકરરાવ

વ્યાસ, શંકરરાવ (જ. 23 જાન્યુઆરી 1898, કોલ્હાપુર; અ. 17 ડિસેમ્બર 1956, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર, પ્રચારક અને અગ્રણી ગાયક. પિતા પંડિત ગણેશ પોતે સિતાર અને હાર્મોનિયમના અચ્છા વાદક હતા, જેને પરિણામે પુત્ર શંકરરાવને નાનપણથી જ શાસ્ત્રીય સંગીતના સંસ્કાર મળ્યા હતા. શંકરરાવ માત્ર સાત વર્ષના હતા ત્યારે પિતાનું…

વધુ વાંચો >