બળદેવભાઈ પટેલ
ઍસ્ટર
ઍસ્ટર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની એક પ્રજાતિ. તે સુંદર, મોટેભાગે બહુવર્ષાયુ (perennial), શોભન, શાકીય કે ક્ષુપ અથવા માંસલ લવણોદભિદ (halophyte) જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની લગભગ 23 જેટલી જાતિઓ થાય છે. પુષ્પો સ્તબક (capitulum) કે મુંડક (head) પ્રકારના પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં હોય છે. તેનાં બિંબપુષ્પો (disc-florets) દ્વિલિંગી…
વધુ વાંચો >ઍસ્ટરેસી (કમ્પૉસિટી)
ઍસ્ટરેસી (કમ્પૉસિટી) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી. ઉપવર્ગ – યુક્તદલા. શ્રેણી – અધ:સ્ત્રીકેસરી (inferae). ગોત્ર – ઍસ્ટરેલ્સ. કુળ – ઍસ્ટરેસી. સપુષ્પ વનસ્પતિઓમાં આ કુળ સૌથી મોટું છે અને લગભગ 1,000 પ્રજાતિઓ અને 15,000થી 23,000 જેટલી…
વધુ વાંચો >એસ્ફોડિલસ
એસ્ફોડિલસ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા લીલિયેસી કુળની એક પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, એશિયા અને મૅસ્કેરિનના દ્વીપકલ્પોની મૂલનિવાસી છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે. Asphodelus tenuifolius Cav. (ગુ. ડુંગરો, પં. પ્યાઝી, અં. એસ્ફોડિલ) ટટ્ટાર, અરોમિલ (glabrous) અને એકવર્ષાયુ જાતિ છે. તે ટૂંકી…
વધુ વાંચો >ઓક
ઓક : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેગેસી કુળની વનસ્પતિ. આ વનસ્પતિઓને Quercus પ્રજાતિ હેઠળ મૂકવામાં આવી છે; જેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે અને ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ઊંચા પર્વતો ઉપર થાય છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ હિમાલયની ગિરિમાળામાં થાય છે, જે પૈકી મોટાભાગની સદાહરિત છે. તેની…
વધુ વાંચો >ઑક્સેલિડેસી
ઑક્સેલિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલ્સ, કુળ – ઑક્સેલિડેસી. આ કુળ 7 પ્રજાતિઓ અને લગભગ 1,000 જાતિઓનું બનેલું છે અને તે મોટેભાગે ઉષ્ણપ્રદેશોમાં વિતરણ…
વધુ વાંચો >ઓટ (ઓટ, જવલો)
ઓટ (ઓટ, જવલો) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ તૃણોની બનેલી છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓ થાય છે. Avena byzantina Koch કૃષ્ય (cultivated) ઓટ છે અને A. sativa Linn. સામાન્ય ઓટ છે. આ…
વધુ વાંચો >ઓટેલિયા
ઓટેલિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા જલજ કુળ હાઇડ્રૉકેરિટેસીની એક પ્રજાતિ. તે નિમજ્જિત (submerged) કે અંશત: તરતી શાકીય જાતિઓની બનેલી છે અને પુરોષ્ણકટિબંધીય (paleotropic) પ્રદેશો અને બ્રાઝિલમાં થાય છે. તેની બે જાતિઓ નોંધાઈ છે. Ottelia alismoides Pers. માંસલ, શિથિલ (flaccid) જલજ શાકીય જાતિ છે અને ભારતમાં તળાવો, ખાબોચિયાં, ધીમાં વહેતાં…
વધુ વાંચો >ઓનાગ્રેસી
ઓનાગ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – વજ્ર-પુષ્પી (Calyciflorae), ગોત્ર મિર્ટેલીસ, કુળ – ઓનાગ્રેસી. આ કુળને ઇનોથેરેસી કે એપિલોબિયેસી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે લગભગ 20 પ્રજાતિઓ અને 650…
વધુ વાંચો >ઓરોબેન્કેસી
ઓરોબેન્કેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી. ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae). શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae). ગોત્ર – પર્સોનેલ્સ. કુળ – ઓરોબેન્કેસી. આ કુળમાં 13 પ્રજાતિઓ અને લગભગ 140 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટેભાગે…
વધુ વાંચો >ઓલીએસી
ઓલીએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી; ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae); શ્રેણી દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – જેન્શીઆનેલીસ, કુળ – ઓલીએસી. યુરોપના ઓલિવ તેલ આપનાર ફળ ઉપરથી કુળનું નામ ઓલીએસી પડ્યું છે. આ કુળમાં 22 પ્રજાતિ…
વધુ વાંચો >