બળદેવભાઈ પટેલ

લેગરસ્ટ્રોમિયા

લેગરસ્ટ્રોમિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક પ્રજાતિ. તે ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે અને તેનું વિતરણ મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ એશિયાથી ઑસ્ટ્રેલિયા સુધી થયેલું છે. કેટલીક જાતિઓ કીમતી ઇમારતી લાકડું આપે છે. થોડીક જાતિઓ શોભન છે. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે. Lagerstroemia hypoleuca kurz (આંદામાન-પાબ્ડા, પાઇન્મા), L.…

વધુ વાંચો >

લેન્ટિબ્યુલેરિયેસી (Lentibulariaceac)

લેન્ટિબ્યુલેરિયેસી (Lentibulariaceac) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ  દ્વિદળી, ઉપવર્ગ  યુક્તદલા (gamopetalae), શ્રેણી  દ્વિસ્ત્રીકેસરી, ગોત્ર  પર્સોનેલીસ, કુળ  લેન્ટિબ્યુલેરિયેસી. આ કુળ લગભગ 5 પ્રજાતિઓ અને 260 જેટલી જાતિઓનું બનેલું છે. તેના સભ્યો જલીય અને અત્યંત ભેજવાળી જગાએ થતા વનસ્પતિસમૂહનો…

વધુ વાંચો >

લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ)

લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ) : ભૂમિદૃશ્ય. તે કુદરતી દૃશ્યની સુંદરતા સાથે સંકળાયેલ છે. ઉદ્યાનમાં સપાટ ભૂમિ પર લૉન હોય તેના પ્રમાણમાં થોડો ઊંચો, આછા ઢાળવાળો અને મોટી જગા ખુલ્લી રહે તે રીતે લૉનનો ટેકરો કર્યો હોય તો તે સુંદર લાગે છે અને માનવ- ઉપયોગમાં પણ આવી શકે છે. સપાટ લૉનથી ઉદભવતી…

વધુ વાંચો >

લેપિડોડેન્ડ્રેલ્સ

લેપિડોડેન્ડ્રેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના લેપિડોફાઇટા વિભાગમાં આવેલા લિગ્યુલોપ્સીડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. આ ગોત્રની ઉત્પત્તિ ઉપરિ ડેવોનિયન ભૂસ્તરીય યુગમાં પ્રોટોલેપિડોડેન્ડ્રીડ સમૂહમાંથી થઈ હોવાનું મનાય છે. તે કાર્બનિફેરસ જંગલોમાં પ્રભાવી વૃક્ષો સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હતું અને પર્મિયન ભૂસ્તરીય યુગમાં લુપ્ત થઈ ગયું. તેનાં બીજાણુજનક (sporophyte) વિષમબીજાણુક (heterosporous) વૃક્ષ-સ્વરૂપ હતાં અને તેના…

વધુ વાંચો >

લેમિયેસી

લેમિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ  દ્વિદળી. ઉપવર્ગ  યુક્તદલા (gamopetalae), શ્રેણી  દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર  લેમિયેલીસ, કુળ  લેમિયેસી. આ કુળ 200 પ્રજાતિઓ અને લગભગ 3,200 જાતિઓનું બનેલું છે અને સર્વદેશીય વિતરણ ધરાવે છે, છતાં તેનું મુખ્ય કેન્દ્ર ભૂમધ્યસમુદ્રીય…

વધુ વાંચો >

લેમ્ના

લેમ્ના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા લેમ્નેસી કુળની પાણીમાં તરતી શાકીય પ્રજાતિ. તેનું સમશીતોષ્ણ અને ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. તેઓ બતકના અપતૃણ (duck weed) તરીકે જાણીતી છે. તે મીઠા પાણીનાં તળાવો, સરોવરો, ખાબોચિયાં અને બીજી સ્થિર પાણીની જગાઓએ અને ખૂબ ધીમા વહેતાં ઝરણાંઓની…

વધુ વાંચો >

લોએબ, જૅક્સ

લોએબ, જૅક્સ (જ. 7 એપ્રિલ 1859, માયેન, કોબ્લેન્ઝ પાસે, જર્મની; અ. 11 ફેબ્રુઆરી, હેમિલ્ટન, બર્મુડા) : જર્મનીમાં જન્મેલા અમેરિકન જીવવિજ્ઞાની. તે મુખ્યત્વે કૃત્રિમ અસંયોગીજનન (parthenogensis) પરના તેમના સંશોધનકાર્ય માટે અગ્રણી (pioneer) વૈજ્ઞાનિક ગણાય છે. તેમણે બર્લિન, મ્યૂનિક અને સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1884માં સ્ટાર્સબર્ગ યુનિવર્સિટીની એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >

લોગેનિયેસી

લોગેનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી; ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae); શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae); ગોત્ર : જેન્શિયાનેલ્સ; કુળ : લોગેનિયેસી. તે 32 પ્રજાતિઓ અને લગભગ 800 જેટલી જાતિઓ ધરાવે છે. તે પૈકી અડધી પ્રજાતિઓ જૂની…

વધુ વાંચો >

લોધર

લોધર : દ્વિદળી વર્ગમાં આવેલા સિમ્પ્લોકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Symplocos racemosa Roxb. (સં. લોધ્ર, હિં. મ. બં. લોધ, ગુ. લોધર) છે. તે સદાહરિત, 6.0 મી.થી 8.5 મી. ઊંચું વૃક્ષ કે ક્ષુપ છે. ઉત્તર અને પૂર્વ ભારતનાં મેદાનોમાં અને હિમાલયની 1,400 મી. સુધી ઊંચાઈવાળી ટેકરીઓ ઉપર પુષ્કળ પ્રમાણમાં…

વધુ વાંચો >

લ્યુકાસ

લ્યુકાસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની શાકીય કે ઉપક્ષુપીય (undershrub) પ્રજાતિ. તેનું જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સર્વત્ર વિતરણ થયેલું છે. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં તેની એક જ જાતિ અને ભારતમાં લગભગ 35 જેટલી જાતિઓ થાય છે. તેની કેટલીક જાણીતી જાતિઓમાં Leucas aspera spreng. (હિં. અને બં.…

વધુ વાંચો >