બળદેવભાઈ પટેલ

લજામણી (રિસામણી)

લજામણી (રિસામણી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોઝોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimosa pudica Linn. (સં. લજ્જાલુ, રક્તમાદી; હિં. લાજવંતી, છુઈમુઈ; બં. લજ્જાવતી; મ. લાજરી, લાજાળુ; તે. મુનુગુડામારમુ; ત. તોટ્ટલશરંગિ; ક. લજ્જા; મલ. તોટ્ટનવાતિ; અં. સેન્સિટિવ પ્લાન્ટ, ટચ મી નૉટ) છે. તે ભૂપ્રસારી, ઉપક્ષુપ (under-shrub) અને 5૦…

વધુ વાંચો >

લય

લય : વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિ (species) કે ઉપજાતિ(subspecies)નું વિલોપન કે અંત. જાતિ કે ઉપજાતિ પ્રજનન કરી શકે નહિ ત્યારે તેનો લય થાય છે. મોટેભાગે પર્યાવરણમાં થતા ફેરફારોને લઈને આ પ્રક્રિયા થાય છે. વિનાશને આરે પહોંચેલી જાતિ બદલાતા પર્યાવરણમાં અનુકૂલન સાધી શકતી નથી અને વંશજો સિવાય તે અંત પામે છે.…

વધુ વાંચો >

લવિંગ

લવિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિરટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Syzygium aromaticum (Linn.); Merrill & Perry syn. Caryophyllus aromaticus Linn.; Eugenia caryophyllata Thunb.; E. aromatica Kuntze (સં., મ., બં., ક., લવંગ; હિં. લોંગ; તે. લવંગા-મુચેટ્ટુ, લવંગામુલુ.; ત. કિરામ્બુ; મલ. કરાયામ્પુ, ક્રામ્બુ; અં. ક્લોવ ટ્રી) છે. તે પિરામિડ કે…

વધુ વાંચો >

લસણ

લસણ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Allium sativum Linn. (સં. રસોન, લશુન; હિં. લહસન; બં. રસુન; મ. લસુણ; ગુ. લસણ; ક. બીલ્લુલી; ત. મલ. વેળુળિ; તે. વેળુળી તેલ્લા – ગડ્ડા; અં. ગાર્લિક) છે. તે બહુવર્ષાયુ, સહિષ્ણુ (hardy) અને આશરે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી…

વધુ વાંચો >

લાઇકેન

લાઇકેન : લીલ અને ફૂગનું સ્થાયી સાહચર્ય (association) ધરાવતાં રચનાત્મક રીતે સંગઠિત અને સંયુક્ત સજીવો. એકાંગી વનસ્પતિઓમાં લાઇકેન એક વિશિષ્ટ વનસ્પતિસમૂહ છે અને તેની આશરે 18,000 જેટલી જાતિઓ થાય છે. તેનો સુકાય લીલ અને ફૂગનો બનેલો હોય છે. તેઓ પરસ્પર ગૂંથાઈ સંયુક્ત બની સહજીવન ગુજારે છે. તેના સુકાયનો ઘણોખરો ભાગ…

વધુ વાંચો >

લાઇનમ

લાઇનમ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની એક પ્રજાતિ. તે વિશ્વના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થતી શાકીય અને ક્ષુપીય જાતિઓની બનેલી છે. તેઓ ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશોમાં થાય છે. ભારતમાં તેની ત્રણથી ચાર જાતિઓ થાય છે. Linum bienne Mill syn. L. angustifolium Huds અને L. grandiflorum Desf.…

વધુ વાંચો >

લાઇનેસી

લાઇનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી  બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલીસ, કુળ – લાઇનેસી. આ કુળમાં 14 પ્રજાતિઓ અને લગભગ 200 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનું ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોના સમશીતોષ્ણ…

વધુ વાંચો >

લાયકોપર્ડેલ્સ

લાયકોપર્ડેલ્સ : વનસ્પતિઓની ફૂગસૃષ્ટિના વર્ગ-બેસિડિયોમાય-સેટિસનું એક ગોત્ર. આ ગોત્રમાં પફબૉલ અને કેટલાક જમીન પરના તારાઓ (earth stars) તરીકે ઓળખાવાતી ફૂગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્થસ્ટાર રાત્રે અંધારામાં તારાઓની જેમ ચળકે છે. પરિપક્વતાએ ગ્લીબા (gleba) આછા રંગના બીજાણુઓ અને સુવિકસિત તંતુગુચ્છ (capillitum) ધરાવે છે. તેની ફરતે બેથી ચાર સ્તરોનું બનેલું રક્ષકસ્તર…

વધુ વાંચો >

લાયકોફાઇટા

લાયકોફાઇટા : ત્રિઅંગી વનસ્પતિઓનો એક વિભાગ. આ વિભાગમાં જીવંત અને અશ્મીભૂત પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો ઉદ્વિકાસીય ઇતિહાસ પુરાજીવી (paleozoic) કલ્પથી શરૂ થઈ આજ સુધી લંબાયેલો છે. તે 4 જીવંત પ્રજાતિઓ અને 900 જેટલી જાતિઓ ધરાવે છે. આ જાતિઓ પૃથ્વી પર વૈવિધ્યપૂર્ણ આબોહવાકીય પરિસ્થિતિઓમાં થાય છે. આ ચાર…

વધુ વાંચો >

લાયસોઝોમ

લાયસોઝોમ : અંત:કોષીય (intracellular) કે બહિર્કોષીય (extracellular) પાચન સાથે સંકળાયેલી સુકોષકેન્દ્રી (eukaryotic) કોષમાં આવેલી એક અંગિકા. ડી. ડુવેએ (1949) કોષ-પ્રભાજન (cell fractionation) પદ્ધતિ દ્વારા આ અંગિકાનું સર્વપ્રથમ વાર સંશોધન કર્યું. તેનો અપકેન્દ્રી (centrifugal) ગુણધર્મ કણાભસૂત્ર (mitochondrion) અને સૂક્ષ્મકાય (microsome) બંનેની વચ્ચેનો હોય છે અને વિઘટન કરવાની શક્તિ ધરાવતા ઍસિડ ફૉસ્ફેટેઝ…

વધુ વાંચો >