બળદેવભાઈ પટેલ
રસસંકોચ (plasmolysis)
રસસંકોચ (plasmolysis) : કોષમાં થતી જીવરસના સંકોચનની પ્રક્રિયા. જ્યારે જીવંત વનસ્પતિકોષને તેના કોષદ્રવ (cellsap) જેટલો જ પરાસરણ દાબ (osmotic pressure) ધરાવતા (સમપરાસારી = isotonic) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષનો દેખાવ બધી રીતે સામાન્ય રહે છે. જો કોષને કોષદ્રવ કરતાં ઓછા પરાસરણ દાબવાળા (અલ્પપરાસારી = hypotonic) કે ઓછા ઋણ જલવિભવ (water…
વધુ વાંચો >રસારોહણ
રસારોહણ વનસ્પતિઓના મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજક્ષારોનું પ્રરોહ(shoot)ના વિવિધ ભાગોમાં થતું ઊર્ધ્વ વહન. રસારોહણની પ્રક્રિયા ગુરુત્વાકર્ષણબળની વિરુદ્ધ ઘણી ઊંચાઈ સુધી થતી હોય છે. યુકેલિપ્ટસ અને સિક્વૉયા જેવાં અત્યંત ઊંચાં વૃક્ષોમાં આ પ્રક્રિયા 90 મી.થી 120 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પાણીના વહનનો માર્ગ અને સંવહનતંત્ર : મૂલાગ્રના અધિસ્તરીય (epidermal)…
વધુ વાંચો >રંભ (stele)
રંભ (stele) સંવહન પેશીધારી વનસ્પતિઓના અક્ષનો મધ્યસ્થ નળાકાર સ્તંભ કે અંતર્ભાગ (core). ‘stele’ શબ્દ ગ્રીક ભાષામાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ સ્તંભ (column) થાય છે. આ રંભ સંવહન પેશીતંત્ર, અંતરાપૂલીય (interfascicular) પેશીઓ, મજ્જા (pith) અને પરિચક્ર (pericycle) ધરાવે છે. વાન ટીધેમ અને ડુલિયટે (1886) રંભનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત પ્રમાણે…
વધુ વાંચો >રાઈ
રાઈ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રૅસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica juncea (Linn.) Czern. syn. Sinapis juncea Linn. (સં. રાજિકા; મ. મોહરી; હિં. રાઈ; બં. સારિષા; ક. સાસીરાઈ; તે. બર્ણાલું; અ. ખરદલ; અં. બ્રાઉન મસ્ટાર્ડ, લીફ મસ્ટાર્ડ, ઇંડિયન મસ્ટાર્ડ) છે. તે 1.0 મી.થી 1.8 મી. ઊંચી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ…
વધુ વાંચો >રાઇબોઝોમ
રાઇબોઝોમ : સજીવના કોષમાં જોવા મળતી એક અંગિકા. તેનું સૌપ્રથમ અવલોકન પૅલેડે વીજાણુ-સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ અતિ સૂક્ષ્મ કણિકાઓ સ્વરૂપે કર્યું. તે અંત:રસજાળ(endoplasmic reticulum)ની અને કોષકેન્દ્રપટલ(nuclear membrane)ની બાહ્ય સપાટીએ તથા કોષરસમાં આવેલી હરિતકણ અને કણાભસૂત્ર જેવી અંગિકાઓમાં આવેલા કણો છે. હરિતકણોમાં થાયલેકૉઇડની સપાટી ઉપર તે આવેલા હોય છે. બૅક્ટેરિયા અને ફૂગ-કોષના(કોષ)રસમાં આ…
વધુ વાંચો >રાઇસબ્રૅન (ચોખાની કુશકી)
રાઇસબ્રૅન (ચોખાની કુશકી) : ડાંગર-પિલાણ(rice milling)ઉદ્યોગની એક સૌથી મહત્વની ઉપપેદાશ. રાઇસ-મિલમાં ડાંગરનું પિલાણ કરતાં 70 %થી 72 % ચોખા અને ઉપપેદાશોમાં 20 %થી 22 % ફોતરી, 4 % કુશકી અને 2 % ભૂસું મળે છે. ડાંગરના દાણાના સૌથી બહારના રેસામય પડને ફોતરી કહે છે. આ ફોતરીની નીચે રહેલા કથ્થાઈ રંગના…
વધુ વાંચો >રાજગરો
રાજગરો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમેરૅન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amaranthus hybridus Linn. subsp. cruentus (Linn.) Thell. syn. A. cruentus Linn.; A. paniculatus Linn., Hook. f. (સં. મ. રાજગિરા, હિં. કલાગાઘાસ; ક. રાજગિરી, ફા. અંગોઝા, અ. હમાહમ, અં. રેડ ઍમેરૅન્થસ) છે. તે 75 સેમી.થી 100 સેમી. ઊંચી, ખડતલ…
વધુ વાંચો >રાજ તાડ (royal palm)
રાજ તાડ (royal palm) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઍરિકેસી કુળનું એક તાડ-વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Roystonea regia O. F. Cook. Syn. Oreodoxa regia H. B. & K. (ગુ. રાજ તાડ, બાગી તાડ; અં. ક્યૂબન રૉયલ પામ, માઉન્ટ ગ્લૉરી) છે. તે ક્યૂબાનું મૂલનિવાસી છે અને લગભગ 12.0 મી. સુધીની ઊંચાઈ…
વધુ વાંચો >રાજન (રેઝીન)
રાજન (રેઝીન) : ટર્પેન્ટાઇનનું તેલ મેળવવા ઓલિયોરેઝિનનું નિસ્યંદન કરતાં પ્રાપ્ત થતો ઘન અવશેષ. તે ચીડ અથવા ચીલ કે ચીડ પાઇન તરીકે ઓળખાવાતી અનાવૃત બીજધારી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Pinus roxburghii sarg. syn. P. longafolia છે. તે વિસ્તારિત પર્ણમુકુટ ધરાવતું ઊંચું વૃક્ષ છે અને હિમાલયમાં કાશ્મીરથી ભૂતાન સુધી…
વધુ વાંચો >રાતરાણી
રાતરાણી : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum nocturnum Linn. (હિં. રજનીગંધા, રાત કી રાની; ગુ. રાતરાણી; અં. લેડી ઑવ્ ધ નાઇટ, નાઇટ સિસ્ટ્રમ, નાઇટ જૅસ્મીન, પૉઇઝન બેરી.) છે. તે સહિષ્ણુ (hardy), શુષ્કતારોધી (drought-resistant) અને લગભગ 3.0 મી. સુધીની ઊંચાઈવાળો ક્ષુપ છે. તેનાં પર્ણો સાદાં,…
વધુ વાંચો >