બળદેવભાઈ પટેલ
ફલન (વનસ્પતિશાસ્ત્ર)
ફલન (વનસ્પતિશાસ્ત્ર) : લૈંગિક રીતે વિભેદન પામેલા બે જન્યુકોષો(gametes)નાં કોષકેન્દ્રોના સંયોગની ક્રિયા. આ કોષકેન્દ્રો અર્ધસૂત્રીભાજન દ્વારા વિભાજાયેલાં હોવાથી એકગુણિત (haploid) હોય છે. ફલનની ક્રિયા સાથે શ્રેણીબદ્ધ દેહધર્મરાસાયણિક (physiochemical) પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે અને તેનાથી ઉદભવતા દ્વિગુણિત (diploid) કોષને યુગ્મનજ (zygote) કહે છે. વનસ્પતિઓમાં જોવા મળતું લિંગી પ્રજનન તેમનામાં લૈંગિકતા(sexuality)ના અસ્તિત્વ…
વધુ વાંચો >ફાઇટોક્રોમ
ફાઇટોક્રોમ પ્રકાશસામયિક (photoperiodic) કે પ્રકાશાકારજનનિક (photomorphogenic) અનુક્રિયાઓ(responses)નું નિયંત્રણ કરતું રંજકદ્રવ્ય. ફાઇટોક્રોમની પરખ અને તેના અલગીકરણનાં મોટાભાગનાં સંશોધનો 1954થી 1960ની વચ્ચે ‘યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍગ્રિકલ્ચર રિસર્ચ સ્ટેશન, બેલ્ટસ્વિલ (Beltsville), મેરીલૅંડમાં થયાં છે. હૅરી એ. બૉર્થવિક (1972) અને બ્રિગ્ઝે (1976) ફાઇટોક્રોમની શોધ પર સારાંશ આપ્યો છે. સ્ટર્લિંગ બી. હેંડ્રિક્સે પણ ફાઇટોક્રોમની…
વધુ વાંચો >ફાયકોમાઇસિટિસ
ફાયકોમાઇસિટિસ : ફૂગના યુમાયકોફાઇટા વિભાગનો સૌથી આદ્ય વર્ગ. ગ્વાઇનવૉઘન અને બાર્નેસે (1926) મિસિતંતુ(mycelium)ના પટીકરણ (septation) અને બીજાણુઓના સ્વરૂપને આધારે કરેલા ફૂગના વર્ગીકરણમાં તેને પ્રથમ સ્થાન આપ્યું છે. આધુનિક વર્ગીકરણ-પદ્ધતિ મુજબ (બર્નેટ, 1968) આ વર્ગને પ્લાસ્મોડિયોફોરોમાઇસિટિસ, હાઇફોચિટ્રીડિયોમાઇસિટિસ, ચિટ્રીડિયોમાઇસિટિસ, ઉમાઇસિટિસ, ઝાયગોમાઇસિટિસ અને ટ્રાઇકોમાઇસિટિસના વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. વિતરણ : આ વર્ગના…
વધુ વાંચો >ફાયર, ઍન્ડ્રૂ ઝેડ.
ફાયર, ઍન્ડ્રૂ ઝેડ. (જ. 27 એપ્રિલ 1959, સાન્ટા ક્લેરા કાઉન્ટી, કૅલિફૉર્નિયા. યુ.એસ.) : 2006ના નોબેલ પુરસ્કારના સહવિજેતા આણ્વિક જીવવિજ્ઞાની. તેમણે 1978માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલેમાંથી ગણિતશાસ્ત્રની એ.બી.ની પદવી અને 1983માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ડૉક્ટરેટ પછી મેડિકલ રિસર્ચ કાઉન્સિલ લૅબોરેટરી ઑવ્ મૉલિક્યૂલર બાયૉલૉજી, યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજ…
વધુ વાંચો >ફિલિકેલ્સ
ફિલિકેલ્સ ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકોફાઇટા વિભાગનું હંસરાજ(fern)ની જાતિઓનું બનેલું એક વિશાળ ગોત્ર. આ ગોત્રમાં અર્વાચીન ત્રિઅંગીઓની 95%થી વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે 234થી 298 જેટલી પ્રજાતિઓ અને લગભગ 9000 જેટલી જાતિઓ ધરાવે છે. આ ગોત્રની જાતિઓ શાકીયથી માંડી વૃક્ષ સ્વરૂપની અને ભૌમિક હોય છે. તે ભેજવાળાં વનમાં ભૌમ-વનસ્પતિસમૂહ(ground-vegetation)નો એક…
વધુ વાંચો >ફૂગ
ફૂગ ક્લૉરોફિલરહિત, સુકોષકેન્દ્રી (cukaryotic), એકકોષી અથવા બહુકોષી, ઘણુંખરું તંતુમય સુકાય (thallus) ધરાવતા, મૃતોપજીવી (saprobes) કે પરોપજીવી (parasites) બીજાણુધારક સજીવો. તે બહુ થોડા અપવાદો બાદ કરતાં સૅલ્યુલોસ અથવા કાઇટિનની અથવા બંનેની કે અન્ય કાર્બોદિતોની બનેલી કોષદીવાલ ધરાવે છે. મિસિતંતુ (mycelium) : તેનો સુકાય આધારતલમાં બધી દિશામાં ફેલાતા જાલમય બહુશાખિત તંતુઓનો બનેલો…
વધુ વાંચો >ફૂગજન્ય વિષ
ફૂગજન્ય વિષ : યજમાન વનસ્પતિ કે પ્રાણીકોષોને ઈજા પહોંચાડતા અથવા તેમની ચયાપચયની પ્રક્રિયાઓને છિન્નભિન્ન કરતા ફૂગ દ્વારા સ્રવતા બિન-ઉત્સેચકીય પદાર્થો. તે યજમાન પેશીમાં થતી ઉત્સેચકીય પ્રક્રિયાને નિષ્ક્રિય બનાવે છે અને અત્યંત અલ્પ સાંદ્રતાએ પણ વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે હાનિકારક અથવા વિનાશક હોય છે. મોટાભાગનાં વિષ તેમની ક્રિયા બાબતે વિશિષ્ટ હોતાં…
વધુ વાંચો >ફૂલભોંદરી (મોટો ભાંદ્રો) (ઘૂઘરો)
ફૂલભોંદરી (મોટો ભાંદ્રો) (ઘૂઘરો) : દ્વિદળી વર્ગના લિથ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Legerstroemia speciosa (L) Pers, Syn. L. Flos-reginae Retz:, Munchausia speciosa L. Mant, (હિ., બં., પં. જારુલ; મ. તાઇ; અં. પ્રાઇડ ઑવ્ ઇંડિયા ક્વીન્સ ફ્લાવર, ક્વીન ક્રેપ મિરટલ) છે. તે ભારતમાં વધતેઓછે અંશે બધે જ થાય છે.…
વધુ વાંચો >ફ્યુમેરિયેસી
ફ્યુમેરિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે 19 પ્રજાતિઓ અને લગભગ 425 જાતિઓ ધરાવે છે અને મૂળભૂત રીતે સમશીતોષ્ણ યુરેશિયામાં અને મોટેભાગે જૂની દુનિયાના દેશોમાં થાય છે. દક્ષિણ આફ્રિકામાં ચાર પ્રજાતિઓ થાય છે. Adlumia એકલપ્રરૂપ (monotypic) પ્રજાતિ છે. તે ત્રિપીંછાકાર સંયુક્ત પર્ણો ધરાવતી દ્વિવર્ષાયુ (biennial) વેલ છે. Dicentra (Bicuculla)…
વધુ વાંચો >ફ્રાન્કોઇ, બાર-સિનોસિ
ફ્રાન્કોઇ, બાર-સિનોસિ (જ. 30 જુલાઈ 1947, પૅરિસ, ફ્રાન્સ) : આયુર્વિજ્ઞાનમાં 2008ના વર્ષના નોબેલ પુરસ્કારનાં સહવિજેતા ફ્રેન્ચ મહિલા વિષાણુવિજ્ઞાની (virologist). તે પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસમાં વિષાણુવિજ્ઞાની તરીકે અને ધ યુનાઇત દ રૅગ્યુલેશન દે ઇન્ફેક્શિયસ રીત્રોવિરેલ, પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસનાં નિયામક છે. તે પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટમાં 1970ના દાયકાની શરૂઆતમાં જોડાયાં. તેમનાં સંશોધનો વાઇરસના વિશિષ્ટ સમૂહ–રીટ્રોવાઇરસ…
વધુ વાંચો >