બળદેવભાઈ પટેલ

ટ્રાએન્થેમા

ટ્રાએન્થેમા : વનસ્પતિના દ્વિદળી વર્ગની એઇઝોએસી (ફિકોઇડી) કુળની પ્રજાતિ. તે ભૂપ્રસારી શાકીય જાતિઓ ધરાવે છે અને વિશ્વના ઉષ્ણ તેમજ ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે. ભારતમાં Trianthema decandra, Linn; (હિં. गाडनाणी) T. govindia, Buch Ham; T. portulacastrum, Linn; T. triquetra, willd ex Rottl, અને T. hydaspica Edgew થાય છે. T. Portulacastrum Linn.…

વધુ વાંચો >

ડાઇનોફ્લેજલેટ્સ

ડાઇનોફ્લેજલેટ્સ : બે અસમાન કશાઓ (flagella) અને વનસ્પતિ તેમજ પ્રાણી બંનેનાં લક્ષણો ધરાવતા એકકોષી જલીય સજીવો. તે સૂક્ષ્મ હોય છે અને ઘણુંખરું દરિયાઈ પ્લવકો (planktons) તરીકે ઉત્પન્ન થાય છે. વનસ્પતિશાસ્ત્રીઓ આ સજીવના જૂથને લીલના પાયરો-ફાઇટા વિભાગના ડાઇનોફાયસી વર્ગમાં  મૂકે છે, જ્યારે પ્રાણીશાસ્ત્રીઓ પ્રજીવ સમુદાયના ડાઇનોફ્લેજેલીડા ગોત્રમાં મૂકે છે. તેમનું કદ…

વધુ વાંચો >

ડાયેટોમ

ડાયેટોમ : બેસીલારીઓફાઇટા વિભાગની કોઈ પણ એકકોષી કે શિથિલ શૃંખલા સ્વરૂપે કે વસાહતી સ્વરૂપે મળી આવતી લીલ. વિશ્વમાં ડાયેટોમની લગભગ 200 પ્રજાતિઓ અને 16,000 જેટલી જાતિઓ થાય છે. તે જલીય હોય છે અને મીઠા પાણીમાં તેમજ દરિયામાં પ્લવક (plankton) તરીકે થાય છે. કેટલીક જલતલીય પણ હોય છે. તે સૂક્ષ્મ, વિવિધરંગી…

વધુ વાંચો >

ડાયૉસ્કોરીઆ

ડાયૉસ્કોરીઆ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલ ડાયૉસ્કોરિયેસી કુળની પ્રજાતિ. તે લગભગ 150 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ભેજવાળા ઉષ્ણ, ઉપોષ્ણ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ પ્રજાતિની ઘણીખરી જાતિઓ વન્ય (wild) હોય છે. બહુ ઓછી જાતિઓ Dioscorea alata, Linn. (એશિયન રતાળુ); D. esculenta, Burkill (કાંગર); D. bulbifera, L.…

વધુ વાંચો >

ડાયૉસ્પાયરોસ

ડાયૉસ્પાયરોસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના અબનૂસાદિ (Ebenaceae) કુળમાં આવેલી એક પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 153 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 12 જેટલી જાતિઓ આર્થિક ર્દષ્ટિએ અગત્યની છે. ભારતમાં આશરે 41 જાતિઓ નોંધાયેલી છે. તેઓ ડૅક્કન, અસમ અને બંગાળનાં સદાહરિત જંગલોમાં મોટે ભાગે થાય છે. બહુ થોડી જાતિઓ ઉત્તર…

વધુ વાંચો >

ડાર્લિંગ્ટન, સી. ડી.

ડાર્લિંગ્ટન, સી. ડી. (જ. 19 ડિસેમ્બર 1903, લેંકેશાયર; અ. 26 માર્ચ 1981) : બ્રિટિશ કોષવિજ્ઞાની. આખું નામ સિરિલ ડીન ડાર્લિંગ્ટન. તેમણે કોષકેન્દ્રવિભાજનના વિવિધ પ્રકારો વચ્ચે રહેલા સંબંધોની માહિતી આપી; જેથી કોષવિભાજન દરમિયાન કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોની વર્તણૂક વિશેની પ્રાથમિક ભૂમિકાનું સર્જન થયું. તેમણે વાય. કૉલેજ, કૅન્ટ દ્વારા બી.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

ડી સાંસુરે નિકોલાસ થિયૉડૉર

ડી સાંસુરે નિકોલાસ થિયૉડૉર (જ. 14 ઑક્ટોબર 1767, જિનીવા; અ. 18 એપ્રિલ 1845, જિનીવા) : સ્વિસ રસાયણજ્ઞ અને વનસ્પતિ- દેહધર્મવિજ્ઞાની. વનસ્પતિઓ પર પાણી, હવા અને પોષક પદાર્થોની અસર વિશેના તેમના માત્રાત્મક (quantitative) પ્રયોગોએ વનસ્પતિ-રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. તે હૉરેસ બેનિડિક્ટ ડી સાંસુરે નામના ભૂસ્તર વિજ્ઞાનીના પુત્ર હતા. તેમણે તેમના પિતાને ઘણા…

વધુ વાંચો >

ડોજ, બર્નાર્ડ ઓગિલ્વી

ડોજ, બર્નાર્ડ ઓગિલ્વી (જ. 18 એપ્રિલ 1872, મોસ્ટન, વિસ્કોન્સિન,  યુ.એસ.;  અ. 9 ઑગસ્ટ 1960, ન્યૂયૉર્ક, યુ. એસ.) : અમેરિકન વનસ્પતિશાસ્ત્રી. ફૂગની જનીનવિદ્યા પર થયેલાં સંશોધનોના અગ્રણી વૈજ્ઞાનિક હતા. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ 1892માં તેમણે જિલ્લાની શાળાઓમાં શિક્ષણ આપ્યું અને માધ્યમિક શાળાના આચાર્ય બન્યા. 28 વર્ષની ઉંમરે મિલ્વોકી નૉર્મલ સ્કૂલમાં…

વધુ વાંચો >

તપોવન

તપોવન (sacred grove) : સ્થાનિક જનસમુદાય માટે વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવતાં વૃક્ષોના સમૂહનો બનેલો જંગલનો ખંડ. તેનું સ્થાનિક લોકો દ્વારા રક્ષણ થાય છે. તપોવન સામાન્ય રીતે ત્યાંના લોકોના રક્ષણ માટેનો ધાર્મિક સૂચિતાર્થ (connotation) ધરાવે છે. આ વિસ્તારમાં શિકાર અને ઉત્કાષ્ઠન (logging) પર સખત પ્રતિબંધ હોય છે. કેટલીક વાર મધ અને…

વધુ વાંચો >

તમાકુ

તમાકુ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે : (1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને (2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ…

વધુ વાંચો >