બળદેવભાઈ પટેલ

ઝિઝિફસ

ઝિઝિફસ : વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) વર્ગના રૅમનેસી કુળની એક પ્રજાતિ. Z. oeniplia, Mill. (બુરગી, અજપ્રિયા); Z. rugosa, Lam. (તોરણ); Z. xylopyra, Willd. (ઘંટબોર) અને Z. glabzata, Heyne (વેટાડલાં) ઝિઝિફસની કેટલીક જાણીતી જાતિઓ છે. તે વિશ્વના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં પર્ણપાતી કે સદાહરિત વૃક્ષો કે ક્ષુપ સ્વરૂપે વિસ્તરણ પામેલી છે. તેની…

વધુ વાંચો >

ઝીપટો

ઝીપટો : દ્વિદળી વર્ગના ટીલિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Triumfetta rotundifolia Lam. (સં. ઝિંઝિટા, હિં. ચીકટી, છીરછીટા; મ. ઝિંઝરૂટ, ઝિંજુડી, ગુ.ઝીપટો, ભરવાડો, ગાડર) છે. તે નાની ઉપક્ષુપ (undershrub) 45થી માંડી 90-105 સેમી. ઊંચી વનસ્પતિ છે અને ભારતમાં લગભગ બધે જ થાય છે. પર્ણો સાદાં એકાંતરિત 3-5 શિરાઓ ધરાવતાં, વર્તુલાકાર,…

વધુ વાંચો >

ઝીલ

ઝીલ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળ(ઉપકુળ પેપિલિયોનૉઇડી)ની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Indigofera oblongifolia forsk, syn. I. paucifolia Delile (સં. ઝિલ્લ, મૃદુપત્રક, નીલ, મ. મુરકુટ, ઝિલ્લ, હિં. ઝીલ) છે. તે કાષ્ઠમય શાખિત ઉપક્ષુપ છે અને 1.2–1.8 મી સુધી ઊંચી થાય છે. તે ભારતમાં બધે જ થાય છે. તે ખરાબાવાળી જમીનમાં પણ…

વધુ વાંચો >

ઝેન્થિયમ

ઝેન્થિયમ : વનસ્પતિના દ્વિદલ વર્ગના એસ્ટરેસી કુળની પ્રજાતિ. તે સખત અને એકગૃહી શાકીય જાતિઓ ધરાવે છે. તે દક્ષિણ અમેરિકાની વતની છે અને ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરેલી છે. ભારતમાં તેની બે જાતિઓ Xanthium strumarium, Linn (ગાડરિયું) અને X. spinosum, Linn, cockleburનો પ્રવેશ થયેલો છે. આ જાતિઓનાં ફળો કાંટાળાં હોય છે…

વધુ વાંચો >

ઝેરકોચલાં

ઝેરકોચલાં : દ્વિદળી વર્ગમાં આવેલા લોગેનિયેસી કુળનું ઝેરી બીજવાળું એક વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Strychnos nux-vo-mica Linn (સં. વિષતિંદુક, હિં. કુચલા, બં.કુંચિલા, મ. કાજરા, તે મુસીડી, તા. એટ્ટેમાર, ક. ઇટ્ટી, મલા. કંજીરામ, અં. વૉમિટનટ, પૉઇઝન નટ, નક્સ-વૉમિકા, સ્ટ્રિકિનન ટ્રી) છે.  તે સદાહરિત રે પર્ણપાતી વૃક્ષ છે અને સામાન્યત: 13 મી.…

વધુ વાંચો >

ટમેટાં

ટમેટાં : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી (કંટકાર્યાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lycopersicon, lycopersicum (L) Karst ex Farewell syn. L. esculentum mill.; solanum lycopersicum L. (સં રક્તવૃન્તાક; હિ. બં ટમાટર, વિલાયતી બૈંગન; ગુ. ટમેટાં, મ. વેલવાંગી; અં. ટમાટો, લવઍપલ) છે. ટમેટાંનું ઉદભવસ્થાન પેરૂ અને મૅક્સિકો છે. તે યુરોપ થઈને…

વધુ વાંચો >

ટર્નેરેસી

ટર્નેરેસી : દ્વિદળી વર્ગનું 6 પ્રજાતિ અને લગભગ 110 જાતિઓ ધરાવતું મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકન વનસ્પતિઓનું કુળ. ટર્નેરા 60 જાતિઓ ધરાવતી સૌથી મોટી પ્રજાતિ છે. તેની એક જાતિ ટૅક્સાસમાં છે. T. ulmifolia જેનો ઉદગમ વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણનો હોવા ઉપરાંત ફ્લૉરિડામાં તેનો ઉછેર થઈ શક્યો છે. ત્રણ પ્રજાતિઓ અને ચાર જાતિઓ…

વધુ વાંચો >

ટાઇફા

ટાઇફા : વનસ્પતિના એકદળી વર્ગની ટાઇફેસી કુળની પ્રજાતિ. તે પ્રસારિત ગાંઠામૂળીયુક્ત, ઉભયવાસી જલોદભિદ અને શાકીય જાતિઓ ધરાવે છે અને ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં ફેલાયેલી હોય છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ – Typha australis, Schum and Thonn. (ગુ. ઘાબાજરિયાં), T. elephantina Roxb (અંગ્રેજી elephant grass) અને T. laxmanii, Lepech (અં. scented…

વધુ વાંચો >

ટીલીયેસી

ટીલીયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 62 પ્રજાતિઓ અને 800 જાતિઓનો સમાવેશ થયેલો છે. તે ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે અગ્નિ એશિયા અને બ્રાઝિલમાં વિતરણ પામેલી છે. ભારતમાં 14 પ્રજાતિઓ અને 110થી વધારે જાતિઓ નોંધાયેલી છે. Corchorus capsularis, L (શણ); C. olitorius, L. (બોરછુંછ) Grewia subinequalis, DC.…

વધુ વાંચો >

ટુંડ્ર પ્રદેશ

ટુંડ્ર પ્રદેશ : વૃક્ષજીવનનો અંત આવતો હોય અને સ્થાયી હિમાચ્છાદિત પ્રદેશનો પ્રારંભ થતો હોય તે બંને વચ્ચે આવેલા વિસ્તારનો વનસ્પતિ-સમૂહ. ફિનલૅન્ડના વતનીઓ તેમના વૃક્ષરહિત ઉત્તરીય વિસ્તારોને  ‘ટુન્ટુરી’ (tunturi) કહેતા હતા, પરંતુ ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારને વિશિષ્ટ પરિસ્થિતિકીય પ્રદેશ ‘ટુંડ્ર’ તરીકે ઓળખાવનાર રશિયનો સૌપ્રથમ હતા. સામાન્યપણે ટુંડ્ર પ્રદેશમાં વનસ્પતિનું…

વધુ વાંચો >