બળદેવભાઈ પટેલ
કૉક્લોસ્પર્મેસી
કૉક્લોસ્પર્મેસી : વર્ગ દ્વિદલાનું એક કુળ. 3 પ્રજાતિ અને 25 જાતિઓ ધરાવતા આ કુળનાં ઝાડ ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. તે વૃક્ષ, ક્ષુપ કે ગાંઠામૂળીયુક્ત શાકીય વનસ્પતિ છે. નારંગી કે લાલ રંગનો રસ, પર્ણો સાદાં, એકાંતરિત, ઉપપર્ણીય; પુષ્પો સુંદર, સામાન્યત: નિયમિત અથવા અંશત: અનિયમિત; વજ્રપત્રો (calyx) અને દલપત્રો (corolla) 5,…
વધુ વાંચો >કોઠી (કોઠાં)
કોઠી (કોઠાં) : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Feronia limonia (Linn). Swingle syn. F. alephantum Correa (સં. કપિત્થ; હિં. કૈથ, કબીટ; બં. કયેત ગાછ, કાત્બેલ; મ. કવઠ, કવિઠ; ક. વેલ્લુ, બેલડા; તે. વેલાગા; તામિ. વિલાંગા, વિળામારં; મલા. વિળાવુ, વિળા, વિળાટ્ટી; અં. એલિફંટ ઍપલ, વૂડ ઍપલ.)…
વધુ વાંચો >કોથમીર (ધાણા)
કોથમીર (ધાણા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અંબેલીફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુંબરી; હિં. ધનિયા; બં. ધને; મ. કોથીંબર, ધણે; ક. હવ્વીજ, કોતંબરીકાળું; તે. કોથમીલું, ધણિયાલું; તા. ઉત્તંબરી; મલા. કોત્તમપાલરી; અં. કોરીએન્ડર) છે. તે એકવર્ષાયુ શાકીય, 30 સેમી. – 90 સેમી. ઊંચી વનસ્પતિ…
વધુ વાંચો >કોદરા
કોદરા : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Paspalum scrobiculatum Linn. syn. P. commersonii Lam; P. scrobiculatum var. commersonii Staff; P. scrobiculatum var. frumentaceum Stapf (સં. કોદ્રવ; હિ. કોદો, કોદવ; બં. કોદોવા ધાન; મ. કોદ્રા, હરિક; ગુ. કોદરા; તે. અરીકાળુ, આરુગુ; તા. અને મલા. વારાગુ; ક.…
વધુ વાંચો >કૉન્વોલ્વ્યૂલેસી
કૉન્વોલ્વ્યૂલેસી : વર્ગ દ્વિદલાનું એક કુળ. આ કુળમાં 56 પ્રજાતિ અને 1820 જાતિઓનો સમાવેશ થયેલો છે, જે મુખ્યત્વે ઉષ્ણ અને અધ:-ઉષ્ણ પ્રદેશોમાં વિસ્તરણ પામેલ છે. તે રંગીન નિવાપાકાર સુંદર પુષ્પો માટે શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. શાકીય, ઘણીખરી આરોહી, કેટલીક ટટ્ટાર જાતિઓ, ભાગ્યે જ ક્ષુપ કે વૃક્ષ; પર્ણો સાદાં…
વધુ વાંચો >કૉફી
કૉફી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની વનસ્પતિ. વ્યાપારિક કૉફીના સ્રોત તરીકે 4 કે 5 જાતિઓ મહત્વની છે. Coffea arabica Linn (અરેબિયન કૉફી) સૌથી વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવતી જાતિ છે. C. Liberica Bull ex Hiern (લાઇબેરિયન કૉફી), C. or busta Linden (કૉંગો કૉફી) અને C. stenophylla G. Don (સાયેરા લિયૉન…
વધુ વાંચો >કોબીજ
કોબીજ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. capitata Linn. f. (હિં. બંદ-ગોબી, પટાગોભી; બં. બંધકાપી, કોપી; ગુ. કોબીજ; મ. કોબી; ક. યેલેકોસુ; મલા. મુટ્ટાકોસે; તા. મુટ્ટાઈકોસે; તે. આલુગોબી, કેબેજ; અં. કૅબેજ) છે. કોબીજ વર્ગના પાકોમાં કોબીજ, કૉલીફ્લાવર અને નોલકોલ અગત્યના…
વધુ વાંચો >કૉમેન્સાલિઝમ (સહભોજિતા)
કૉમેન્સાલિઝમ (સહભોજિતા) : સજીવો વચ્ચેનો લાભદાયી સહજીવનનો સંબંધ. બે કે તેથી વધારે સજીવની જાતિઓ વચ્ચેનો એકબીજા સાથેનો પોષણ, આશ્રય, આધાર, પ્રચલન કે સ્થળાંતરણ માટેનો એવો સંબંધ કે જેથી એમાં સંકળાયેલ જાતિઓ પૈકી એકને લાભ થાય, પણ બીજાને નુકસાન પહોંચે નહિ તેવું સહજીવન : કોમેન્સલ પ્રકારના સહજીવનમાં માત્ર એક સજીવને લાભ…
વધુ વાંચો >કૉમેલીના
કૉમેલીના : દ્વિદલા વર્ગના કૉમેલીનેસી કુળની એક પ્રજાતિ. તે લગભગ 185 જાતિઓ ધરાવે છે, જે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિઓ છે. તે ઉષ્ણ અને અધ:ઉષ્ણ પ્રદેશમાં વિસ્તરેલી છે. ભારતમાં 20થી વધારે જાતિઓ થાય છે, તે પૈકી 6 જાતિઓ વ્યાપક વિસ્તરણ ધરાવે છે. C. benghalensis, Linn (સં. कान्वता, હિં. कांचारा). મોટું…
વધુ વાંચો >કોમ્પોઝિટી
કોમ્પોઝિટી : ઉત્ક્રાન્તિની ર્દષ્ટિએ દ્વિદલા વર્ગની વધુ વિકસિત વનસ્પતિનું કુળ. તેમાં 1,000 પ્રજાતિ અને 15,000થી 23,000 જાતિઓનો સમાવેશ થયેલો છે. આ કુળની વનસ્પતિઓ સર્વત્ર થતી હોઈ સર્વદેશીય છે. તે જલોદભિદ, મધ્યોદભિદ કે શુષ્કોદભિદ જાતિઓ ધરાવે છે. ઘણે ભાગે શાકીય. બહુ ઓછી જાતિ ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી હોય. ઘણી વખત…
વધુ વાંચો >