બળદેવભાઈ પટેલ

કૂકડવેલ (કુકરપાડાની વેલ)

કૂકડવેલ (કુકરપાડાની વેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa echinata Roxb. (સં. દેવદાલી; હિં. સોનૈયા, બંદાલ, બિદાલી; બં. દેયતાડા; મ. દેવડાંગરી, કાંટેઇન્દ્રાવણ; ક. દેવદાળી, દેવડંગર; તે. ડાતરગંડી; અં. બ્રિસ્ટલીલ્યુફા) છે. તે પાતળી, અલ્પ પ્રમાણમાં રોમિલ અને ખાંચવાળું પ્રકાંડ ધરાવતી સૂત્રારોહી વનસ્પતિ છે. તે ઉત્તર…

વધુ વાંચો >

કૂંવાડિયો

કૂંવાડિયો : દ્વિદળી વર્ગના સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia tora Linn. (સં. ચક્રમર્દ; હિં. પવાડ, બં. એડાંચી, ચાકુંદા; મ. તરોટા, ટાકળા; ક. ટકરીકે; તે. ટાંટ્યમુ, તગિરિસ; તા. તગેરે, વિંદુ; મલ. તકર; અં. ઓવલલીવ્ડ કેશ્યા) છે. તે નાનો, 30 સેમી.થી 100 સેમી. ઊંચો, શાકીય, એકવર્ષાયુ, અપતૃણ તરીકે ઊગી…

વધુ વાંચો >

કૃષ્ણકમળ

કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…

વધુ વાંચો >

કેટૉનિયેલ્સ શ્રેણી

કેટૉનિયેલ્સ શ્રેણી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના ટેરિડોસ્પર્મૉપ્સિડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. ઇંગ્લૅંડમાં મહાસરટ’ (Jurassic) ભૂસ્તરીય ખડકોમાંથી સૌપ્રથમ વાર થૉમસે (1921) આ ગોત્રની માહિતી આપી. તે ઉપરિ રક્તાશ્મ(upper Triassic)થી ઉપરિ ખટીયુગ (upper Cretaseous) ભૂસ્તરીય યુગમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. બીજની દેખીતી બંધ પ્રકૃતિને લીધે તેની શરૂઆતમાં ‘આવૃત બીજધારી’ તરીકેની ઓળખ…

વધુ વાંચો >

કેતકી

કેતકી : એકદળી વર્ગમાં આવેલા એગેવૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agave cantala Roxb. syn A. vivipara Dalz. & Gibs. (સં. વનકેતકી; મ. કેતકી, ઘાયપાત; મલા. યેરોપકૈત; અં. કૅન્ટાલા, બૉમ્બેએલો) છે. તે એક મોટી મજબૂત બહુવર્ષાયુ શાકીય મેક્સિકોની મૂલનિવાસી વનસ્પતિ છે, અને ભારતના ઘણા ભાગોમાં પ્રાકૃતિક નિવાસ કરતી (naturalized)…

વધુ વાંચો >

કૅના

કૅના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા કુળ સિટેમિનેસી અને ઉપકુળ કૅનેસીની એક પ્રજાતિ. 67 જેટલી જાતિઓ ધરાવે છે. તેની ઘણી ઉદ્યાન-જાતો સંકરિત છે અને તેને સુંદર પર્ણો અને પુષ્પો માટે ઉછેરવામાં આવે છે. પુષ્પોનો રંગ આછા પીળાથી માંડી ઘેરા કિરમજી સુધીના હોય છે. Canna edulis જેવી જાતિઓની ગાંઠામૂળી ખાદ્ય હોય…

વધુ વાંચો >

કૅનાવાલિયા

કૅનાવાલિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળની આરોહી શાકીય પ્રજાતિ. તે લગભગ 48 જાતિઓની બનેલી છે અને ઉષ્ણકટિબંધમાં બધે જ વિતરણ પામેલી છે. બે જાતિઓ (Canavalia ensiformis અને C. gladiata) ખૂબ જાણીતી છે અને તેને ખાદ્ય શિંબી-ફળો અને દાણા માટે ઉછેરવામાં આવે છે. C. ensiformis (Linn.) DC. (સં. મહાશિંબી,…

વધુ વાંચો >

કૅન્ડી ટફ્ટ

કૅન્ડી ટફ્ટ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેને ‘Iberis’ પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે અને એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) સ્વરૂપે જોવા મળે છે. આ પ્રજાતિની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પુષ્પસમૂહો માટે ઉછેરવામાં આવે છે. તેને ક્યારીઓમાં કે ક્યારીઓની કે પ્લોટની સીમાઓ બનાવવા ઉદ્યાનોમાં…

વધુ વાંચો >

કૅન્ડેલ, એરિક

કૅન્ડેલ, એરિક (જ. 7 નવેમ્બર 1929, વિયેના, ઑસ્ટ્રિયા) : 2000ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ચેતાવિજ્ઞાની (neurologist). તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાંથી 1956માં આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી. મનોચિકિત્સા અને રોજગારમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં નિવાસી તરીકે સેવા આપ્યા બાદ, 1965–74 સુધી ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સહયોગી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1974થી તેઓ કોલમ્બિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદે…

વધુ વાંચો >

કૅપ્પેરિસ

કૅપ્પેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્પેરેસી કુળની વૃક્ષ અને ઉન્નત અથવા ભૂપ્રસારી કે આરોહી ક્ષુપ સ્વરૂપ ધરાવતી એક પ્રજાતિ. દુનિયામાં તેની 270 જેટલી જાતિઓ થાય છે, તે પૈકી ભારતમાં 40 જેટલી જાતિઓ થાય છે. કેટલીક જાતિઓ આર્થિક અગત્ય ધરાવે છે. તેની જાણીતી જાતિઓમાં Capparis decidua Edgew (કેરડો, કેર), C.…

વધુ વાંચો >