બળદેવભાઈ પટેલ
કપ-રકાબી વેલ
કપ-રકાબી વેલ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holmskioldia Sanguinea Rets. (અં. કપ-સોસર ક્લાઇમ્બર, ચાઇનિઝ-હૅટ-પ્લાન્ટ) છે. તે આફ્રિકા, માડાગાસ્કર, ભારત અને મ્યાનમારમાં થાય છે. તે હિમાલયમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી અને આસામ તેમજ બિહારમાં થાય છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રધનુ, રતવેલિયો, શેવન, નગોડ, અરણી વગેરેનો સમાવેશ…
વધુ વાંચો >કમરખ
કમરખ : દ્વિદળી વર્ગમાં આવેલા ઑક્સેલિડેસી (હાલમાં એવેરહોએસી) કુળનું એક શોભન-વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Averrhoa carambola Linn. (સં. કર્માર, કર્મરંગ; મ. કર્મર; હિં. કમરખ, બં. કામરંગ; ગુ. કમરખ, તમરક, કમક; અં. કૅરમ્બોલા ટ્રી, સ્ટાર ફ્રૂટ) છે. તે 7.5 મી.થી 10 મી. ઊંચું વૃક્ષ છે. તેની શાખાઓ ઢળતી હોય છે, અને…
વધુ વાંચો >કમળ
કમળ : દ્વિદળી વર્ગમાં આવેલા નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nelumbo nucifera Gaertn. syn. Nelumbium nelumbo Druce; N. speciosum Willd. (સં. કમલ, પદ્મ, પંકજ, અંબુજ; હિ., બં, મ. કમલ, પદ્મ; ગુ. કમળ; તે. કલુંગ; તા. અંબલ; મલા. થામારા; અં. લોટસ) છે. આ પ્રજાતિ (Nelumbo) એશિયા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં વિતરણ…
વધુ વાંચો >કરમદી
કરમદી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carissa congesta Wt. syn. C. carandas Linn. (સં. કરમર્દ; હિં. કરોંદા, કરોંદી; બં. કરમચા; મ. કરવંદ; ગુ. કરમદી; તે. વાંકા; ત. કલાક્કેય) છે. તેના સહસભ્યોમાં સર્પગંધા, બારમાસી, સપ્તપર્ણી, કડવો ઇંદ્રજવ, દૂધલો, કરેણ, ચાંદની વગેરેનો સમાવેશ થાય છે. તેનું…
વધુ વાંચો >કરંજ
કરંજ : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pongomia pinnata Pierre syn. P. glabra Vent; Derris indica Bennet. (સં., મ., ગુ. કરંજ; હિં. કંજા, કટકરંજા; તે. ગાનુગા, પુંગુ; તા. પોંગા, પોંગમ; મલ. પુંગુ, પુન્નુ; અં. પોંગમ ઑઇલ ટ્રી, ઇંડિયન બીચ) છે. તે મધ્યમ કદનું, 18 મી.…
વધુ વાંચો >કલગારી (કંકાસણી)
કલગારી (કંકાસણી) : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gloriosa superba Linn. (સં. કલિકારી, અગ્નિમુખી કલિહારી; મ. કળલાવી; હિં. કલિહારી, કલિયારી, કલહંસ; બં. વિષલાંગલા, ઇષલાંગલા; ગુ. દૂધિયો વછનાગ, કંકાસણી, વઢકણી, વઢવાડિયો; ક. રાડાગારી, લાંગલિકે; મલા. મેટોન્નિ; અં. મલબારગ્લોરી લીલી) છે. તેના સહસભ્યોમાં ધોળી-કાળી મૂસળી, જંગલી કાંદો,…
વધુ વાંચો >કલિકા
કલિકા (bud) : પ્રકાંડ (stem) અને શાખા(branch)ની ટોચ ઉપર વસેલું, સતત વિકાસ અને વૃદ્ધિ દર્શાવતું સંકુચિત અને અવિકસિત પ્રરોહ (shoot). કલિકાના બંધારણમાં તેની ટોચ ઉપર વર્ધનશીલ પેશી (meristem) અને ખૂબ જ પાસે પાસે ગોઠવાયેલાં કુમળાં પર્ણો હોય છે. પ્રકાંડની ટોચ ઉપર ઉદભવતી અગ્રકલિકા (terminal bud) અને પર્ણના કક્ષમાં આવેલી કક્ષકલિકા…
વધુ વાંચો >કલિકાન્તરવિન્યાસ
કલિકાન્તરવિન્યાસ : વજ્રપત્રો, દલપત્રો કે પરિદલપત્રોની પુષ્પીય કલિકામાંની ગોઠવણી. આવૃતબીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કલિકાન્તરવિન્યાસનું ખૂબ મહત્વ છે. તેના પ્રકારો નીચે પ્રમાણે છે : (1) ધારાસ્પર્શી – આ પ્રકારમાં પુષ્પીય પત્રોની ધાર એકબીજા પર આચ્છાદિત થયા વિના એકબીજાને માત્ર સ્પર્શતી હોય છે. આ વિશિષ્ટતા એનોનેસી કુળ અને માઇમોઝી ઉપકુળમાં જોવા મળે છે.…
વધુ વાંચો >કલિલતંત્ર
કલિલતંત્ર (colloidal system) : પદાર્થની વિશાલ સપાટી ધરાવતી વિશિષ્ટ અવસ્થા. કલિલતંત્રના નિશ્ચિત પ્રવાહી માધ્યમમાં કલિલના ઘટકો પરિક્ષિપ્ત (dispersed) કે નિલંબિત (suspended) અવસ્થામાં હોય છે. સજીવના મૂળ ઘટક તરીકે આવેલો ભૌતિક ઘટક, જીવરસ (protoplasm) હંમેશાં કલિલ સ્વરૂપમાં હોય છે. તેથી મુખ્યત્વે જીવરસને કલિલતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જીવરસના ભાગરૂપે આવેલા પાણી…
વધુ વાંચો >કશા (કશાભ)
કશા (કશાભ) (flagellum) : કોષની બાહ્ય સીમા તરફ આવેલા તારક-કેંદ્ર(centriole)ના દૂરસ્થ છેડા પરથી કોષના વિસ્તાર તરીકે નીકળતી ગતિશીલ (motile) અંગિકા. પ્રજીવ (protozoa) સમુદાયના કશાધારી (mastigophera) વર્ગનાં પ્રાણીઓ. પુંજન્યુ (male gametes) અને શુક્રકોષોમાં તે પ્રચલનઅંગ તરીકે કાર્ય કરે છે. વાદળી(sponges)ના કૉલરકોષો પણ કશાભ ધરાવતા હોય છે, જે વાદળીના શરીરમાં પ્રવેશેલા પાણીને…
વધુ વાંચો >