બળદેવભાઈ કનીજિયા

સામલ વૈષ્ણવચરણ

સામલ, વૈષ્ણવચરણ (જ. 27 ફેબ્રુઆરી 1939, ચાહિગન, જિ. કેન્દ્રપરા, ઓરિસા) : ઊડિયા લેખક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ., ડી.લિટ.ની પદવી મેળવી. તેઓ ઉત્કલ યુનિવર્સિટીમાં ઊડિયાના રીડર રહેલા. તેમણે આશરે 45 ગ્રંથો આપ્યા છે. ‘ઓડિયા ગલ્પ : ગતિ ઓ પ્રકૃતિ’ (1974, 91); ‘ક્ષુદ્ ગલ્પ : શ્રષ્ટા માનસ’ (1978); દૃષ્ટિ ઓ દિગંત’ (1980);…

વધુ વાંચો >

સામંત મોહન

સામંત, મોહન (જ. 1926, મુંબઈ) : પ્રતિભાવાન ચિત્ર-કલાકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના તેજસ્વી સ્કૉલર તરીકે તેમણે 1951માં કલાનો ડિપ્લોમા મેળવ્યો. તૈલરંગો, રેતી, સ્પેકલ (speckle) (એક પ્રકારનો સિમેન્ટ) અને ગુંદર વગેરે જેવા વિવિધ પદાર્થો વડે તેઓ તેમનાં ચિત્રોનું સર્જન કરે છે. એમનાં ચિત્રો રંગના થર પર ઊપસતી ઘન…

વધુ વાંચો >

સામંતરાય વીરેન્દ્રકુમાર

સામંતરાય, વીરેન્દ્રકુમાર (જ. 11 જુલાઈ 1946, પલાસરી, જિ. ખુરદા, ઓરિસા) : ઊડિયા બાલસાહિત્ય-લેખક. તેઓ બી.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનકાર્ય કરી સેવાનિવૃત્ત થયા. 1971થી બાળકોના માસિક ‘તુકુખુસી’ના સંપાદક રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 72 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પિલાન્કા ઉત્કલમણિ’ (1976); ‘ભારતજ્યોતિ ગ્રંથમાલા’ 10 ભાગમાં (તમામ ચરિત્રો); ‘સપના રૈજા’ (1977); ‘રાજરા સ્વપ્ન’…

વધુ વાંચો >

સામંત સિમ્હારા અભિમન્યુ

સામંત સિમ્હારા, અભિમન્યુ (જ. 1757, બાલિયા, જિ. કટક, ઓરિસા; અ. 1806) : પ્રખ્યાત ઊડિયા કવિ. તેમનો જન્મ ક્ષત્રિય જમીનદાર પરિવારમાં થયો હતો. તેમણે પરંપરાગત સંસ્કૃત શાળામાં અને સદાનંદ કવિસૂર્ય પાસે વૈષ્ણવ સાહિત્ય અને તત્ત્વજ્ઞાન અંગેનું વિદ્યાજ્ઞાન મેળવ્યું. 9 વર્ષની ઉંમરે તેમણે કાવ્યરચના શરૂ કર્યાનું કહેવાય છે. સુકુમાર વયે તેમણે રચેલી…

વધુ વાંચો >

સાયકિયા વસુંધરા

સાયકિયા, વસુંધરા (જ. 12 નવેમ્બર 1921, નૌગોંગ, આસામ) : આસામી લેખિકા અને અનુવાદક. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી આઇ.એસસી.ની પદવી મેળવી. તેઓ સાહિત્યસભા, જોરહટનાં સભ્ય; સોશિયલ વેલફેર, આસામ, ગુવાહાટીનાં ઉપાધ્યક્ષા પણ રહ્યાં. તેમના 4 ગ્રંથો ઉલ્લેખનીય છે. તેમાંના ‘પૂર્ણકુંભ’ અને ‘દત્તા’ (1992) બંગાળીમાંથી અનૂદિત કૃતિઓ છે. ‘સમ ક્રિકેટર્સ ઑવ્ ઇન્ડિયા’ આસામમાં અનૂદિત…

વધુ વાંચો >

સાયગલ ઓમેશ

સાયગલ, ઓમેશ (જ. 29 માર્ચ 1941, સિમલા, હિમાલય પ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજી લેખક. તેઓ બી.ટેક. (મિકૅનિકલ ઇજનેરી, આઇઆઇટીમાં ઑનર્સ) થયેલા. 1973માં રાજ્યસેવામાં માન્ચેસ્ટર યુનિવર્સિટીની પદવી મેળવી. પછી તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાયા; નૅશનલ કૅપિટલ ટેરિટરી, નવી દિલ્હીમાં ચીફ સેક્રેટરી રહ્યા; 1969-71 દરમિયાન જિલ્લા-મૅજિસ્ટ્રેટ, ત્રિપુરા; 1971-72માં ત્રિપુરા સરકારના સચિવ;…

વધુ વાંચો >

સારના મોહિન્દર સિંગ

સારના, મોહિન્દર સિંગ (જ. 25 સપ્ટેમ્બર 1923, રાવળપિંડી, હાલ પાકિસ્તાનમાં) : પંજાબી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની ડિગ્રી મેળવી. પછી સરકારી નોકરીમાં જોડાયા અને સરકારી અધિકારી તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1995માં બિરલા ફાઉન્ડેશન માટેની ભાષા-સલાહકાર સમિતિના સભ્ય રહ્યા. તેમણે કુલ 22 ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય છે : ‘પથાર દે…

વધુ વાંચો >

સારસ્વત ગણેશદત્ત

સારસ્વત, ગણેશદત્ત (જ. 10 ઑક્ટોબર 1936, બિસ્વાન, જિ. સિતાપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.; હિંદીમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ સિતાપુરની પી. જી. કૉલેજમાં આર.એમ.પી. વિભાગના વડા રહ્યા. ‘માનસ ચંદન’ ત્રિમાસિકના તેઓ સંપાદક રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 24 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

સારા જૉસેફ (શ્રીમતી)

સારા જૉસેફ (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1946, ત્રિશ્શૂર, કેરળ) : મલયાળમ વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની નવલકથા ‘આલાહાયુડે પેણ્મક્કળ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપનક્ષેત્રે જોડાયાં. છેલ્લે પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયાં. તેઓ અંગ્રેજી તથા તમિળ ભાષાની જાણકારી…

વધુ વાંચો >

સાલબેગ

સાલબેગ (16મી-17મી સદી) : ઓરિસાના સંત. તેઓ જન્મે પઠાણ હતા. તેમના પિતા સૂબેદાર જહાંગીર કુલીખાન અથવા લાલબેગ હતા અને માતા પુરી જિલ્લાના ડંડા મુકુંદપુર ગામનાં હિંદુ વિધવા હતાં. સાલબેગની નાની વયે લાલબેગનું અવસાન થતાં તેમનાં માતાએ તેમને ઉછેર્યા. સુલતાન જહાંગીરે લાલબેગને સૂબેદાર તરીકે ઓરિસાનો હવાલો સોંપેલો અને તે હિંદુ ધર્મસ્થાનોનો…

વધુ વાંચો >