બળદેવભાઈ કનીજિયા

શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, મોડાસા

શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, મોડાસા (સ્થાપના વર્ષ 1965) : ગુજરાતનું પુરાતત્વવિદ્યા-વિષયક મ્યુઝિયમ. હાલ શ્રી અંબાલાલ રણછોડદાસ સૂરા મ્યુઝિયમ તરીકે ઓળખાતા આ મ્યુઝિયમનું સંચાલન મોડાસાનું મ. લ. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, આર્ટ્સ કૉલેજ કરે છે. તેની રચના માટેના પ્રેરક તત્કાલીન આર્ટ્સ કૉલેજના આચાર્ય ડૉ.…

વધુ વાંચો >

શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ

શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ (જ. 1911, પૂર્વ કોચીન રાજ્ય; અ. 1985) : મલયાળમ ભાષાના ખ્યાતનામ કવિ અને નાટ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિડા’ (વિદાય, 1970) માટે 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1931માં તેઓ ઍર્નાકુલમમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા પછી 35 વર્ષનાં અધ્યાપનકાર્ય બાદ 1966માં હાઈસ્કૂલના હેડમાસ્તરપદેથી…

વધુ વાંચો >

શ્રીનાથ

શ્રીનાથ (જ. 1385, કાલિપટ્ટનમ્, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1445) : તેલુગુના ખ્યાતનામ કવિ. તેઓ સંસ્કૃત અને તેલુગુના પારંગત વિદ્વાન હોવા ઉપરાંત પ્રાકૃત અને શૌરસેનીમાં પણ એટલા જ નિષ્ણાત હતા. ‘ન્યાયદર્શન’ પર તેઓ વિશેષજ્ઞ ગણાતા. 1404થી 1420 દરમિયાન પેડાકોમટી વેમા રેડ્ડીના દરબારમાં તેઓ ‘વિદ્યાધિકારી’ના પ્રતિષ્ઠિત પદે રહ્યા અને કૉન્ડાવિડુના રેડ્ડી રાજાઓ…

વધુ વાંચો >

શ્રીરંગમ્, નારાયણ બાબુ

શ્રીરંગમ્, નારાયણ બાબુ (જ. 1906, વિઝિયાનગરમ્, આંધ્રપ્રદેશ; અ. 1960) : તેલુગુ ભાષાના કવિ. શ્રીમંત પરિવારમાં જન્મ. મૅટ્રિક થયા પછી પશુચિકિત્સાવિજ્ઞાનના અભ્યાસમાં જોડાયા, પરંતુ તે અધવચ્ચે છોડી દઈને તેમણે સાહિત્ય અને સંગીત પ્રત્યે રુચિ વિકસાવી. તેમણે તેમનું સમગ્ર જીવન કાવ્યરચના અને સંગીતને સમર્પિત કર્યું. તેમના સંગીતના જ્ઞાનની અસર તેમની કાવ્યશૈલીમાં વરતાતી…

વધુ વાંચો >

શ્રી રામકૃષ્ણ જીવિતચરિત્ર

શ્રી રામકૃષ્ણ જીવિતચરિત્ર (1956) : શ્રી ચિરંતનાનંદ સ્વામી(જ. 1906)એ તેલુગુમાં રચેલ શ્રી રામકૃષ્ણ પરમહંસનું ચરિત્ર. આ કૃતિ માટે ચરિત્રલેખકને 1957ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ગ્રંથ શ્રી રામકૃષ્ણલીલાપ્રસંગ અને શ્રી રામકૃષ્ણકથામૃત જેવા મૂળ બંગાળી સ્રોત પર તથા વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણના અન્ય શિષ્યોનાં લખાણો પર આધારિત…

વધુ વાંચો >

શ્રી શિવ છત્રપતિ

શ્રી શિવ છત્રપતિ (1964) : મહાન મરાઠી ઇતિહાસકાર, વિદ્વાન અને લેખક ટી. એસ. સેજવળકર(1885-1963)ની શિવાજી અંગેની ચિરસ્મરણીય કૃતિ. આ કૃતિને 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 98 પાનાંની શ્રેષ્ઠ પ્રસ્તાવના આ કૃતિનું મહત્વનું લક્ષણ છે. શિવાજી વિષયના તેમના આ અભ્યાસમાં નવો અભિગમ અપનાવવા ઉપરાંત નવી પદ્ધતિઓ અને…

વધુ વાંચો >

શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ)

શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ) (જ. ?, વિશાખાપટણમ; અ. ?) : તેલુગુ કવિ અને નાટ્યકાર. તેમને તેમના ગ્રંથ ‘શ્રી શ્રી સાહિત્યમુ’ માટે 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્ર સાથે બી.એ.ની પદવી મેળવી હતી. પછી કેટલોક વખત તેમણે પત્રકાર તરીકે કામગીરી કરી. 1940થી 1950ના દસકા…

વધુ વાંચો >

ષટ્પદી

ષટ્પદી (15મી સદીથી 18મી સદી) : કન્નડ કાવ્યનો એક પ્રકાર. તે છ લીટીનું બનેલું હોય છે; જેમાં પહેલી, બીજી, ચોથી અને પાંચમી લીટી તથા ત્રીજી અને છઠ્ઠી લીટી સરખી હોય છે. ત્રીજી અને છઠ્ઠી લીટીઓ બીજી ચાર લીટીઓના એક ગુરુ કરતાં દોઢ ગણી વધુ હોય છે. આ કાવ્યસ્વરૂપ વર્ણનાત્મક કાવ્ય…

વધુ વાંચો >

ષડંગી, બંસીધર

ષડંગી, બંસીધર (જ. 4 ડિસેમ્બર 1940, રાયરંગ, જિ. ખુર્દ, ઓરિસા) : ઊડિયા કવિ. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયામાં એમ.એ.ની તથા ડી.લિટ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમની પુરસ્કૃત કૃતિ ‘સ્વરોદય’ બદલ તેમને 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. અધ્યાપનકાર્ય બાદ તેઓ નયાગઢ કૉલેજ, ઓરિસામાં ઊડિયાના રીડરપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ અંગ્રેજી તથા…

વધુ વાંચો >

ષણ્મુખસુંદરમ્

ષણ્મુખસુંદરમ્ (જ. 1918; અ. 1977) : તમિળ નવલકથાકાર અને અનુવાદક. તેમણે ‘આલોલમ’, ‘રાશ’ અને ‘પેરુરાન’ તખલ્લુસથી પણ લેખનકાર્ય કર્યું હતું. માતૃભાષા તમિળ હોવા છતાં હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી પર તેમનો સારો કાબૂ હતો. તેઓ ગાંધીજીના આદર્શોને વરેલા હોઈ શરૂઆતમાં તમિળ દૈનિકમાં તેમણે રાજકીય વિશેષતાવાળા લેખોને પ્રાધાન્ય આપેલું. તેમણે આશરે 80…

વધુ વાંચો >