બળદેવભાઈ કનીજિયા

શેખાવત, સૌભાગ્યસિંગ

શેખાવત, સૌભાગ્યસિંગ (જ. 22 જુલાઈ 1924, ભગતપુરા, જિ. સિકર, રાજસ્થાન) : રાજસ્થાની પંડિત. તેઓ રાજસ્થાન શોધ સંસ્થાન,  જોધપુરના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : રાજસ્થાની ભાષા સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી, બિકાનેરના અધ્યક્ષ; રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી દિલ્હી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર બોર્ડના સભ્ય (1998-2002); ‘સંઘર્ષ’ માસિકના…

વધુ વાંચો >

શેઠ, રવિન્દર કુમાર

શેઠ, રવિન્દર કુમાર (જ. 3 સપ્ટેમ્બર 1939, ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિદ્વાન અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિંદી, સંસ્કૃત અને તમિળમાં એમ.એ., એમ.આઇ.એલ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ 1972-87 દરમિયાન હરદયાલ મ્યુનિસિપલ પબ્લિક લાઇબ્રેરીના માનાર્હ સેક્રેટરી; 1988 સુધી તમિળ હિંદી સંગમના પ્રમુખ અને 1989 સુધી ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના સભ્ય…

વધુ વાંચો >

શેઠ, રાજી

શેઠ, રાજી (જ. 4 ઑક્ટોબર 1935, નૌશેરા કૅન્ટૉન્મેન્ટ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી લેખિકા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મોમાં તજ્જ્ઞતા. તેઓ હિંદી અકાદમી, દિલ્હીનાં કારોબારી સભ્ય; સાહિત્યિક માસિક ‘યુગ-સાક્ષી’નાં સહસંપાદક; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડિઝ, સિમલાનાં ફેલો; 1998થી 2002 સુધી હિન્દી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના…

વધુ વાંચો >

શેઠ, શકુન્તલા

શેઠ, શકુન્તલા (જ. 27 નવેમ્બર 1924, ગુજરાત પંજાબ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી કવયિત્રી. તેમણે હિંદીમાં એમ.એ. અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1942-46 સુધી હિંદી સાહિત્યિક અને રાજકીય સામયિક ‘ઉષા’નાં સંપાદિકા; જમ્મુ અને કાશ્મીર પાઠ્યપુસ્તક સલાહકાર સમિતિનાં સભ્ય; જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચરનાં સભ્ય; ઓરિયેન્ટલ લર્નિંગ…

વધુ વાંચો >

શેઠિયા, કનૈયાલાલ

શેઠિયા, કનૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજનગઢ, જિ. ચુરુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદીના કવિ. તેઓ સમાજસેવક તથા સ્વાતંત્ર્યસૈનિક છે. તેઓ 1973-77 સુધી રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી  દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; રાજસ્થાની સાહિત્ય અકાદમી, ઉદયપુર; રાજસ્થાની સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી તથા હરિજન સેવક સંઘના સભ્ય રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં…

વધુ વાંચો >

શેઠી, સુરજિતસિંગ

શેઠી, સુરજિતસિંગ (જ. 1928, ગુજરખાન, રાવલપિંડી, પાકિસ્તાન) :  પંજાબી નાટ્યકાર, વાર્તાકાર અને નવલકથાકાર. અંગ્રેજી સાથે તેમણે એમ.એ. અને નાટ્યશાસ્ત્ર પર શોધપ્રબંધ રજૂ કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમનું પ્રથમ દીર્ઘ નાટક ‘કૉફી હાઉસ’ (1958), ‘હૉલો મૅન’નું  ચિત્રાંકન છે. ‘કાચા ઘડા’ (1960) અને ‘કદર્યાર’ (1960) રોમાંચક કથાઓના અતિ જાણીતાં પાત્રોનાં નવતર પરિમાણો…

વધુ વાંચો >

શેવડે, અનંત ગોપાળ

શેવડે, અનંત ગોપાળ (જ. 1911, સૌસર, જિ. છિંદવાડા, મધ્યપ્રદેશ; અ. 10 જાન્યુઆરી 1979, કોલકાતા) : સ્વાતંત્ર્યસેનાની. વિચક્ષણ સાહિત્યકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ વતનમાં. નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.. 1942ની ભારતની આઝાદીના આંદોલનમાં જોડાયા અને 3 વર્ષનો કારાવાસ ભોગવ્યો. ગાંધીજીના કાર્યક્રમથી ખૂબ આકર્ષાયા, તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેમના સૂચનથી માતૃભાષા મરાઠી હોવા…

વધુ વાંચો >

શેષગિરિ રાવ, એલ. એસ.

શેષગિરિ રાવ, એલ. એસ. (જ. 16 ફેબ્રુઆરી 1925, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમને તેમના સાહિત્યિક ઇતિહાસ ‘ઇંગ્લિશ સાહિત્ય ચરિત્રે’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ સ્થાને મેળવી. તેમણે 1944–68 દરમિયાન કર્ણાટક સરકારમાં અને 1968–85 દરમિયાન…

વધુ વાંચો >

શૌબિંગી (Common Iora)

શૌબિંગી (Common Iora) : ભારતવર્ષમાં વ્યાપક અને ગુજરાતનું સ્થાયી અધિવાસી પંખી. તેનો કિન્નર કુળ(Family Irenidae)માં સમાવેશ થાય છે. તેનું શાસ્ત્રીય નામ Aegithina tiphia huei Baker છે. હિંદીમાં તેને ‘શૌવીગા’ કહે છે. આ એક રૂપાળું અને મોહક સ્વર ધરાવતું, રૂપલાવણ્ય, છટા અને નર્તનમાં તેની તુલનામાં કોઈ ન આવે તેવું પંખી છે.…

વધુ વાંચો >

શ્યામશિર ગંદમ

શ્યામશિર ગંદમ : ભારતમાં શિયાળે જોવા મળતું યાયાવર પંખી. ગંદમ(Bunting)ની ઘણી જાતો છે. તેમાં સૌથી વધુ જાણીતાં અને વ્યાપક કાળા માથાવાળાં ગંદમ (Black Headed Bunting) છે. તે Emberiza calandra વર્ગનું પંખી છે. તેની શ્રેણી Passeriformes અને તેનું કુળ Emberizidae છે. તેનું કદ સુઘરી અને ચકલી કરતાં જરા મોટું અને બુલબુલ…

વધુ વાંચો >