બળદેવભાઈ કનીજિયા
શિવલગન
શિવલગન (18મીથી 19મી સદી) : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1874) દ્વારા કાશ્મીરીમાં રચાયેલ ત્રીજું મહાન ‘લીલા’-કાવ્ય. તે 380 ધ્રુવપદ કડીઓનું બનેલું છે. તેમાં શિવ સાથે પાર્વતીનાં લગ્નની મંત્રમુગ્ધ કથા વણાયેલી છે. તે બંને વિશ્વવ્યાપી અને અનુભવાતીત સ્તરે શિવ અને શક્તિનું આવશ્યક ઐક્ય સૂચવે છે. કાવ્યની શરૂઆતની કડીમાં અનુપ્રાસવાળા દુહા છે અને…
વધુ વાંચો >શિવશંકરન્, તિ. ક.
શિવશંકરન્, તિ. ક. (જ. 30 માર્ચ 1925, તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ વિવેચક અને અનુવાદક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘મતિપ્પુરૈકળ પેટ્ટિકળ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ અંગ્રેજીના જાણકાર છે. તેઓ 20 વર્ષ સુધી બૅંકમાં સેવા આપ્યા બાદ સોવિયેત ઇન્ફર્મેશન વિભાગના…
વધુ વાંચો >શીતલ, સોહનસિંગ
શીતલ, સોહનસિંગ (જ. 1909) : પંજાબી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘જુગ બદલ ગયા’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમણે બાળપણથી કાવ્યો રચવાનું શરૂ કરેલું. 1947માં તેમણે તેમની પ્રથમ નવલકથા લખી. પંજાબી સાહિત્યમાં તેમણે અત્યાર સુધીમાં 11,000 પૃષ્ઠ જેટલું સાહિત્યિક પ્રદાન કર્યું. તેમના ઘણા ગ્રંથોના હિંદી…
વધુ વાંચો >શીતિકંઠ આચાર્ય
શીતિકંઠ આચાર્ય (13મી સદી) : કાશ્મીરી ભાષાના જાણીતા પ્રથમ કવિ. તેમના જીવન અને પરિવાર વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ તેમનો જન્મ લલ દદ (લલ્લેશ્વરી) પહેલાં – 100 વર્ષ પર એટલે 13મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં થયાનું જાણવા મળે છે. તેઓ કાશ્મીર શૈવધર્મના પ્રકાંડ વિદ્વાન જયરથના શિષ્ય હતા. તેમના ગુરુની…
વધુ વાંચો >શુક્લ, યજ્ઞેશ હરિહર
શુક્લ, યજ્ઞેશ હરિહર (જ. 13 માર્ચ 1909, વલસાડ; અ. 13 ડિસેમ્બર 1981, મુંબઈ) : પીઢ પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા વિજયાબહેને ઉછેર્યા. 1925-26માં મૅટ્રિકમાં બે વાર નિષ્ફળ ગયા પછી મુંબઈમાં પિતરાઈ મોટાભાઈ જયકૃષ્ણ પાસે રહી દાવર્સ કૉલેજ ઑવ્ કૉમર્સમાં જોડાયા. અધવચ્ચે અભ્યાસ છોડી દઈ સામયિકોમાં…
વધુ વાંચો >શુક્લ, શિવકુમાર
શુક્લ, શિવકુમાર (જ. 12 જુલાઈ 1918, ગોંડલ, સૌરાષ્ટ્ર, ગુજરાત; અ. ?, વડોદરા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રથમ પંક્તિના ગાયક. માતાપિતાના સંગીતપ્રેમથી પ્રેરાઈને તેઓ આ કલાપ્રકાર તરફ વળ્યા. તેમની કલાસૂઝ અને ઉત્કંઠા પારખીને તેમના પિતાએ તેમને સંગીતના વધુ અભ્યાસાર્થે મુંબઈ મોકલ્યા. 1932માં તેઓએ મુંબઈના મહારાષ્ટ્ર સંગીત વિદ્યાલયમાં જોડાઈને બાબુરાવ ગોખલે…
વધુ વાંચો >શુક્લ, શ્રીલાલ
શુક્લ, શ્રીલાલ (જ. 31 ડિસેમ્બર 1925, આતરોલી, જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે શિક્ષણ લખનૌ, કાનપુર અને અલ્લાહાબાદમાં મેળવ્યું. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1950માં તેઓ રાજ્ય મુલકી સેવામાં જોડાયા. છેલ્લે કાનપુર ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકે સેવાનિવૃત્ત થયા. તેમને તેમની શ્રેષ્ઠ અદ્યતન નવલકથા ‘રાગ દરબારી’ (1968)…
વધુ વાંચો >શેખ, નૂરુદ્દીન
શેખ, નૂરુદ્દીન (જ. 1377, ખેજોગીપોરા, તા. કુલગામ, જિ. જમ્મુ; અ. 1441, રૂપવન, તા. બેરવા, કાશ્મીર) : મહાન કાશ્મીરી સંત અને કાશ્મીરી યૌગિક સંસ્કૃતિના પ્રતીક. તેમનું મૂળ નામ નંદ ઋષિ હતું. તેઓ ‘શેખ-ઉલ્-આલમ’, ‘આલમદારી કાશ્મીર’, ‘શમ્સ-ઉલ્-આરિફિન’, ‘કાશુર વાઝખાન’, ‘પિરાની પીર’, ‘પીરી ઋષિ’ અને ‘સહજ આનંદ’નાં વિવિધ ઉપનામે ઓળખાતા હતા. ધર્મ-શ્રદ્ધા અને…
વધુ વાંચો >શેખ, ફરીદુદ્દીન મસૂદ
શેખ, ફરીદુદ્દીન મસૂદ (જ. 1173, ખોતવાલ, હાલનું ચવાલી મશૈખ, જિ. મુલતાન, પાકિસ્તાન; અ. 1266, પાકપટ્ટન (અજોધન), જિ. સહિવાલ, પાકિસ્તાન) : બાબા ફરીદ તરીકે ખૂબ જાણીતા ભારતીય આદ્ય સૂફી સંત અને પંજાબી કવિ. તેમનું પૂરું નામ શેખ ફરીદુદ્દીન મોન્ડ ગંજેશકર જમાલુદ્દીન હતું. તેમના મૃત્યુ બાદ તેમના ભક્તોએ તેમનું ઉપનામ ‘મસૂદ’ રાખેલું.…
વધુ વાંચો >શેખ, મુહમ્મદ ઇબ્રાહિમ
શેખ, મુહમ્મદ ઇબ્રાહિમ (જ. 1900; અ. 1982) : સિંધી કવિ અને ગદ્યલેખક. તેઓ ‘ખલિલ’ તખલ્લુસથી ઓળખાતા હતા. તેમણે એન. એચ. અકાદમી, હૈદરાબાદ ખાતે માધ્યમિક શિક્ષણ લીધું અને મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. તેઓ માનસિક અને ચામડીના રોગોની સારવારના વિશેષજ્ઞ બન્યા. હૈદરાબાદ (સિંધ) ખાતે 1925માં તબીબી…
વધુ વાંચો >