બળદેવભાઈ કનીજિયા
શાન્તિસ્વરૂપ
શાન્તિસ્વરૂપ (જ. 24 ઑક્ટોબર 192૩, ધનૌરા, સિલ્વરનગર, મેરઠ, ઉત્તરપ્રદેશ) : ‘કુસુમ’ ઉપનામવાળા હિંદી કવિ. તેઓ સામાજિક સેવક તથા સ્વાતંત્ર્યસેનાની પણ છે. તેમણે 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પદધ્વનિ (1956), ‘ધરતી ગાતી હૈ’ (1992) કાવ્યસંગ્રહો; ‘દશરથનંદિની’ (1989), ‘લોપામુદ્રા’ (1992), ‘સુકન્યા’ (199૩), ‘હઠી દશાનન’ (1995) ખંડકાવ્યો; ‘ચંદ્રભા’ (198૩), ‘માધવી’ (1985), ‘સેનાની સુભાષ’…
વધુ વાંચો >શામ, કૃષ્ણદાસ
શામ, કૃષ્ણદાસ (સોળમી સદી) : કોંકણી અને મરાઠી કવિ. તેઓ સેક્સ્ટી (Saxty) (ગોવા)માં કેલોસીના વતની હતા, કેલોસી ગોવામાં સારસ્વત બ્રાહ્મણોનું કેન્દ્ર હતું. ચાતુર્માસ દરમિયાન ભક્તોને રામાયણ, મહાભારત, શ્રીમદભાગવતની કથા મંદિરોમાં સંભળાવવાનો રિવાજ હતો. આ રિવાજને કારણે મહાકાવ્યો અને પુરાણોનાં કોંકણી ભાષામાં ઘણાં ભાષાંતરોને ઉત્તેજન મળ્યું. શામ કૃષ્ણદાસે પુરાણોની કથા વાંચવા-સમજાવવાની…
વધુ વાંચો >શામ રાવ, ટી. એસ.
શામ રાવ, ટી. એસ. (જ. 1906; અ. ?) : કન્નડ પંડિત અને ગદ્યલેખક. તેમણે બી.એ. (ઑનર્સ) કર્યા પછી મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી અને ત્યાંના કન્નડ વિભાગમાં જોડાયા. થોડો વખત ગ્રંથપાલ તરીકે કામગીરી કર્યા બાદ પ્રસંગ(પ્રકાશન વિભાગ)ના મદદનીશ નિયામક બન્યા અને 1961માં સેવાનિવૃત્ત થયા. તેઓ જૂની અને મધ્ય કન્નડના પ્રખર…
વધુ વાંચો >શારદા અશોકવર્ધન, એન.
શારદા અશોકવર્ધન, એન. (જ. 28 જુલાઈ 19૩8, વિજયનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવયિત્રી-લેખિકા. તેમણે બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ હોમ-સાયન્સમાં ડિપ્લોમા કર્યો. તેઓ સરકારી નોકરીમાં જોડાયાં. આંધ્ર પ્રદેશ સરકારના માહિતી અને જાહેર સંપર્ક ખાતાનાં સંયુક્ત નિયામકપદેથી તેઓ સેવાનિવૃત્ત થયાં. તેઓ સેન્ટ્રલ ફિલ્મ સેન્સર બૉર્ડનાં સભ્ય; જવાહર બાલભવનનાં નિયામક; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી, હૈદરાબાદનાં…
વધુ વાંચો >શારદાપ્રસાદ, એચ. વાય.
શારદાપ્રસાદ, એચ. વાય. (જ. 15 એપ્રિલ 1924, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ તથા ભારતીય અંગ્રેજી લેખક અને અનુવાદક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ) અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ફેલોશિપ મેળવી. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્યમાં પરોવાયા. તેઓ 1966-78 અને 1980-88 સુધી વડાપ્રધાનના માહિતી-સલાહકાર, 1978-80 સુધી ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માસ કૉમ્યુનિકેશનના…
વધુ વાંચો >શારિબ રુદૌલ્વી (એસ. એમ. અબ્બાસ)
શારિબ રુદૌલ્વી (એસ. એમ. અબ્બાસ) (જ. 1 સપ્ટેમ્બર 19૩5, રુદૌલી, ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ પંડિત. તેમણે બી.એ. (ઑનર્સ); તથા લખનૌ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભારતીય ભાષા કેન્દ્રના પ્રાધ્યાપક; ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં પ્રમોશન ઑવ્ ઉર્દૂ બ્યૂરોમાં મુખ્ય પ્રકાશન-અધિકારી (1975-79); 197૩-75; 1979-90 દરમિયાન…
વધુ વાંચો >શાલીહાસ, રમેશચંદ્ર
શાલીહાસ, રમેશચંદ્ર (જ. 25 જુલાઈ 1925, સિરસા, હરિયાણા) : હિંદી અને સંસ્કૃત કવિ તથા પંડિત. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ‘શાસ્ત્રી’ (1943); ‘સાહિત્યરત્ન’ (1969); ‘આયુર્વેદરત્ન’ (1970, પ્રયાગ)ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેમણે અધ્યાપન સાથે લેખનકાર્ય આરંભ્યું. લુપ્ત સરસ્વતી અભિયાનના જિલ્લા-સંગઠક (ઑર્ગેનાઇઝર) તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ હિંદી સાહિત્ય સંમેલનના જિલ્લા પ્રમુખ; મુંબઈની…
વધુ વાંચો >શાસ્ત્રી, અમીરચંદ્ર
શાસ્ત્રી, અમીરચંદ્ર [જ. 15 જુલાઈ 1918, અહમદપુર સ્યાલ, જિ. જંગ (હાલ પાકિસ્તાનમાં)] : સંસ્કૃત પંડિત અને લેખક. તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી 1933માં શાસ્ત્રી અને 1936માં આચાર્યની પદવી મેળવી. ઋષિકુળ વિદ્યાપીઠ, હરદ્વારમાંથી 1933માં વિદ્યાકલાનિધિ, 1936માં વિદ્યાભાસ્કર, 1964માં વિદ્યાવાચસ્પતિની પદવીઓ મેળવી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : મહાવીર સંસ્કૃત મહાવિદ્યાલય, જંગ(હાલ…
વધુ વાંચો >શાસ્ત્રી, દેવર્ષિ કલાનાથ
શાસ્ત્રી, દેવર્ષિ કલાનાથ (જ. 1936, જયપુર, રાજસ્થાન) : સંસ્કૃત, હિંદી તથા અંગ્રેજી લેખક. તેમને તેમની કૃતિ ‘આખ્યાનવલ્લરી’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજીમાં એમ.એ. અને સંસ્કૃત તથા ભાષાવિજ્ઞાનમાં સાહિત્યાચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ રાજસ્થાની, હિંદી, ગુજરાતી, બંગાળી, વ્રજ અને પ્રાકૃત ભાષાની જાણકારી ધરાવે…
વધુ વાંચો >