બળદેવભાઈ કનીજિયા
શંકરદાસ સ્વામિગલ
શંકરદાસ સ્વામિગલ (જ. 1867; અ. 1922) : ખ્યાતનામ તમિળ નાટ્યકાર. પિતા પાસેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે તુતિકોરિન ખાતે મીઠાના કારખાનામાં હિસાબનીશ તરીકે થોડો વખત કામ કર્યું. 24મા વર્ષે તેઓ નાટ્યક્ષેત્રે પ્રવેશ્યા. કેટલાક સમય માટે જીવન ચર્ચાસ્પદ રહ્યું, અને ભગવો પોશાક ધારણ કરીને એક સ્થળેથી બીજા સ્થળે તીર્થયાત્રા કરી. તેથી…
વધુ વાંચો >શંકરદેવ
શંકરદેવ (જ. 1449, બારડોવા, જિ. નવગામ, આસામ; અ. 1568) : 15મી 16મી સદીના પ્રથમ કક્ષાના આસામી કવિ, સંત અને કલાકાર. શિશુવયે જ માતાપિતા ગુમાવ્યાં. ગામની શાળામાં અસાધારણ પ્રતિભા દર્શાવી. શાળાનાં 5થી 6 વર્ષ પૂરાં થતાં તેઓ સંસ્કૃતના પંડિત બન્યા. તેઓ દુન્યવી બાબતોથી અલિપ્ત રહેતા. તેથી થોડા વખતમાં તેમનાં લગ્ન લેવડાવી…
વધુ વાંચો >શંકરનકુટ્ટી નાયર, ટી. પી.
શંકરનકુટ્ટી નાયર, ટી. પી. (જ. 1 જૂન 1950, ઇલૂર, જિ. એર્નાકુલમ્, કેરળ) : મલયાળમ અને અંગ્રેજીના લેખક. તેઓએ કેરળ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે થ્રિસૂરની સરકારી કૉલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. 1973-74માં તેઓ રાજ્યભાષા સંસ્થામાં ઇતિહાસમાં સહસંપાદક; અંગ્રેજી અને મલયાળમમાં દ્વિમાસિક ‘ઇન્ડસ રિવ્યૂ’ના સંપાદક અને સંસ્કૃતની શ્રી શંકરાચાર્ય…
વધુ વાંચો >શંકરન નામ્બૂતિરી કે.
શંકરન નામ્બૂતિરી કે. (જ. 29 માર્ચ 1922, મવેલિકકરા, જિ. અલપ્પુળા, કેરળ) : મલયાળમના લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી., એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રીઓ મેળવી. 1972-77 દરમિયાન તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા, પછી સેવાનિવૃત્ત થયા અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ સાહિત્ય અકાદમી ઑવ્ એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર ઍન્ડ મૉડર્ન ઇન્ડિયન લિટરેચર સાથે સંકળાયેલા રહ્યા…
વધુ વાંચો >શંકર ભટ, કડેન્ગોદલુ
શંકર ભટ, કડેન્ગોદલુ (જ. 1904; અ. 1968) : કન્નડ કવિ, પત્રકાર અને શિક્ષણકાર. તેમણે મદ્રાસ(ચેન્નાઈ યુનિવર્સિટી)માંથી ‘વિદ્વાન’ની ડિગ્રી પ્રાપ્ત કરી. મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાં જન્મ. મૅંગલોરમાં અભ્યાસ દરમિયાન ગાંધીજીનું આહ્વાન મળતાં અભ્યાસ અધવચ છોડી દઈને કર્નાડ સદાશિવ રાવ જેવા દેશભક્તની નેતાગીરીથી પ્રેરાઈને તેઓ સ્વાતંત્ર્યસૈનિકોની ટુકડીમાં જોડાઈ ગયા. તેઓ મૅંગલોરથી પ્રગટ થતું…
વધુ વાંચો >શંકર સુલતાનપુરી (શંકર દયાળ શ્રીવાસ્તવ)
શંકર સુલતાનપુરી (શંકર દયાળ શ્રીવાસ્તવ) (જ. 1 ડિસેમ્બર 1940, પરાઉપુર, જિ. સુલતાનપુર, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે નવલકથા, વાર્તાસંગ્રહ, કાવ્યસંગ્રહ તેમજ બાળસાહિત્યનાં સંખ્યાબંધ પુસ્તકો સહિત 400થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઇન્સાનિયત ઇન્સાફ માંગતી હૈ’ (1960); ‘બેલા ફૂલે આધી રાત’ (1962); ‘આત્મા કી આંખેં’ (1966) અને ‘લહૂ કા રંગ…
વધુ વાંચો >શાદ આઝિમાબાદી
શાદ આઝિમાબાદી (જ. 1846, પટણા, બિહાર; અ. 1927) : ઉર્દૂ કવિ. તેમનું મૂળ નામ સૈયદ અલી મહમ્મદ હતું. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ શાહ વિલાયતહુસેન પાસે પૌરસ્ત્ય પદ્ધતિથી મેળવ્યું. ઉર્દૂના યુગપ્રવર્તક કવિઓ પૈકીના તેઓ એક હતા. 18૩1થી 1905 દરમિયાન અતિશયોક્તિભર્યા કામોત્તેજક ભાવવાળી નવતર અભિવ્યક્તિની કવિતામાં સરાહના થતી હતી. આમ છતાં શાદે…
વધુ વાંચો >શાદ આરિફી
શાદ આરિફી (જ. 1900 લોહારુ, પંજાબમાં તત્કાલીન દેશીરાજ્ય; અ. 1964) : ઉર્દૂ કવિ. તેમનું ખરું નામ અહ્મદ અલી ખાન હતું. પિતા આરિફુલ્લાખાન પોલીસ ઇન્સ્પેક્ટર હતા. શાદની 18 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં રામપુર સ્ટેટમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો. તેમણે શાળામાં ગયા વિના અદિબ, મુનશી અને ઉર્દૂ, ફારસી અને…
વધુ વાંચો >શાદક્ષરદેવ
શાદક્ષરદેવ (17મી સદી) : વીરશૈવ ધર્મના કન્નડ પંડિત અને પ્રતિભાશાળી કવિ. તેમના જન્મ કે મૃત્યુ વિશે કોઈ વિગત ઉપલબ્ધ નથી. મૈસૂરના સુવિખ્યાત રાજા ચિક્કદેવરાયના રાજ્ય દરમિયાન ચમ્પૂસ્વરૂપને પુનર્જીવન આપવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમને યુવાનવયે મહંતપદ મળ્યું અને તેઓ થાલંદુરુ મઠના વડા બન્યા હતા. તેમણે કન્નડ અને સંસ્કૃત ગ્રંથો…
વધુ વાંચો >શાન, હરનામ સિંઘ
શાન, હરનામ સિંઘ [જ. 15 સપ્ટેમ્બર, 192૩, ધમિયલ, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી પંડિત. તેમણે અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ., ‘મુન્શી ફઝિલ’; ‘ગ્યાની’ તથા ડી.લિટ.ની પદવીઓ મેળવેલી. તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના મુખ્ય પ્રૉજેક્ટ ઇન્વેસ્ટિગેટર; પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તથા ગુરુ નાનક ચૅરના અધ્યક્ષ અને પંજાબી તથા શીખ સ્ટડિઝના વડા; આકાશવાણી, નવી દિલ્હીના…
વધુ વાંચો >