શંકર સુલતાનપુરી (શંકર દયાળ શ્રીવાસ્તવ)

January, 2006

શંકર સુલતાનપુરી (શંકર દયાળ શ્રીવાસ્તવ) (. 1 ડિસેમ્બર 1940, પરાઉપુર, જિ. સુલતાનપુર, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે નવલકથા, વાર્તાસંગ્રહ, કાવ્યસંગ્રહ તેમજ બાળસાહિત્યનાં સંખ્યાબંધ પુસ્તકો સહિત 400થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઇન્સાનિયત ઇન્સાફ માંગતી હૈ’ (1960); ‘બેલા ફૂલે આધી રાત’ (1962); ‘આત્મા કી આંખેં’ (1966) અને ‘લહૂ કા રંગ એક હૈ’ (1967) તેમની જાણીતી નવલકથાઓ છે. ‘અપને ખૂન કા દર્દ’ (1965) વાર્તાસંગ્રહ છે. ‘ભારત માતા કી આત્મકથા’ (1968) કાવ્યસંગ્રહ, ‘આત્મા નહિ બિકતી’ (1981) નાટક તથા ‘ક્રાંતિકારી આઝાદ’ (1967) અને ‘ક્રાંતિકારી સુભાષ’ (1970) ચરિત્રગ્રંથો છે.

તેમને સંખ્યાબંધ ઇનામો તથા સન્માન મળ્યાં છે. તેમાં ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન સુરદાસ પ્રાઇઝનો સમાવેશ થાય છે.

બળદેવભાઈ કનીજિયા