બળદેવભાઈ કનીજિયા
શબાબ લલિત (ભગવાનદાસ)
શબાબ લલિત (ભગવાનદાસ) [જ. 3 ઑગસ્ટ 1933, ખાનગઢ, જિ. મુઝફ્ફરગઢ (હાલ પાકિસ્તાનમાં)] : ઉર્દૂ કવિ. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ., ઉર્દૂમાં એમ.એ., પીએચ.ડી. તથા બી.એડ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ પબ્લિસિટી ઑફિસર તરીકે સેવાનિવૃત્ત થયા પછી લેખનકાર્યમાં જોડાયા. તેઓ અંજુમન તરક્કી-એ-ઉર્દૂ (હિંદ), હિમાચલ પ્રદેશ…
વધુ વાંચો >શમશેર સિંઘ (શેર)
શમશેર સિંઘ (શેર) (જ. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા. તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >શમા
શમા (જ. 28 જુલાઈ 1945, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : હિંદી કવયિત્રી. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમણે ઓસ્કાય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક પરિચિત આકાશ’ (1971), ‘ચુટકીભર મુસ્કાન’ (1981), ‘ઉદાસિયૉ કે શહર મેં’…
વધુ વાંચો >શમિમ નિખાત
શમિમ નિખાત (જ. ?) : ઉર્દૂ લેખિકા. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન-કામગીરી સંભાળી. તેઓ દિલ્હી યુનિવર્સિટી અને રોહતક યુનિવર્સિટી, જામિયા મિલિયાના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં સભ્ય; ઉર્દૂ અકાદમી, દિલ્હીનાં સભ્ય-સંચાલિકા તથા પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, દિલ્હીનાં સભ્ય રહ્યાં. તેમણે ઉર્દૂમાં 5…
વધુ વાંચો >શમ્સુદ્દીન અહમદ
શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…
વધુ વાંચો >શમ્સુદ્દીન ‘બુલબુલ’
શમ્સુદ્દીન ‘બુલબુલ’ (જ. 1857, મેહર, પૂર્વ સિંધ; અ. 1919) : સિંધી કવિ, નિબંધકાર અને પત્રકાર. સિંધી કાવ્યમાં અતિસૂક્ષ્મ વ્યંગ્ય અને વિનોદ દાખલ કરનાર પ્રથમ કવિ. પત્રકારત્વમાં પણ તેમણે તેનો લાભ લીધો. તેઓ ઇસ્લામના ઉત્સાહી પ્રચારક હતા અને સિંધી મુસ્લિમોમાં તે સમયે પ્રવર્તતા બૂરા રિવાજો અંગે તેમનાં કાવ્યોમાં ભારોભાર વ્યંગ્ય અભિવ્યક્ત…
વધુ વાંચો >શરણ, દીનાનાથ
શરણ, દીનાનાથ (જ. 26 જૂન 1938, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી 1958માં હિંદી સાથે એમ.એ. અને મગધ યુનિવર્સિટીમાંથી 1969માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેઓ 1965-68 દરમિયાન નેપાલની ત્રિભુવન યુનિવર્સિટીમાં કોલંબો યોજના હેઠળ પ્રાધ્યાપક રહ્યા. પટણાની શ્રી ગુરુ ગોવિંદસિંગ કૉલેજમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા; બિહાર હિંદી સાહિત્ય…
વધુ વાંચો >શરણરાણી
શરણરાણી (જ. 8 એપ્રિલ 1929, દિલ્હી) : ભારતનાં વિખ્યાત અને પ્રથમ મહિલા સરોદવાદક અને સંગીતકાર. રૂઢિવાદી હિંદુ પરિવારમાં જન્મ. બાળપણથી નૃત્ય તથા સંગીતની સાધના પરિવાર તથા સમાજની વિરુદ્ધ સંઘર્ષ કરતાં કરતાં ચાલુ રાખી. સ્વ. અચ્છન મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી કથક અને નવકુમાર સિંહા પાસેથી મણિપુરી નૃત્યની તાલીમ લીધી. 7…
વધુ વાંચો >શરણ, હરશરણદાસ
શરણ, હરશરણદાસ (જ. 31 જાન્યુઆરી 1928, ફાલવડા, જિ. મેરઠ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે ‘સાહિત્યઆચાર્ય’: ‘સાહિત્ય-શિરોમણિ’; ‘સાહિત્યરત્ન’ અને ‘પ્રભાકર’ની ડિગ્રીઓ મેળવી. તેમણે ‘બાળગોપાળ’ અને ‘વીર ઇન્ડિયા’ના સંપાદક તરીકે તેમની કારકિર્દી શરૂ કરી. પછી શાળામાં શિક્ષણકાર્ય કરી સેવાનિવૃત્ત થયા અને ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં પરોવાયા. તેમણે સંદર્ભગ્રંથો સહિત 253 ગ્રંથો આપ્યા છે. તેમાં…
વધુ વાંચો >શરદચંદ્ર, જી. એસ. ચેટ્ટી
શરદચંદ્ર, જી. એસ. ચેટ્ટી (જ. 3 મે 1938, નંજાન્ગુડ, મૈસૂર, કર્ણાટક) : ભારતીય અંગ્રેજી કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ.; બી.એલ.; ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી એમ.એસ.; ઓસ્ગોડે હૉલ લૉ સ્કૂલ, કૅનેડામાંથી એલએલ.એમ.; આયોવા યુનિવર્સિટીમાંથી એમ.એફ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અમેરિકાની મિસૂરી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક તરીકે અધ્યાપન કરવા સાથે લેખનકાર્ય આરંભ્યું. 1964માં તેઓ…
વધુ વાંચો >