બળદેવભાઈ કનીજિયા
વેંકટ કવિ, ચેમકુરા
વેંકટ કવિ, ચેમકુરા (જ. સત્તરમી સદી) : તાંજોરના રઘુનાથ નાયકના દરબારમાં પ્રસિદ્ધ કવિ. તેમનું નામ હતું ચેમકુરા વેંકટરાજુ. રાજાના લશ્કરી પ્રવાસોમાં તેમણે રાજાની સેવા કર્યાનું જણાય છે. તેમની કાવ્યકૃતિ ‘વિજયવિલાસમ્’ તેલુગુમાં એક મહાકાવ્ય ગણાય છે. તેમાં તેઓ તેમની જાતને લક્ષ્મણામાત્યના પુત્ર તરીકે અને તેમના કાવ્યને સૂર્યદેવ તરફથી મળેલી પ્રેરણારૂપ માને…
વધુ વાંચો >વેંકટ કૃષ્ણ શાસ્ત્રી, બી. વી.
વેંકટ કૃષ્ણ શાસ્ત્રી, બી. વી. (જ. 13 ઑગસ્ટ 1954, દેવનહલ્લી, જિ. બૅંગલોર, કર્ણાટક) : સંસ્કૃત પંડિત. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી બી.એસસી.; સંસ્કૃત સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ઇન્ટરનૅશનલ સંસ્કૃત રિસર્ચ એકૅડેમી, બૅંગલોરના નિયામક; અખિલ કર્ણાટક સંસ્કૃત પરિષદના સેક્રેટરી અને નિષ્ણાત સમિતિના સભ્ય રહ્યા. તેઓ સંસ્કૃત પાઠ્યપુસ્તકોના સમીક્ષક પણ…
વધુ વાંચો >વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ
વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ : બલન્ત્રપુ વેંકટરાવ (1880-1971) અને વૉલેટી પાર્વતિસમ (1882-1955) નામના તેલુગુમાં ગદ્ય અને પદ્યના ઘણા ગ્રંથોના સંયુક્તપણે રચયિતા જોડિયા કવિઓ. તેમણે બંનેએ બંગાળી, હિંદી અને મરાઠી નવલકથાઓના તેમના અનુવાદ દ્વારા તેલુગુ નવલકથાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે નવલકથાઓ તેમણે આંધ્ર પ્રચારિણી ગ્રંથમાળાના અન્વયે પ્રસિદ્ધ કરી હતી. આ…
વધુ વાંચો >વેંકટપ્પૈયા, વેલગા
વેંકટપ્પૈયા, વેલગા (જ. 12 જૂન 1932, તેનાલી, જિ. ગુન્તુર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આંધ્ર પ્રદેશ સરકારના જાહેર ગ્રંથાલયોના વિભાગમાં ગ્રંથપાલ તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા તે પહેલાં 1966-68 સુધી તેમણે વિજયવાડામાં સ્કૂલ ઑવ્ લાઇબ્રેરી સાયન્સના આચાર્ય તરીકે કામગીરી કરી. 1965થી તેઓ તેલુગુ…
વધુ વાંચો >વેંકટરત્નમ્, આદિગોપુલા
વેંકટરત્નમ્, આદિગોપુલા (જ. 1 જુલાઈ 1947, કોતાવંગલુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમણે નાગાર્જુન યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીની પદવી મેળવી અને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેમણે તેલુગુમાં 11 કૃતિઓ આપી છે : ‘સૂર્યોદયમ્’ (1984); ‘એન્નાલ્લી ચરિત્ર’ (1985); ‘જીવન પોરટમ’ (1986); ‘વાણીસત્વમ્ અમ્માબદુનુ’ (1987); ‘મરણાનિકી રેન્ડુ મુખાલુ’ (1988), ‘વિપ્લવાનિકી…
વધુ વાંચો >વેંકટ રમણય્યા, નેલતુરી
વેંકટ રમણય્યા, નેલતુરી (જ. 1893; અ. 1977) : આંધ્રના નિબંધકાર અને ઇતિહાસકાર. ગરીબ પણ વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે 1919માં ઇતિહાસમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. પછી બૅંગાલુરુ અને મદ્રાસ (ચેન્નાઈ) ખાતે તેલુગુ પંડિત તરીકે અને મદ્રાસની ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમના શોધ-પ્રબંધ ‘ધી ઓરિજિન ઑવ્ સાઉથ ઇન્ડિયન…
વધુ વાંચો >વેંકટ રમણય્યા, બુલુસુ
વેંકટ રમણય્યા, બુલુસુ (જ. 1907, વિજયનગરમ્ પાસે, આંધ્ર પ્રદેશ; અ. ?) : વિખ્યાત તેલુગુ પંડિત, શિક્ષક અને લેખક. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી સંસ્કૃતની મહારાજા કૉલેજમાં જોડાયા અને કાવ્યશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર અને વ્યાકરણનો અભ્યાસ કર્યો. તેમણે 1934થી 1956 સુધી ચેન્નાઈ ખાતે કેલ્લેટ હાઈસ્કૂલમાં અને 1956થી 1968 સુધી હિંદુ થિયૉસૉફિકલ હાઈસ્કૂલમાં શિક્ષક…
વધુ વાંચો >વેંકટરામન આચાર્ય, પડિગરુ
વેંકટરામન આચાર્ય, પડિગરુ (જ. 1915, ઉડુપી, દક્ષિણ કનરા, કન્નડ) : કન્નડ પત્રકાર, કવિ, વાર્તાકાર અને વિવેચક. તેઓ કન્નડ પત્રકારત્વમાં ‘પવેમ આચાર્ય’ના નામથી વધુ લોકપ્રિય હતા. તેમણે કટાર-લેખક તરીકે કન્નડમાં સર્જનાત્મક પત્રકારત્વના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ અનેકભાષાવિદ છે અને તુલુ, કન્નડ, હિંદી, બંગાળી, મરાઠી અને સંસ્કૃત ભાષા જાણે છે.…
વધુ વાંચો >વેંકટરામૈયા, સી. કે.
વેંકટરામૈયા, સી. કે. (જ. 1896; અ. 1973) : કન્નડ વાર્તાકાર, ચરિત્રકાર, વિવેચક અને નાટ્યકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી, પછી મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. ત્યારબાદ મૈસૂર સરકારમાં અનુવાદક તરીકે જોડાયા અને વખત જતાં નિર્દેશકપદે રહ્યા. તેમણે મોટેભાગે પારિવારિક જીવનને કેન્દ્રમાં રાખીને મસ્તી-પરંપરામાં વાર્તાઓ રચી છે,…
વધુ વાંચો >વેંકટ રાવ, નિદાદવોલુ
વેંકટ રાવ, નિદાદવોલુ (જ. 1903, વિજયનગરમ્; અ. 1983) : તેલુગુ સાહિત્યના સંશોધક. તેમણે કૉલેજ-કક્ષા સુધી વિશાખાપટ્ટનમ્ ખાતે અભ્યાસ કર્યા પછી થોડો વખત ઇમ્પિરિયલ બક ઑવ્ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે કામગીરી કરી. 1941માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે તેલુગુમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. કેટલોક વખત કાક્ધિાાડા ખાતેની પીઠાપુર રાજાની કૉલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી.…
વધુ વાંચો >