બળદેવભાઈ કનીજિયા

કેશવદેવ પી.

કેશવદેવ, પી. (જ. 20 જુલાઈ 1904, પેરુર, ક્વિલોન પાસે કેરળ; અ. 1 જુલાઈ 1983, તિરુવનંતપુરમ્) : આધુનિક મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને રાજકીય સક્રિય કાર્યકર. તેઓ આર્યસમાજી બન્યા ત્યારે તેમણે પોતાનું નામ ‘કેશવ પિલ્લાઈ’ને બદલે ‘કેશવ દેવ’ રાખ્યું. વર્ષો સુધી તેઓ કેરળના સમાજવાદી પક્ષ સાથે સંકળાયેલા રહ્યા. તેમને તેમની નવલકથા…

વધુ વાંચો >

કેશિરાજ

કેશિરાજ (1260 આશરે) : કન્નડ કવિ, વ્યાકરણશાસ્ત્રી અને કન્નડ ભાષાના પ્રથમ વ્યાકરણકાર. મહાકાવ્યની રચનામાં 18 પ્રકારનાં વર્ણનોથી સભર કાવ્યસંકલન ધરાવતી જૂની કન્નડ કવિતાના આદ્ય કાવ્યસંગ્રહ ‘સુક્તિસુધાર્ણવ’ના રચયિતા યોગીપ્રવર ચિદાનંદ મલ્લિકાર્જુન તેમના પિતા હતા. કેશિરાજ ‘કેશવ’ અને ‘ચન્નકેશવ’ નામથી પણ ઓળખાતા હતા. મલ્લિકાર્જુનને હોયસળ રાજા સોમેશ્વર(1233-1254)નો આશ્રય મળેલો અને તેમણે તેમના…

વધુ વાંચો >

કૌલ ઝિંદા (માસ્તરજી)

કૌલ, ઝિંદા (માસ્તરજી) (જ. 1884, શ્રીનગર, કાશ્મીર; અ. 1965, જમ્મુ) : કાશ્મીરી કવિ, કાશ્મીરી પંડિતકુળમાં જન્મ. પ્રારંભમાં ફારસીનું શિક્ષણ મક્તાબ(શાળા)માં મેળવ્યું ત્યારે તેઓ ઉંમરના પ્રમાણમાં ઘણા સમજદાર બાળક ગણાતા. અભ્યાસ પૂરો કરી શિક્ષક તરીકે એવી સુંદર કામગીરી કરી કે વિદ્યાર્થીઓ, મિત્રો અને તેમના ચાહકો દ્વારા ‘માસ્તર’ કે ‘માસ્તરજી’નું બિરુદ પામ્યા.…

વધુ વાંચો >

કૌલ હરિકૃષ્ણ

કૌલ, હરિકૃષ્ણ (જ. 22 જુલાઈ 1934, શ્રીનગર; અ. 15 જાન્યુઆરી 2009) : કાશ્મીરી અને હિંદી વાર્તાકાર તથા નાટકકાર. 1951માં તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદમાં; 1953માં યુવાન લેખકમંડળ અને પ્રગતિશીલ લેખક- મંડળની જુનિયર પાંખમાં જોડાયા. 1955માં તેમણે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનુવાદક તરીકે કામગીરી કરી. 1960માં તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત…

વધુ વાંચો >

ખમ્સા

ખમ્સા (1524-25) : સુપ્રસિદ્ધ ઈરાની કવિ નિઝામીનાં પાંચ કાવ્યોનો સુંદર સચિત્ર સંગ્રહ. નિઝામી (નિઝામુદ્દીન અબુ મુહમ્મદ ઇલિયાસ બિન યૂસુફ) (જ. 1140; અ. 1203-4) ઈરાનના એક વિખ્યાત કવિ હતા. ‘ખમ્સા’ એટલે 5 કાવ્યોનું જૂથ – એ પાંચ કાવ્યરચનાઓ છે : (1) મખઝન અલ્ અસરાર (રહસ્યોનો ખજાનો), જેમાં કેટલાક પ્રસંગો સાથેનાં ગૂઢ…

વધુ વાંચો >

ખિલાણી, લખમી

ખિલાણી, લખમી (જ. 2 ઑક્ટોબર 1935, સક્કર, સિંધ, હાલ પાકિસ્તાન) : જાણીતા સિંધી વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ગુફા જે હુન પાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શાળાકીય શિક્ષણ સક્કરમાં લીધું. આઝાદી પછી ભારતમાં કૉલકાતા ખાતે સ્થાયી થયા. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એસસી.(ઇજનેરી)ની પદવી મેળવી. પછી…

વધુ વાંચો >

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ (જ. 20 એપ્રિલ 1928, કડી, જિ. ગાંધીનગર, ગુજરાત) : હાથછાપકામનાં બીબાંના નિષ્ણાત કસબી. તેમણે ગુજરાતી 7 અને અંગ્રેજી 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા કાષ્ઠકલા-કારીગરી અને ડિઝાઇન બનાવનાર પારંગત કલાકાર હતા. તેમની પાસેથી તેમણે 1943થી વારસાગત કલાની તાલીમ લીધી અને 1948 સુધીમાં કાપડના છાપકામ માટે…

વધુ વાંચો >

ગદ્દી, ઇલયાસ અહમદ

ગદ્દી, ઇલયાસ અહમદ (જ. 24 એપ્રિલ 1934, ઝારખંડ; અ. 27 જુલાઈ 1997, ઝરિયા) : બિહારના જાણીતા ઉર્દૂ નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ફાયર એરિયા’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ એક વેપારી હતા.  તેમણે નવલકથાઓ અને  વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તેમણે ફણીશ્વરનાથ રેણુની ચૂંટેલી…

વધુ વાંચો >

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, અલ્વર (રાજસ્થાન)

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, અલ્વર (રાજસ્થાન) : અલ્વરના પુરાણા સિટી પૅલેસમાં આવેલું મ્યુઝિયમ. તેની સ્થાપના મહારાજ જયસિંહ તથા વિનયસિંહે કરેલી. તેમાં પ્રાદેશિક શિલ્પકૃતિઓ, ચિત્રો, હસ્તપ્રતો અને અલ્વરના રાજકુટુંબને લગતી સંખ્યાબંધ ચીજવસ્તુઓનો સંગ્રહ ખાસ જોવાલાયક છે. હોકાનું સ્ટૅન્ડ, ચામરો, પેનહોલ્ડરો, જમવાનાં સોનાચાંદીનાં વાસણો, પેટી, પટારા, ડાબલીઓ અને શણગારેલ ફૂલદાનીઓ જેવી મહેલ-વપરાશની વસ્તુઓ ઓગણીસમી…

વધુ વાંચો >

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મથુરા (ઉત્તરપ્રદેશ)

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મથુરા (ઉત્તરપ્રદેશ) (સ્થાપના : 1874) : પ્રારંભમાં કર્ઝન મ્યુઝિયમ ઑવ્ આર્કિયૉલૉજી તરીકે ઓળખાતું મ્યુઝિયમ. 1912માં ઉત્તરપ્રદેશની સરકારે તેનો વહીવટ સંભાળ્યો તે પછી 1930માં તેની તમામ શિલ્પકૃતિઓ તથા કલાસંગ્રહ નવા મકાનમાં ખસેડવામાં આવ્યાં હતાં. તે પહેલાં તેમાંની ઉત્તમ શિલ્પકૃતિઓ ઇન્ડિયન મ્યુઝિયમ, કૉલકાતામાં; લખનૌના મ્યુઝિયમમાં અને બ્રિટિશ મ્યુઝિયમ, લંડન જેવાં…

વધુ વાંચો >