બળદેવભાઈ કનીજિયા

વર્ઘિસ, કાંજિરાતુંકલ

વર્ઘિસ, કાંજિરાતુંકલ (જ. 15 જૂન 1922, કડુતુરુતી, જિ. કોટ્ટયમ્, કેરળ) : મલયાળમ લેખક. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવાનિવૃત્ત થયા. પછી લેખનકાર્ય આરંભ્યું. તેમણે અત્યાર સુધીમાં મલયાળમમાં 60 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એલ્લમ નિનાકુવેન્ડી’ (1988); ‘નાતિન્પુરતિન્લે મકાલ’ (1989) તેમની જાણીતી નવલકથાઓ છે. ‘સ્પર્શમાપિની’ (1989); ‘પૉન્નિલવુ પારકુન્નુ’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. તેમણે…

વધુ વાંચો >

વર્તક, ચંદ્રકાન્ત રામચંદ્ર (ડૉ.)

વર્તક, ચંદ્રકાન્ત રામચંદ્ર (ડૉ.) (જ. 27 જુલાઈ 1930, મહાડ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959થી 1990 દરમિયાન તેમણે કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં મરાઠીનું અધ્યાપનકાર્ય કર્યું. નિવૃત્તિ પછી તેમણે કે. એસ. વાણી સંશોધન સંસ્થા, ધૂળેમાં મુલાકાતી પ્રાધ્યાપક (માનાર્હ) તરીકે સેવાઓ આપી.…

વધુ વાંચો >

વર્મા, અટ્ટૂર રવિ

વર્મા, અટ્ટૂર રવિ (જ. 1930, અટ્ટૂર, જિ. ત્રિશ્શૂર, કેરળ) : મલયાળમ કવિ અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અટ્ટૂર રવિ વર્માયુટે કવિતકળ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે મલયાળમ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અનેક યુનિવર્સિટીમાં મલયાળમના પ્રાધ્યાપક રહ્યા. તેઓ અંગ્રેજી, સંસ્કૃત અને તમિળ…

વધુ વાંચો >

વર્મા, કમલા

વર્મા, કમલા (જ. 28 સપ્ટેમ્બર 1939, નદોં, હમીરપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખિકા. તેમણે હિમાચલ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.ટી. અને એમ.એ.ની પદવીઓ સંગીતના વિષય સાથે પ્રાપ્ત કરી છે. તેમણે ઘટક પ્રાથમિક શિક્ષણ અધિકારી, હમીરપુર તરીકે સેવા ઉપરાંત અભિનેત્રી અને સંગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી. સાથોસાથ ‘કમલ’ તખલ્લુસથી લેખનકાર્ય કર્યું. તેમની માતૃભાષા…

વધુ વાંચો >

વર્મા, ધનંજય (ડૉ.)

વર્મા, ધનંજય (ડૉ.) (જ. 14 જુલાઈ 1935, છતેર, ઉદેપુર, જિ. રાયસણ, મધ્યપ્રદેશ) : હિંદી પંડિત. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવી. 1960’-95 દરમિયાન મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક; 1980’-82માં ઉક્ત સરકારના સંસ્કૃતિ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી; 1981માં ભારત ભવન સમિતિના સભ્યસચિવ; 1981-82માં મધ્યપ્રદેશ આદિવાસી લોકકલા…

વધુ વાંચો >

વર્મા, ધીરેન્દ્ર

વર્મા, ધીરેન્દ્ર (જ. 1897, બરેલી, ઉત્તરપ્રદેશ; અ. 1973) : હિંદી લેખક અને ભાષાશાસ્ત્રી. નાની ઉંમરથી જ તેઓ આર્યસમાજના પ્રભાવ હેઠળ આવ્યા. તેમણે અલ્લાહાબાદની મુઇર સેન્ટ્રલ કૉલેજમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની પદવી મેળવી. પછી 1924માં તેઓ એ જ કૉલેજમાં અધ્યાપક નિમાયા. 1934માં તેઓ પૅરિસ ગયા. ત્યાં તેમણે પ્રખ્યાત ભાષાશાસ્ત્રી જુલે બ્લોચના માર્ગદર્શન…

વધુ વાંચો >

વર્મા, નવરુન

વર્મા, નવરુન (જ. 1 મે 1934, સમસેરનગર, સિલ્હટ, હાલ બાંગ્લાદેશ)  :  આસામી અને હિંદી લેખક. તેઓએ 1954માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.; 1960માં પારંગત (આગ્રા); 1973માં ‘રાષ્ટ્રભાષારત્ન’(વર્ધા)ની ડિગ્રી મેળવી. તેમણે પૂર્વોત્તર સાહિત્ય સંગમ, ગૌહત્તીના સેક્રેટરી પદે અને હિંદીમાં કટારલેખક તરીકે કામગીરી કરી હતી. તેમની માતૃભાષા હિંદી હોવા છતાં આસામીમાં પણ તેમણે લેખન-કાર્ય…

વધુ વાંચો >

વર્મા, પવન કે.

વર્મા, પવન કે. (જ. 5 નવેમ્બર 1953, નાગપુર, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ) અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર, ન્યૂયૉર્કમાં ભારતીય કાયમી મિશનમાં; મૉસ્કોમાં જવાહરલાલ નહેરુ કલ્ચરલ સેન્ટર, ભારતીય એલચી કચેરીના નિયામક તરીકે ભારતના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી તરીકે સેવા આપી છે. હાલ તેઓ ભારત…

વધુ વાંચો >

વર્મા, બજરંગ

વર્મા, બજરંગ (જ. 30 જૂન 1930, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એ. અને 1989માં ડી.લિટ. તથા 1964માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ બિહાર સરકારના સંયુક્ત સચિવપદેથી સેવાનિવૃત્ત થયા. તેમણે બિહાર રાષ્ટ્રભાષા પરિષદના સિનિયર નાયબ નિયામક તરીકે ફરજ બજાવી હતી. તેમણે દક્ષિણ બિહારની ભાષાકીય…

વધુ વાંચો >

વર્મા, મદનલાલ

વર્મા, મદનલાલ [જ. 16 મે 1931, તુલમ્બા, જિ. મુલતાન (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી અને સંસ્કૃતના લેખક. તેમણે હિંદી તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની, હિંદીમાં પીએચ.ડી. અને સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તે પછી અધ્યાપનકાર્યમાં જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે અત્યાર સુધીમાં હિંદી તેમજ સંસ્કૃતમાં 12 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘ગિરિકર્ણિકા’ (ગદ્યપદ્ય…

વધુ વાંચો >