બળદેવભાઈ કનીજિયા
વત્સ, રાકેશ
વત્સ, રાકેશ (જ. 13 ઑક્ટોબર 1941, નાભા, જિ. પતિયાળા, પંજાબ) : હિંદી લેખક. તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપન તેમજ લેખનકાર્ય કર્યું. તેમણે તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જંગલ કે આસપાસ’ (1982); ‘સપનરાગ’ (1987); ‘નારદંશ’ (1994) એ લોકપ્રિય નવલકથાઓ છે. ‘અતિરિક્ત’ (1972);…
વધુ વાંચો >વત્સ, શ્રીનિવાસ
વત્સ, શ્રીનિવાસ (જ. 23 ડિસેમ્બર 1959, રિંધના [રોહતક] હરિયાણા) : હિંદી બાળસાહિત્યકાર. તેમણે એમ.એ., બી.એડ., પી.જી. જે.ડી. તથા શાસ્ત્રીની પદવીઓ મેળવી. તેમણે ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હિંદી અધિકારી તરીકે સેવા આપેલી. તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રાત મેં પૂજા’ (1991); ‘લાલ ફૂલ’ (1991); ‘શંકવાલા રાજકુમાર’ (1992) તથા બાળકો…
વધુ વાંચો >વનિતા (ડૉ.)
વનિતા (ડૉ.) (જ. 7 ઑક્ટોબર 1954, અમૃતસર, પંજાબ) : પંજાબી કવયિત્રી અને વિવેચક. તેમણે ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી સંગીતમાં એમ.એ.; દિલ્હી યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; એમ. ફિલ. અને 1998માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અત્યાર સુધીમાં પંજાબીમાં 6 ગ્રંથો આપ્યા છે. ‘સુફનિઆન દી પગદંડી’ (1985); ‘હરિઆન ચાવન દી કબર’ (1989); ‘બોલ-આલાપ’ (1993)…
વધુ વાંચો >વનિયાલ, પ્રેમાનંદ
વનિયાલ, પ્રેમાનંદ (જ. 1693; અ. 1788) : રાજસ્થાનના પ્રખ્યાત બિશ્નોઈ સંત. તેઓ બીકાનેરમાં રસિસર ગામના સુરતાનના પુત્ર હતા. તેમણે એક મકનોજી અને બીજા રાસોજી એમ બે ગુરુ કર્યા હતા. તેમણે ઉચ્ચ કોટિના સાહિત્યની રચના કરી છે. વળી સંખ્યાબંધ હસ્તપ્રતોનો તેમણે પુનરુદ્ધાર કર્યો છે. તેમના સમર્પિત પ્રયાસોને કારણે મૂલ્યવાન હસ્તપ્રતસાહિત્ય હંમેશને…
વધુ વાંચો >વરખેડકર, વસંત શ્યામરાવ
વરખેડકર, વસંત શ્યામરાવ (જ. 1918; અ. 1985) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા નાગરિક સ્વાતંત્ર્ય અને લોકશાહીના હિમાયતી. તેમણે નાગપુરની મોરિસ કૉલેજમાંથી એમ.એ.ની પદવી મેળવ્યા બાદ થોડો વખત ‘સમાધાન’ અને ‘ભવિતવ્ય’ના સહ-સંપાદક તરીકે કામગીરી કરી. પછી તેઓ સરકારી નોકરીમાં પ્રેસ માહિતી કાર્યાલયમાં માહિતી અધિકારી તરીકે જોડાયા. તેમણે નવલકથાકાર તરીકે તેમની કારકિર્દી…
વધુ વાંચો >વરદરાજ રાવ, જી.
વરદરાજ રાવ, જી. (જ. 1918; અ. 1987) : કન્નડ સંશોધક, પંડિત અને કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ); એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. પછી કન્નડ વિભાગના અધ્યાપક તરીકે જોડાયા અને પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી; પરંતુ હરિદાસ સાહિત્ય(હરિદાસોની રચનાઓ)ના અભ્યાસ અંગે તેમણે કરેલ સંશોધનથી તેઓ…
વધુ વાંચો >વરદ શ્રીનિવાસ (‘પાવન’)
વરદ શ્રીનિવાસ (‘પાવન’) (જ. 25 જુલાઈ 1950, કસારગોડ, કેરળ) : કન્નડ કવયિત્રી, નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક. 1970માં ડી. બી. હિંદી પ્રચાર સભાની રાષ્ટ્રભાષા પ્રવીણ અને 1971માં સંસ્કૃતમાં વિશારદની પદવીઓ પ્રાપ્ત કરી. પછી કન્નડ ‘નુડી’નાં સંપાદિકા બન્યાં. તેમણે 1972માં મૅંગલોર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ., 1997માં બૅંગ્લોર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1974-83…
વધુ વાંચો >વરન્વાલ, ઉમેશ પાલ
વરન્વાલ, ઉમેશ પાલ (જ. 4 નવેમ્બર 1946; મુરાદાબાદ, ઉ. પ્ર.) : હિંદી કવિ. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ. ડી. તથા આયુર્વેદ રત્નની ડિગ્રી પ્રાપ્ત કરી. અધ્યાપક તરીકે શરૂઆત કર્યા બાદ ‘પુષ્પેન્દ્ર’ તખલ્લુસ ધારણ કરી લેખનકાર્ય કર્યું. અત્યારસુધીમાં તેમણે હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘શબ્દ મૌન’;…
વધુ વાંચો >વરલક્ષમ્મા, કનુપાર્તી
વરલક્ષમ્મા, કનુપાર્તી (જ. 1896, બપત્લા, જિ. ગંટુર, આંધ્રપ્રદેશ; અ. 1978) : લેખનકાર્યની જૂની અને નવી પદ્ધતિના સેતુ સમાન એક અગ્રેસર તેલુગુ લેખિકા. સ્ત્રીઓ માટેના માસિક ‘ગૃહલક્ષ્મી’માં પ્રસિદ્ધ થયેલ તેમની કૃતિ ‘શરદ લેખલુ’(‘લેટર્સ ઑવ્ શરદ’)થી તેઓ આંધ્રની મહિલાઓમાં જાગૃતિ લાવ્યાં. તે પત્રો દ્વારા તેમણે શારદા બિલ, છૂટાછેડા અધિનિયમ, બહુપતિત્વ કે બહુપત્નીત્વ,…
વધુ વાંચો >વર્કી, ટી. વી.
વર્કી, ટી. વી. (જ. 2 એપ્રિલ 1938, મેવેલ્લૂર, જિ. કોટ્ટયમ, કેરળ) : મલયાળમ લેખક. તેમણે મલયાળમમાં એમ.એ.ની પદવી મેળવી. અધ્યાપનકાર્ય બાદ કોટ્ટયમ ખાતે કે. ઈ. કૉલેજના મલયાળમ વિભાગના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. વર્લ્ડ મલયાળમ કૉન્ફરન્સના પ્રતિનિધિ તરીકે તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી, નેધરલૅન્ડ્ઝ, યુ.એસ. અને કૅનેડાનો પ્રવાસ ખેડ્યો. તેમણે 15 ગ્રંથો આપ્યા…
વધુ વાંચો >