બળદેવભાઈ કનીજિયા
લેન્કા, કમલકાન્ત
લેન્કા, કમલકાન્ત (જ. 19 નવેમ્બર 1935, ઇચ્છાપોર, ભદ્રક, ઓરિસા) : ઊડિયા કવિ. ઊડિયામાં વ્યાખ્યાતા તેમજ રીડર તરીકે કામગીરી કર્યા બાદ તેઓ સેવાનિવૃત્ત થયા. તેમણે ‘સાબિત’ ઉપનામથી લેખનકાર્ય શરૂ કરીને અત્યાર સુધીમાં 18થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે : ‘સુના ફસલ’ (1958); ‘પ્રીતિ ઓ પ્રતીતિ’ (1963); ‘ઉત્તરાણ’ (1966);…
વધુ વાંચો >લેલે, વિમલ રઘુનાથ
લેલે, વિમલ રઘુનાથ (જ. 1 ઑક્ટોબર 1934, ધોંડ, જિ. પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત ભાષાનાં લેખિકા. પુણે વિદ્યાપીઠમાંથી તેમણે સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1961થી 1994 સુધી તેઓ સંગમનેર કૉલેજના સંસ્કૃત અને યોગ વિભાગનાં વડાં તરીકે કાર્ય કર્યું, જ્યાંથી 1994માં તેઓ નિવૃત્ત થયાં. તેમણે અત્યારસુધીમાં મરાઠી અને સંસ્કૃતમાં…
વધુ વાંચો >લોધા, કે. એમ.
લોધા, કે. એમ. (જ. 28 સપ્ટેમ્બર 1921, જોધપુર, રાજસ્થાન) : હિંદી વિવેચક અને નિબંધકાર. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેઓ હિંદીના પ્રાધ્યાપકપદેથી નિવૃત્ત થયા. તેઓ કોલકાતા યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા; જોધપુર યુનિવર્સિટીમાં વાઇસ-ચાન્સેલર; રાજસ્થાન હિંદી ગ્રંથ અકાદમીના નિયામક; કવિ, નાટ્યકાર, નિબંધકાર, સંપાદક, નવલકથાકાર સંસ્થા(પ.બં.)ના પ્રમુખ, એશિયાટિક સોસાયટી-કોલકાતાના…
વધુ વાંચો >લોન, અલી મુહમ્મદ
લોન, અલી મુહમ્મદ (જ. 1926, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી અને ઉર્દૂ નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પિતા મારફત શરૂઆતમાં તેમને ફારસીની ઉત્તમ કૃતિઓનું શિક્ષણ મળ્યું. 1946માં તેઓ પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી, બી.એ. થયા અને ‘ખિદમત’ના સહ-સંપાદક બન્યા. દેશના ભાગલા બાદ તેઓ કાશ્મીર મિલિશિયામાં રાજકીય કમાન્ડર તરીકે જોડાયા. 1948માં તેઓ ‘રેડિયો કાશ્મીર’માં ક્લાર્ક…
વધુ વાંચો >લૉરેન્સ, ટૉમસ એડ્વર્ડ
લૉરેન્સ, ટૉમસ એડ્વર્ડ (જ. 15 ઑગસ્ટ 1888, ટ્રેમૅડૉક, કૉર્નેર્વોન્શાયર, વેલ્સ; અ. 19 મે 1935, ક્લાઉડ્ઝ હિલ, ડૉર્સેટ, ઇંગ્લૅન્ડ) : લશ્કરી વ્યૂહરચનાના નિષ્ણાત અને યુદ્ધસમયે દંતકથારૂપ બની ગયેલા અંગ્રેજ વાયુદળના અફસર, જાંબાઝ સાહસવીર, શિલ્પસ્થાપત્યના અભિજ્ઞ સંશોધક અને પુરાતત્ત્વવિદ, ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ તરીકે નામના પામેલા અંગ્રેજ લેખક. તેઓ ખાડીના દેશોના જાણકાર અને…
વધુ વાંચો >લોલિતકર, સુદેશ શરદ
લોલિતકર, સુદેશ શરદ (જ. 30 ડિસેમ્બર 1964, રામનાથી પોન્ડા, ગોવા) : કોંકણી અને મરાઠી કવિ, ફિલ્મનિર્માતા, નિર્દેશક અને પટકથા-લેખક. 1996માં તેઓ ગોવા ફિલ્મ અકાદમીના અધ્યક્ષપદે રહ્યા. તેમણે મુંબઈ અને પણજી દૂરદર્શન કેન્દ્રો અને આકાશવાણી પરથી પ્રસારિત કાર્યક્રમોમાં ભાગ લીધો. તેમણે સર્વ પ્રથમ કોંકણી દૂરદર્શન-નાટક ‘આવોય’ અને દૂરદર્શન-ચલચિત્ર ‘જૈત’નું નિર્દેશન કર્યું.…
વધુ વાંચો >લોંકડી (Indian fox or Bengal fox)
લોંકડી (Indian fox or Bengal fox) : ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળતું નાના કદનું પ્રાણી. તેનું કુળ કેનિડિસ અને શાસ્ત્રીય નામ Vulpes bengalensis છે. તે સ્થાનિક રીતે બંગાળી લોંકડી, લોંકડી, લોમડી અને લોકરી નામથી ઓળખાય છે. તેની લંબાઈ 80 સેમી. અને ઊંચાઈ 30 સેમી. જેટલી હોય છે. તેનું વજન 6…
વધુ વાંચો >વજાહત, અસ્ઘર
વજાહત, અસ્ઘર (જ. 5 જુલાઈ 1946, ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી નાટ્યકાર અને કથાસાહિત્યના લેખક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ. એ. અને તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્માલિયા અને જે. એન. યુનિવર્સિટીમાં હિંદીના સહાયક પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. 1980-83 દરમિયાન જે. એન. યુનિવર્સિટી ખાતે…
વધુ વાંચો >વઝીર સિંઘ
વઝીર સિંઘ (જ. 8 ઑક્ટોબર 1927, અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે 1950માં ફિલસૂફીમાં એમ.એ. અને 1970માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1981-86 દરમિયાન પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાં રિલિજસ સ્ટડિઝ વિભાગના પ્રોફેસર અને વડા તરીકે અધ્યાપન-કાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. 1982-92 દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં ‘ધ જર્નલ ઑવ્ રિલિજસ સ્ટડિઝ’ના સંપાદક…
વધુ વાંચો >વણિયર (civet)
વણિયર (civet) : રુવાંટી જેવા વાળ ધરાવતું એક નિશાચારી સસ્તન પ્રાણી. વણિયરનો સમાવેશ માંસાહારી (Carnivora) શ્રેણીના Viverridae કુળમાં થાય છે. ભારતમાં તેની બે જાતો લગભગ સર્વત્ર વસે છે. ભારતીય વણિયર (Indian civet) નામે ઓળખાતી જાતનું શાસ્ત્રીય નામ છે Viverra zibetha. તાડી વણિયર નામે ઓળખાતી બીજી જાતનું શાસ્ત્રીય નામ છે Pavadoxuru…
વધુ વાંચો >