લેન્કા, કમલકાન્ત (જ. 19 નવેમ્બર 1935, ઇચ્છાપોર, ભદ્રક, ઓરિસા) : ઊડિયા કવિ. ઊડિયામાં વ્યાખ્યાતા તેમજ રીડર તરીકે કામગીરી કર્યા બાદ તેઓ સેવાનિવૃત્ત થયા. તેમણે ‘સાબિત’ ઉપનામથી લેખનકાર્ય શરૂ કરીને અત્યાર સુધીમાં 18થી વધુ ગ્રંથો આપ્યા છે.

તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે : ‘સુના ફસલ’ (1958); ‘પ્રીતિ ઓ પ્રતીતિ’ (1963); ‘ઉત્તરાણ’ (1966); ‘સ્મરણ વિસ્મરણ’ (1973); ‘કવિતાર મુન્હા’ (1974); ‘અંતત: નિશ્ર્ચુપ’ (1975); ‘નિત્ય-નિયમિત’ (1978); ‘દુ:ખ સુખ કથાવાર્તા’ (1987); ‘ઉન્મોચન’ (1991); ‘પદે અગાકુ’ (1994) અને ‘ડાયરી કવિતા’ (1997).

ઊડિયા ભાષા-સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેમને 1979માં વિશ્વ મિલન ઍવૉર્ડ અને 1980માં ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા