બળદેવભાઈ કનીજિયા
રાજેશ્વર રાવ, દ્વિભાષ્યમ્
રાજેશ્વર રાવ, દ્વિભાષ્યમ્ (જ. 1 જુલાઈ 1945, એલામન્ચિલી, જિ. વિશાખાપટનમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે યાંત્રિક ઇજનેરીમાં ડિપ્લોમા, બી.એ., આંધ્ર યુનિવર્સિટીમાંથી પર્યાવરણ અભ્યાસમાં પી.જી. ડિપ્લોમા તથા પબ્લિક એડ્મિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમાની પદવીઓ પ્રાપ્ત કરેલી. પછી તેમણે કોરોમાંડલ ફર્ટિલાઇઝર્સ લિ.માં મૅનેજર (પર્યાવરણ) તરીકે સેવા આપી. 1990થી તેમણે વિશાખી સાહિતીના સેક્રેટરી તથા પર્યાવરણ પરિરક્ષણ…
વધુ વાંચો >રાઝદાન, કૃષ્ણ
રાઝદાન, કૃષ્ણ (જ. 24 ઑગસ્ટ 1850, વનપુહ, જિ. અનંતનાગ, કાશ્મીર; અ. 4 ડિસેમ્બર 1926) : અનન્ય શિવભક્ત કાશ્મીરી કવિ. જમીનદાર અને કાશ્મીરી પંડિત પિતા ગણેશ રૈનાએ તેમને ફારસી, ગણિત, જ્યોતિષશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોમાં ઉત્તમ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાવ્યું. તેમના પિતા સાધુસેવી હોઈ તેમને ઘેર ચાલતાં સંતસાધુનાં ભજન-કીર્તન તથા વિદ્વાનોના વાર્તાલાપથી…
વધુ વાંચો >રાતો રાજાલાલ (scarlet-minivet)
રાતો રાજાલાલ (scarlet-minivet) : ભારત દેશમાં વ્યાપક રીતે વસતું પંખી. તેનું હિંદી નામ છે પહાડી બુલાલચરમ. શાસ્ત્રીય નામ છે Pericrocotus flammeus. તેનું કદ બુલબુલથી જરાક નાનું, 22 સેમી.નું. નરનું માથું, પીઠનો વચલો ભાગ અને ડોક કાળાં, બાકીનાં બધાં અંગ છાતી પેટ, પેડુ અને કેડ લાલ ચટકદાર. પુખ્ત વયના નરનો રંગ…
વધુ વાંચો >રામચકલી
રામચકલી : ભારતનું બીડ અને ઝાડીવાળા પ્રદેશનું સુઘડ ઠસ્સાદાર અને ઉપયોગી પંખી. તેનું અંગ્રેજી નામ grey tit છે અને તેનું શાસ્ત્રીય નામ Parus major છે. હિંદીમાં તેને રામગંગડા કહે છે. તેનું કદ ચકલી જેવડું હોય છે. તે કલગી વિનાનું ચળકતું કાળું માથું અને ચળકતા ધોળા ગાલ ધરાવે છે. તેની પીઠ…
વધુ વાંચો >રામદાસુ
રામદાસુ (જ. 1630, નેલકોંડાપલ્લી, ભદ્રાચલમ, જિ. ખમ્મમ, આંધ્રપ્રદેશ; અ. ?) : સત્તરમી સદીના તેલુગુ કવિ. તેઓ ‘પરમ ભાગવત’ નામથી પ્રસિદ્ધ હતા. પિતા લિંગન્ના તેલુગુ તથા સંસ્કૃત ભાષાઓના વિદ્વાન હતા. માતા કામન્નાના બંને ભાઈ અક્ધના અને માદન્ના પણ વિદ્વાન અને યુદ્ધકલા તથા અન્ય કલાઓમાં પ્રવીણ હતા. તેઓ બંને 1640 આસપાસ ગોલકોંડાના…
વધુ વાંચો >રામસ્વામી, પતગુડ્ડી એસ.
રામસ્વામી, પતગુડ્ડી એસ. (જ. 15 મે 1927, કરૈકલ, તમિલનાડુ) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના વિખ્યાત નર્તક અને ગુરુ. પુદુચેરી ખાતે ફ્રેન્ચ માધ્યમમાં તેમણે સ્નાતકની પદવી મેળવી. પછી સંગીતની શિક્ષા એસ. જી. કસીઐયર અને ચિદમ્બરમ્ નટરાજ સુન્દરમ્ પિલ્લૈ પાસેથી મેળવી, જ્યારે ભરતનાટ્યમની તાલીમ ચૈયુર એસ. મણિકમ્ પિલ્લૈ પાસેથી 7 વર્ષ સુધી ગુરુકુળમાં રહીને…
વધુ વાંચો >રામૈયા, બી. એસ.
રામૈયા, બી. એસ. (જ. 1905, બટલાગુંડુ, મદુરાઈ પાસે) : તમિળના જાણીતા લેખક, વિવેચક, નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમના સાહિત્યના ઇતિહાસની કૃતિ ‘માણિક્કોડિ કલમ’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. અધવચ્ચે ચોથા ધોરણથી શાળા છોડ્યા બાદ તેમણે સ્વપ્રયત્ને અભ્યાસ કર્યો. કેવળ ટૂંકી વાર્તાઓ જ પ્રગટ કરતા પખવાડિક ‘માણિક્કોડિ’માં…
વધુ વાંચો >રાય, દેવેશ
રાય, દેવેશ (જ. 1936, વાગમારા, જિ. પબના, હાલ બાંગ્લાદેશ) : બંગાળી લેખક. 1958માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1959થી 1974 સુધી આનંદચંદ્ર કૉલેજ, જલપાઈગુડીમાં અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. 1975-96 સોશ્યલ સાયન્સિઝ, કોલકાતામાં અભ્યાસકેન્દ્રના ફેલો તરીકે રહ્યા હતા. 1969-70 ‘ઉત્તરબંગ પત્રિકા’ના સંપાદક, 1977માં ‘નેપાળી અકાદમી જર્નલ’, 1979-85…
વધુ વાંચો >રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય
રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય (જ. 1903 કાહેન, જિ. મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 30 ઑગસ્ટ 1981) : કલાસૌંદર્યના ઉપાસક, ઇતિહાસ અને સાહિત્યક્ષેત્રના એક પ્રતિભાવંત વિદ્યાપુરુષ. બ્રાહ્મોસમાજના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા મહેન્દ્રરાય એક આદર્શ શિક્ષક અને બંગભંગ તથા સ્વદેશીની ચળવળના રંગે રંગાયેલા. પિતાનો સ્વદેશપ્રેમનો વારસો પુત્રે જાળવ્યો. અનુશીલન સમિતિમાં અને ક્રાંતિકારી દળ…
વધુ વાંચો >રાય, પ્રતિભા
રાય, પ્રતિભા (જ. 1944, બાલિકુંડ, જિ. કટક, ઓરિસા) : ઊડિયા ભાષાનાં પ્રતિભાવંત મહિલા-નવલકથાકાર. માતા મનોરમાદેવી. પિતા પરશુરામ કવિ, શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની હતા. તેઓ ‘ટિસ્કો’ની સારા પગારની નોકરી છોડી દઈને ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા હતા. તે દરમિયાન તેમણે બાલિકુંડમાં પોતાની શાળા શરૂ કરી હતી. પિતા પાસે શાળાકીય શિક્ષણ લીધું. ઉચ્ચ શિક્ષણ…
વધુ વાંચો >