બળદેવભાઈ કનીજિયા
રાજનારાયણન્, કિ.
રાજનારાયણન્, કિ. (જ. 16 સપ્ટેમ્બર 1923, એડઇયેવલ, જિ. ચિદંબરનગર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને નિબંધકાર. સાહિત્યિક સામયિક ‘કથાઈ સોલ્લિ’ના તમિલનાડુના સંપાદક. તેમણે 1989-90 દરમિયાન પાડિચેરી યુનિવર્સિટીના દસ્તાવેજીકરણ અને મોજણી-કેન્દ્ર ખાતે લોકવાર્તાના મુલાકાતી પ્રાધ્યાપક અને નિયામક તથા 1998-2002 દરમિયાન નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.…
વધુ વાંચો >રાજરાજ વર્મા, એ. આર.
રાજરાજ વર્મા, એ. આર. (જ. 1863, ચંગનાશશેરિ, ત્રાવણકોર; અ. 18 જૂન 1918, ત્રિવેન્દ્રમ્) : મલયાળમ વૈયાકરણ, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ એ. આર. રાજરાજ વર્મા. કોઈત્તમ્પુરાન અને બાળપણનું નામ કોચ્ચપ્પન હતું. તેમનો જન્મ ચંગનાશશેરિના લક્ષ્મીપુરમ્ નામના મહેલમાં થયો હતો, જેનો પરંપરાગત લગ્નસંબંધ ત્રાવણકોર રાજ્યના…
વધુ વાંચો >રાજ રાવ, આર.
રાજ રાવ, આર. (જ. 6 એપ્રિલ 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : અંગ્રેજીમાં સાહિત્યસર્જન કરનાર ભારતીય લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1979માં એમ.એ. અને 1986માં પીએચ.ડી.ની પદવી મેળવી. પછી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ પુણે યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના રીડર નિમાયા. તે સાથે તેમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું. તેમની માતૃભાષા અંગ્રેજીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >રાજશેખરન્, સી. પી.
રાજશેખરન્, સી. પી. (જ. 9 સપ્ટેમ્બર 1949, ઉત્તર પેરુર, જિ. એર્નાકુલમ્, કેરળ) : મલયાળમ નાટ્યલેખક. એમ.એ., બી.એડ.ની પદવી મેળવ્યા પછી તેઓ ત્રિસુર ખાતે દૂરદર્શન કેન્દ્રના મદદનીશ કેન્દ્ર-નિર્દેશક તરીકે જોડાયા અને સાથે સાથે લેખનકાર્ય કર્યું. 1991-92 દરમિયાન તેઓ કેરળ સ્ટેટ પ્રોફેશનલ ડ્રામા ઍવૉર્ડ કમિટીના સભ્ય રહ્યા. 1994-95 દરમિયાન તેમણે સ્ટેટ યૂથ…
વધુ વાંચો >રાજસ્થાની ભાષા અને સાહિત્ય
રાજસ્થાની ભાષા અને સાહિત્ય ભાષા : રાજસ્થાન પ્રદેશમાં પ્રયોજાતી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. બહુધા ભાષાઓનું નામકરણ પ્રદેશના આધારે થતું રહ્યું છે; જેમ કે પંજાબની પંજાબી, ગુજરાતની ગુજરાતી અને રાજસ્થાનની રાજસ્થાની. રાજસ્થાની ભાષાનું નામકરણ આધુનિક સમયની દેન છે. રાજસ્થાનનું હાલનું રાજ્ય 21 નાનાંમોટાં રજવાડાં, અજમેર, મેરવાડા અને આબુપ્રદેશના એકત્રીકરણના ફળ…
વધુ વાંચો >રાજા કૃષ્ણન વી.
રાજા કૃષ્ણન વી. (જ. 23 ડિસેમ્બર 1948, પાલઘાટ, કેરળ) : મલયાળમ લેખક અને ફિલ્મવિવેચક. તેમણે અંગ્રેજીમાં એમ.એ.ની અને અમેરિકન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. 1989માં તેઓ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ્ઝ જૂરીના સભ્ય થયા હતા. તે પછી તેમણે ફિલ્મ-વિવેચક અને ફિલ્મનિર્માણ કરનાર…
વધુ વાંચો >રાજા દિનકર કેળકર મ્યુઝિયમ
રાજા દિનકર કેળકર મ્યુઝિયમ : ભારતનું એક પ્રેરણાદાયી સંગ્રહસ્થાન. આ મ્યુઝિયમમાં ભારતીય કલાને વરેલા સ્વ. દિનકર કેળકરનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેમણે 60 વર્ષ સુધી અવિરત પ્રવાસ ખેડીને ભારતનાં અતિ અંતરિયાળ ગામો અને નગરોમાંથી કલાત્મક ચીજવસ્તુઓ ખરીદી લાવી મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં તેનો સંગ્રહ કર્યો હતો. તેમના સંગ્રહની એકેએક…
વધુ વાંચો >રાજા, પી.
રાજા, પી. (જ. 7 ઑક્ટોબર 1952, પાડિચેરી) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1975માં અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને 1992માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે પુદુચેરી ખાતે ટાગોર આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના સિનિયર લેક્ચરર તરીકે સેવા આપી. તેમની માતૃભાષા તમિળ હોવા છતાં તેમણે અંગ્રેજીમાં 13 ગ્રંથો પ્રગટ કર્યા છે;…
વધુ વાંચો >રાજિન્દર, મદનમોહન
રાજિન્દર, મદનમોહન (જ. 21 ઑગસ્ટ 1923, અંબાલા કૅન્ટૉન્મેન્ટ, હરિયાણા) : ઉર્દૂ અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે અને પંજાબ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી તથા ફારસીમાં ઑનર્સ થયા. તેઓ નવી દિલ્હી ખાતે ભારતીય વાયુસેનાના જૉઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાંથી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય શરૂ કર્યું. તેમની…
વધુ વાંચો >