બળદેવભાઈ કનીજિયા

યૂસુફ ઝુલેખા (ઓગણીસમી સદી)

યૂસુફ ઝુલેખા (ઓગણીસમી સદી) : મેહમૂદ ગામી(1765–1855)એ રચેલ 8 કાશ્મીરી મસ્નવીઓ પૈકીની એક ઉત્તમ મસ્નવી. યાકૂબ(જેકોબ)ના પુત્ર યૂસુફ (જોસેફ)ની વાર્તા જેનેસિસ(બાઇબલનો ઓલ્ડ ટેસ્ટામેન્ટ)માં  આપેલી છે; પરંતુ મેહમૂદનું કથાવસ્તુ મૌલાના જામીની ફારસી મસ્નવી પર આધારિત હોઈ ઓલ્ડ ટેસ્ટામેન્ટથી અનેક બાબતોમાં જુદી પડે છે. મા વિનાના યૂસુફ પર યાકૂબનો પ્રેમ વિશેષ હતો.…

વધુ વાંચો >

યૂસુફ નાઝિમ

યૂસુફ નાઝિમ (જ. 7 નવેમ્બર 1918, જાલના, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક સૈયદ મોહમ્મદ યૂસુફ નાઝિમ. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ. એ. . તેમણે નિવૃત્તિ પર્યંત સરકારી નોકરીમાં ફરજ બજાવી, સાથોસાથ સાહિત્યસર્જન પણ કર્યું. તેમણે રાજ્ય ઉર્દૂ અકાદમીના સભ્યસચિવ અને અંજુમને તરક્કીએ ઉર્દૂ(મહારાષ્ટ્ર)ના જનરલ સેક્રેટરી તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે ઉર્દૂમાં 17 ગ્રંથો…

વધુ વાંચો >

યોન્જન, જસ, ‘પ્યાસી’

યોન્જન, જસ, ‘પ્યાસી’ (જ. 14 ડિસેમ્બર 1949, સિરિસય ચૉંગટૉગ ટી એસ્ટેટ, જિ. દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી લેખક. નૉર્થ બૅંગૉલ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ.એ. થયા (1980). કુરસેઆગ કૉલેજના નેપાળી વિભાગના સિનિયર લેક્ચરર. તેમણે અનુવાદક ઉપરાંત દૂરદર્શન, કુરસેઆગ (1976) અને દૂરદર્શન, ગંગટોક(1983)ના સંદેશાવાચક તરીકે કારકિર્દી શરૂ કરી. સાહિત્યિક માસિક ‘દિયાલો’ના સંપાદક. 1993–97…

વધુ વાંચો >

રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’

રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’ (જ. 1 જાન્યુઆરી 1944, રિપલ્લે, ગંટુર જિલ્લો, આંધ્રપ્રદેશ) : સંસ્કૃત અને તેલુગુ લેખક. તેમણે એસ. વી. યુનિવર્સિટી, તિરુપતિમાંથી એમ.એ.; આંધ્ર યુનિવર્સિટીમાંથી વિદ્યાપ્રવીણ અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. અધ્યાપનકાર્ય બાદ તેઓ તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે હાલ કામગીરી કરે છે.…

વધુ વાંચો >

રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત

રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત : છઠ્ઠીથી સત્તરમી સદી વચ્ચેના શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સૌર સંપ્રદાયને લગતા પ્રાગ્-ઐતિહાસિક અને મધ્યકાલીન અવશેષો ધરાવતું સંગ્રહસ્થાન. તે 929 ચોમી. વિસ્તાર આવરી લે છે. પ્રારંભમાં 1960થી શિલ્પ-કલાકૃતિઓ શ્રી રજની પારેખ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં સંગૃહીત કરવામાં આવેલી. પાછળથી તેને માટેનું નવું મકાન 1996માં…

વધુ વાંચો >

રજનીશ ગોવિંદ

રજનીશ ગોવિંદ (જ. 10 સપ્ટેમ્બર 1938, વીહ, જિ. ભરતપુર, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે 1963માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ.; 1967માં અને 1977માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુક્રમે પીએચ.ડી. અને ડી.લિટ્.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે આગ્રા ખાતે કે. એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદી સ્ટડીઝ ઍન્ડ લિંગ્વિસ્ટિક્સના નિયામક તરીકે સેવા આપી તેમજ લેખનકાર્ય કર્યું.…

વધુ વાંચો >

રણગોધલો (Indian courser)

રણગોધલો (Indian courser) : ભારતનિવાસી રૂપાળું પંખી. એનું હિંદી નામ છે ‘નૂકરી’. કદ 22 સેમી. . ટિટોડી કરતાં ઘણું નાનું, પણ ઘાટ તેના જેવો જ. નર અને માદા એકસરખાં. માથું લાલ. બંને બાજુ આંખની ભ્રમર તરીકે પહોળી સ્પષ્ટ સફેદ રેખાઓ હોય છે. એની નીચે આંખમાંથી જ પસાર થતી કાળી રેખાઓ,…

વધુ વાંચો >

રથ, ચંદ્રશેખર

રથ, ચંદ્રશેખર (જ. 17 ઑક્ટોબર 1929, બાલનગિર, ઓરિસા) : ઊડિયા નિબંધકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1952માં લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ ઓરિસા સરકારની શિક્ષણસેવામાં રીડર તરીકે જોડાયા અને 1975 સુધી ઉપાચાર્ય તથા આચાર્ય તરીકે સેવા આપી. 1975થી 1978 સુધી તેમણે પાઠ્યપુસ્તક બ્યુરોના સેક્રેટરી અને 1987 સુધી…

વધુ વાંચો >

રથ, જયન્તી (શ્રીમતી)

રથ, જયન્તી (શ્રીમતી) (જ. 9 જુલાઈ 1960; ભુવનેશ્વર, ઓરિસા) : ઊડિયા લેખિકા. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે એમ.એ. અને એમ.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ભુવનેશ્વર ખાતેના ઓરિસા રાજ્ય મ્યુઝિયમના મદદનીશ ક્યુરેટર તરીકે જોડાયાં તે સાથે લેખનકાર્ય પણ કરતાં રહ્યાં. તેમણે કેટલાક ગ્રંથો આપ્યા છે : ‘જાત્રારંભ’ (1984), ‘ભિન્ન વર્ણબોધ’…

વધુ વાંચો >

રથ, વ્રજનાથ

રથ, વ્રજનાથ (જ. 12 જાન્યુઆરી 1936, બાલાસોર નગર, ઓરિસા) : ઊડિયાના ઉદ્દામવાદી કવિ. તેમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો હતો. ચાળીસી પછી કવિ તરીકે તેમણે સાહિત્યક્ષેત્રે કારકિર્દી શરૂ કરી. ‘કાવ્ય’ નામના સામયિકનું સંપાદન સંભાળ્યું અને ‘ધરિત્રી’ (1957) અને ‘સમસામયિક ઑરિયા પ્રેમ કવિતા’ (1962) નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. આ ઉપરાંત તેમના…

વધુ વાંચો >