બળદેવપ્રસાદ પનારા

સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy)

સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy) : બેહોશીનો એક રોગ. આયુર્વેદવિજ્ઞાનમાં ‘મૂર્ચ્છા રોગ’ની સાથે જ છેવટે ‘સંન્યાસ’ રોગનું વિવરણ આપેલું છે. મૂર્ચ્છા અને સંન્યાસ બંનેમાં દર્દી બેહોશ થઈ પડી રહે છે. પ્રાય: વ્યક્તિના મગજમાં લોહીની અછત સર્જાય ત્યારે મૂર્ચ્છા (બેભાન અવસ્થા) થાય છે. આ મૂર્ચ્છા થોડો સમય રહીને વિના ઉપચારે મટી જાય છે;…

વધુ વાંચો >

સાગ

સાગ દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tectona grandis Linn. F. (સં. દ્વારદારુ, સ્થિરસાર; હિં. સાગૌન, સાગબાન; મ. સાગ, સાયા; બં. શેગુન; ક. જાડી, સાગવાની, ટેગા, ત્યાગડમરા; તે. અદાવીટીકુ, પેડ્ડાટીકુ, ટીકુ; ત. ટેકકુમાર, ટેક્કુ; મલા. થેક્કુ, ટેક્કા; અં. ટીક) છે. ટેક્ટોના પ્રજાતિનું વિતરણ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ…

વધુ વાંચો >

સાટોડી (પુનર્નવા)

સાટોડી (પુનર્નવા) : દ્વિદળી વર્ગમાં આવેલા નિકટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Boerhavia diffusa Linn. (સં. પુનર્નવા; હિં. વિષખપરા, સાંઠ, ગહદપૂર્ણા; મ. પુનર્નવા, ઘેટુળી, રક્તવાસુ; બં. શ્વેતપુણ્યા; ક. બિળેબેલ્લડકિલુ, સનાડિડા; તે. તેલ્લાઅટાલામામિડી; ત. મુક્કિરાટે; મલ. તાલુતામ્; તામિળામા; અં. સ્પ્રેડિંગ હોગવીડ) છે. સાટોડીની બીજી ત્રણ જાતિઓ આપવામાં આવી છે :…

વધુ વાંચો >

સાલમ

સાલમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Orchis latifolia Linn. (સં. મુંજાતક, સુધામૂલી, સાલીમ કંદ; હિં. સાલમ, સાલમ પંજા, સાલમમિશ્રી; અં. સાલેપ) છે. સાલમ તરીકે ઓળખાવાતી ઑર્કિડેસી અન્ય વનસ્પતિઓમાં O. laxiflora (લસણિયો સાલમ), O. muscula (બાદશાહી સાલમ) અને Eulophia campestris(લાહોરી સાલમ)નો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

સાલવણ (શાલપર્ણી, સમેરવો)

સાલવણ (શાલપર્ણી, સમેરવો) : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (ફેબેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Desmodium gangeticum DC. (સં. શાલપર્ણી, ત્રિપર્ણી; હિં. સરિવન, શાલપર્ણી; મ. સાલવણ, રાનગાંજા; બં. સાલપાની; તે. ગીતાનારામ; ત. પુલ્લડી; મલ. પુલ્લાટી) છે. તેની ઊભી (D. gangeti cum) અને બેઠી (D. diffusum) – એવી બે જાત થાય…

વધુ વાંચો >

સિદ્ધયોગ સંગ્રહ

સિદ્ધયોગ સંગ્રહ : આયુર્વેદવિજ્ઞાનનો એક મહત્ત્વનો ગ્રંથ. ભારતમાં તેરમાથી અઢારમા શતક દરમિયાન આયુર્વેદવિજ્ઞાન રચાયેલા અનેક સંગ્રહગ્રંથોમાંનો તે એક મહત્ત્વનો ગ્રંથ છે. આ ગ્રંથના રચયિતા છે આચાર્ય વૃન્દ. વૃન્દે પોતાના આ ગ્રંથમાં વિષયોનો અનુક્રમ ‘માધવ-નિદાન’ ગ્રંથ મુજબ રાખેલ છે. બીજી દૃષ્ટિએ વૃન્દનો આ ગ્રંથ તિસટાચાર્યના ‘ચિકિત્સાકલિકા’ નામના સુપ્રસિદ્ધ ગ્રંથના ધોરણે, પરંતુ…

વધુ વાંચો >

સિંકોના

સિંકોના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સદાહરિત ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે; જેમનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે અને ભારત, ઇંડોનેશિયા, શ્રીલંકા અને આફ્રિકામાં છાલ માટે ઉગાડવામાં આવે છે. છાલ ક્વિનીન અને અન્ય પ્રતિમલેરીય ઔષધોનો સ્રોત છે. લગભગ 7 જાતિઓ અને તેમના સંકરોનો વ્યાપારિક વાવેતર માટે…

વધુ વાંચો >

સિંહનાદ ગૂગળ

સિંહનાદ ગૂગળ : આયુર્વેદનું એક ઔષધ. આયુર્વેદવિજ્ઞાનમાં વિવિધ જાતનાં દર્દો માટે વિવિધ સ્વરૂપની દવાઓની યોજના છે. તેમાંની કેટલીક દવાઓ ‘ગૂગળ’ને મુખ્ય રાખીને બને છે. આ ગૂગળ આયુર્વેદના મતે વાત-કફદોષ તથા વૃદ્ધાવસ્થાનાશક ઉત્તમ રસાયન-ઔષધિ છે. તે ખાંસી, કૃમિ, વાતોદર, પ્લીહા (બરોળ) જેવા વાયુ કે કફપ્રધાન દર્દો, સોજા અને હરસનો નાશ કરનાર…

વધુ વાંચો >

સીતાફળ

સીતાફળ દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona squamosa Linn. (સં. સીતાફલમ્; હિં. સીતાફલ, શરીફા; ગુ. મ. સીતાફળ; બં. આતા, સીતાફલ; ક. સીતાફલા; મલ. અટ્ટીચક્કા, સીથાપાઝામ; ત. આતા, સીથાપ્પાઝામ; તે. ગંધગાલારામુ, સીતાફલામુ; અં. કસ્ટર્ડ ઍપલ, સુગર ઍપલ, સ્વીટ્સોપ) છે. તે એક મોટું સદાહરિત, આડુંઅવળું વિકાસ પામતું…

વધુ વાંચો >

સૂર્યમુખી

સૂર્યમુખી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helianthus annuus Linn. (સં. આદિત્યભક્તા; હિં., બં., ગુ. સૂરજમુખી; મ. સૂર્યફૂલ; અં. સનફ્લાવર.) છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ઉન્નત, રોમિલ, બરછટ, 0.64.5 મી. ઊંચું પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબા દંડવાળાં, પહોળાં અંડાકાર કે હૃદયાકાર,…

વધુ વાંચો >