બળદેવપ્રસાદ પનારા

લવણભાસ્કર ચૂર્ણ

લવણભાસ્કર ચૂર્ણ : પેટનાં દર્દો માટેની અકસીર ઔષધિ. સૂર્ય ભગવાને લોકોના હિતાર્થે  પેટનાં અનેક દર્દો માટે અકસીર કહેલું અને ‘શાઙ્ર્ગધર સંહિતા’માં આપેલું આ ચૂર્ણ આયુર્વેદની ખૂબ જ ઉપયોગી અને પ્રચલિત ઔષધિ છે. તેનો પાઠ નીચે મુજબ છે : ઔષધ-સંયોજન : સમુદ્ર-લવણ 8૦ ગ્રામ, સંચળ 5૦ ગ્રામ અને બિડલવણ, સિંધાલૂણ, ધાણા,…

વધુ વાંચો >

વ્રણશોથ (Inflammation)

વ્રણશોથ (Inflammation) : ત્વચા-માંસની વિકૃતિથી પેદા થતો સોજો. વ્રણ અને વ્રણશોથ બંનેમાં તફાવત છે. તે બંને એક નથી. જ્યારે શરીરના વાતાદિ દોષો પ્રકુપિત થઈને ત્વચા અને માંસને વિકૃત કરી, એકદેશીય (સ્થાનિક) સોજો પેદા કરે છે કે જેમાં પાક, ધાતુઓનો વિનાશ અને વ્રણ(જખમ)ની ઉત્પત્તિ થાય છે, તેને ‘વ્રણશોથ’ (inflammation) કહે છે.…

વધુ વાંચો >

શૂલરોગ

શૂલરોગ : વાત, પિત્ત, કફ તથા આમથી થતો પેટનો દુ:ખાવો (colic pain). આયુર્વેદમાં પારિભાષિક શબ્દ તરીકે પેટના દુખાવા માટે ‘શૂલ’ શબ્દ રોગ તરીકે વપરાય છે. શૂલરોગ (પેટનો દુખાવો) આઠ પ્રકારનો થાય છે : વાત, પિત્ત, કફથી એક એક કરી ઉત્પન્ન થાય છે તે ત્રણ; વાતપિત્ત, પિત્તકફ, કફવાત એમ બે બે…

વધુ વાંચો >

સમીર પન્નગ રસ-કલ્પ

સમીર પન્નગ રસ–કલ્પ : આયુર્વેદિક રસૌષધિ. આયુર્વેદમાં રસ-કલ્પના અંતર્ગત વિવિધ ખનિજ ધાતુઓ અને કાષ્ઠાદિ ઔષધિઓના યોગથી બનતી રસૌષધિ ‘સમીર પન્નગ રસ’ વૈદ્યોમાં બહુ વપરાય છે. ‘રસતંત્રસાર’ અને ‘સિદ્ધપ્રયોગ સંગ્રહ ખંડ 1’માં તેનો પાઠ આ પ્રમાણે આપેલ છે : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ સોમલ, શુદ્ધ મન:શિલ અને શુદ્ધ હરતાલ 100/100…

વધુ વાંચો >

સમુદ્રફળ

સમુદ્રફળ : દ્વિદળી વર્ગમાં આવેલા બેરિંગ્ટોનિયેસી (મિરટેસી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barringtonia racemosa (Linn.) Spreng. (બં. સમુદ્રફલ; હિં. ઇજ્જુલ; મલ. કટામ્પુ, સમુદ્રાપ્પુ; મ. નિવર; સં. સમુદ્રફલ; ત. સમુથ્રમ; તે. સમુદ્રપોન્નાચેટ્ટુ; અં. ઇંડિયન ઓક) છે. તે એક મધ્યમ કદનું અથવા નાનું વૃક્ષ છે અને બદામી રેસામય છાલ ધરાવે છે. તે…

વધુ વાંચો >

સમુદ્રશોષ (વરધારો)

સમુદ્રશોષ (વરધારો) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Barm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રશોષ, મ. સમુદ્રશોક, બં. બિરતારક, હિં. સમંદર-કાપાત, ક. અને તે. ચંદ્રપાડા, ત. સમુદ્રીરાપાકૃચાઈ, અં. એલિફંટ ક્રીપર, વૂલી મોર્નિંગ-ગ્લોરી) છે. તે એક કાષ્ઠમય આરોહી વનસ્પતિ છે અને સમગ્ર…

વધુ વાંચો >

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ)

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ) : સમુદ્રયાત્રાના કારણે થતી અસ્વસ્થતા. જહાજસ્ટીમરો દ્વારા દરિયામાં લાંબી મુસાફરી કરનારા ઘણા બિનઅનુભવી કે નવા લોકોને ‘સમુદ્રી અસ્વસ્થતા’ કે sea sickness કે sea uneasinessના રોગનો સામનો કરવો પડે છે. આ બીમારી જહાજયાત્રામાં જહાજની સતત થતી હાલન-ડોલનની ક્રિયા, શીતળ પવન અને વ્યક્તિની વાયુ કે પિત્તદોષની તાસીર…

વધુ વાંચો >

સરગવો

સરગવો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરિન્ગેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Moringa oleifera Lam. syn. M. pterygosperma Gaertn. (સં. શોભાંજન, શિગ્રુ, અક્ષીવ; હિં. સૈંજના, શાજના, મુંગ્ના; બં. સજેના, શજિના; મ. શેવગા, શગેટા; ગુ. સેક્ટો, સરગવો; અં. ડ્રમસ્ટિક ટ્રી, હોર્સ રેડીશ ટ્રી) છે. એક નાનું કે મધ્યમ કદનું, 4.5 મી.થી…

વધુ વાંચો >

સરસવ

સરસવ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસીકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. syn. B. rapa Linn. (સં. સર્ષપ; હિંદી. સરસોં, લાહી, લુટની, માઘી, તોરિયા; મ. શિરસી; બં. સ્વદા રાઈ; અં. ફિલ્ડ મસ્ટાર્ડ, ઇંડિયન કોલ્ઝા) છે. તે એક બહુશાખી, અતિ પરિવર્તી (variable), એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ, 90 સેમી.થી 1.5 મી.…

વધુ વાંચો >

સવા (સુવા)

સવા (સુવા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anethum sowa Roxb ex Flem. syn. A. graveolens Linn. var. sowa Roxb.; A. graveolens Dc., Peucedanum sowa Roxb.; P. graveolens Benth. (સં. શતાહ્વા, શતપુષ્પા; મ. બાળંતશેપ; હિં. સોયા; બં. શુલ્ફા; ક. સબ્બાશિંગે; તે. સદાપા, શતાકુપી; તા. શડાકુપ્પિ;…

વધુ વાંચો >