બળદેવપ્રસાદ પનારા
યોગેન્દ્ર રસ
યોગેન્દ્ર રસ : આયુર્વેદની રસ-ઔષધિ. તે કીમતી, ઉત્કૃષ્ટ અને વીર્યવાન (ખૂબ પ્રભાવશાળી) ઔષધિઓમાંની એક છે; જે ખાસ કરીને હૃદય, મસ્તિષ્ક, મન, વાતવાહી નાડીઓ અને રક્ત ઉપર સીધી સુંદર અસર કરે છે. આ રસનો પાઠ ‘ભૈષજ્યરત્નાવલિ’ તથા ‘રસતંત્રસાર અને સિદ્ધ પ્રયોગસંગ્રહ’ ભાગ–1માં આપેલ છે. પાઠદ્રવ્યો : રસસિંદૂર 20 ગ્રામ, સુવર્ણભસ્મ, કાંતલોહભસ્મ,…
વધુ વાંચો >રક્તપિત્ત (આયુર્વેદ)
રક્તપિત્ત (આયુર્વેદ) : શરીરનાં કુદરતી છિદ્રોમાંથી થતા રક્તસ્રાવનો આયુર્વેદમાં વર્ણવેલો એક રોગ. લોકવ્યવહારમાં ‘રક્તપિત્ત’ યાને કુષ્ઠ (કોઢ) કે ‘લેપ્રસી’ નામે ઓળખાતા રોગથી આયુર્વેદની પરિભાષામાં કહેલ આ ‘રક્તપિત્ત’નું દર્દ સાવ ભિન્ન છે. આયુર્વેદોક્ત આ રક્તપિત્ત રોગમાં શરીરનાં કુદરતી છિદ્રોમાંથી રક્તસ્રાવ થાય છે તે તેની ખાસ ઓળખ છે. રોગની વ્યાખ્યા : પિત્તદોષ…
વધુ વાંચો >રક્તમોક્ષણ (ફસ ખોલવી)
રક્તમોક્ષણ (ફસ ખોલવી) : આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા. આયુર્વેદવિજ્ઞાનની અનેક પેટાશાખાઓ છે. આયુર્વેદમાં જેમ વનસ્પતિ-ઔષધિ-ઉપચાર છે, તેમ નાની-મોટી સર્જરી કે વાઢ-કાપનું પણ જ્ઞાન છે. ‘સુશ્રુત-સંહિતા’ લખનાર મહર્ષિ સુશ્રુત ભારતના પ્રાચીન કાળના મહાન જનરલ સર્જ્યન હતા, જેમણે વનસ્પતિ કે ઔષધિ-ઉપચારોથી ન મટી શકતાં કે ખૂબ વિલંબે મટનારાં દર્દો માટે શલ્ય-શાલાક્ય (surgery)…
વધુ વાંચો >રવિગુપ્ત
રવિગુપ્ત : પ્રાચીન આયુર્વેદિક ગ્રંથલેખક. આજે આયુર્વેદવિજ્ઞાનમાં મૂળ આધારભૂત ગણાતી ‘ચરક’ તથા ‘સુશ્રુત’ સંહિતાઓ રચાયા પછી, ભારતમાં અન્ય વૈદકીય લેખકો દ્વારા અનેક સંગ્રહગ્રંથો લખાયા હતા. જૂનામાં જૂનો સંગ્રહગ્રંથ ‘નાવનીતક’ ઈ. સ. ચોથા શતકમાં લખાયો છે. આ સંગ્રહગ્રંથોમાં વાગ્ભટ્ટપુત્ર તીસટાચાર્યકૃત ‘ચિકિત્સાકલિકા’, તીસટાચાર્યના પુત્ર ચન્દ્રટકૃત ‘યોગરત્નસમુચ્ચય’, માધવાચાર્યકૃત ‘માધવનિદાન’, વૃન્દકૃત ‘સિદ્ધયોગ’, ભોજરાજાકૃત ‘રાજમાર્તંડ’,…
વધુ વાંચો >રસતંત્ર (આયુર્વેદ)
રસતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાન અંતર્ગત વિશિષ્ટ ચિકિત્સાનું શાસ્ત્ર. તેને આધુનિક ભાષામાં ‘કેમિસ્ટ્રી’ કહી શકાય. ‘રસતંત્ર’ કે ‘રસશાસ્ત્ર’ શબ્દનો અર્થ છે – ‘માનવચિકિત્સા-કાર્યમાં પારો, સુવર્ણ, ચાંદી, તાંબું, સોમલ, ગંધક, હરતાલ, કલાઈ, અભ્રક જેવી ખનિજ ધાતુઓ તથા અન્ય ખનિજોનો ઔષધિરૂપ ઉપયોગ કરનારી વિશિષ્ટ કીમિયારૂપ વિદ્યા’. આયુર્વેદના ‘રસતંત્ર’માં ‘રસ’ શબ્દ પારા (mercury) માટે…
વધુ વાંચો >રસાયનતંત્ર (આયુર્વેદ)
રસાયનતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાનના આદિ પ્રવર્તક પ્રજાપતિ-સૃદૃષ્ટિકર્તા બ્રહ્માજી છે. આયુર્વેદવિજ્ઞાનને શાશ્વત કહેલું છે. બ્રહ્માજીથી શરૂ કરી દેવાધિદેવ ઇન્દ્ર સુધી મૂળ આયુર્વેદ એક લાખ શ્ર્લોકો અને એક હજાર અધ્યાયોમાં એકધારો પરંપરાથી વારસામાં ઊતરતો રહેલો. પરંતુ પછીથી મનુષ્યોની મેધાશક્તિ તથા આયુષ્ય ઘટવાને કારણે મૂળ આયુર્વેદવિજ્ઞાનને આઠ અંગોમાં વિભક્ત કરી દેવાયું, જેથી જેને…
વધુ વાંચો >રેવંચી
રેવંચી : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rheum emodi Wall. ex Meissn. (સં. હેમાવતી, પીતમૂલિકા, રેવન્દચીની, ક્ષીરિણી, કાંચનક્ષીરી; હિં. રેવંદચીની; બં. રેવનચીની; મ. રેવાચીની; ગુ. રેવંચી; અં. હિમાલયન રૂબાર્બ, ઇંડિયન રૂબાર્બ) છે. તે ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને તુર્કસ્તાન, રશિયા, ભૂતાન, તિબેટ અને કાશ્મીરથી નેપાળ…
વધુ વાંચો >રોહિષ ઘાસ
રોહિષ ઘાસ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cymbopogon nardus (Linn.) Rendle syn. Andropogon nardus Linn.; C. caesius syn. A. shoenanthus var. caesius Hack (સં. રોહિષ તૃણ, ધૂપસુગંધિકા; હિં. રોસા ઘાસ, પાલખડી, ગંધેજ ઘાસ; બં. રામકર્પૂર; ક. કિરૂગંજણી, કાચી હુલ્લી, કડિલ્લુ; મ. રોહિસ ગવત; અં.…
વધુ વાંચો >લક્ષ્મીનારાયણ રસ
લક્ષ્મીનારાયણ રસ : એક આયુર્વેદિક ઔષધિ. યોગરત્નાકર, રસતંત્રસાર અને સિદ્ધયોગસંગ્રહમાં તેની નિર્માણવિધિનું નિરૂપણ છે. ઔષધઘટકો : શુદ્ધ હિંગળોક, અભ્રકભસ્મ, શુદ્ધ ગંધક, ફુલાવેલ ટંકણખાર, શુદ્ધ વછનાગ, નગોડનાં બીજ, અતિવિષ, લીંડીપીપર, સિંધાલૂણ અને કડાછાલ – આ 10 દ્રવ્યો સમભાગે લેવાય છે. પ્રથમ ખરલમાં હિંગળોક અને ગંધકને બારીક રીતે ઘૂંટવામાં આવે છે. વછનાગને…
વધુ વાંચો >લક્ષ્મીવિલાસ રસ (નારદીય)
લક્ષ્મીવિલાસ રસ (નારદીય) : વાત-કફજ દર્દોની એક ઉત્તમ આયુર્વેદીય રસૌષધિ. દ્રવ્ય-ઘટકો : (1) કૃષ્ણાભ્રક-ભસ્મ 8 ભાગ, (2) શુદ્ધ ગંધક 4 ભાગ, (3) શુદ્ધ પારદ 4 ભાગ, (4) કપૂર 2 ભાગ, (5) જાવંત્રી 2 ભાગ, (6) જાયફળ 2 ભાગ, (7) વિધારાબીજ 2 ભાગ, (8) ધંતૂરાનાં બી 2 ભાગ, (9) ભાંગનાં બી…
વધુ વાંચો >