બંસીધર શુક્લ

બોડીવાળા, નંદલાલ ચૂનીલાલ

બોડીવાળા, નંદલાલ ચૂનીલાલ (જ. 9 ઑગસ્ટ 1894, અમદાવાદ; અ. 6 જુલાઈ 1963, અમદાવાદ) :  ગુજરાતી પત્રકાર. તેમની મૂળ અટક શાહ. પાછળથી એ કુટુંબ ‘બોડીવાળા’ કહેવાયું. આર્થિક સ્થિતિ નબળી હોવાથી નંદલાલને ભણવા માટે મામાને ત્યાં રહેવું પડ્યું. મૅટ્રિક પાસ થયા બાદ પુસ્તકવિક્રેતાને ત્યાં નોકરી કરીને ઇન્ટર સુધી ભણ્યા. આ ગાળામાં ચારેક…

વધુ વાંચો >

બૉમ્બે હાઇ

બૉમ્બે હાઇ : ભારતના પશ્ચિમ કિનારાની ખંડીય છાજલી પરનું ઘણું મહત્વનું તેલ-વાયુધારક ક્ષેત્ર. તે મુંબઈ દૂરતટીય થાળા(Bombay Offshore Basin)માંનો સમુદ્રજળ હેઠળ ઊંચકાયેલો ભૂસંચલનજન્ય તળવિભાગ છે. મુંબઈ-સૂરતના દરિયાકાંઠાથી પશ્ચિમ તરફ આશરે 300 કિમી. અંતરે અરબી સમુદ્રમાં આવેલું આ તેલક્ષેત્ર 19° 00´ ઉ.અ. અને 71° 00´ પૂ.રે.ની આજુબાજુ 200 મીટર ઊંડાઈ સુધીના…

વધુ વાંચો >

બોરાલ, રાયચંદ

બોરાલ, રાયચંદ (જ. 1903, કલકત્તા; અ. 1981, કલકત્તા) : હિંદી ચલચિત્રોના બંગાળી સંગીતકાર. પિતા લાલચંદ બોરાલ કલકત્તામાં 1927માં સ્થપાયેલી ઇંડિયન બ્રૉડકાસ્ટિંગ કંપનીમાં સંગીત-કાર્યક્રમોના નિર્માતા હતા. તેઓ ધ્રુપદ ગાયનમાં નિપુણ હતા એટલે રાયચંદનું ઘડતર બાળપણથી જ સંગીતના વાતાવરણમાં થયું. યુવાનવયે ન્યૂ થિયેટર્સમાં જોડાયા અને કલકત્તાની આ પ્રતિષ્ઠિત નિર્માણસંસ્થાનો પર્યાય બની રહ્યા.…

વધુ વાંચો >

ભટ્ટ, ગુણવંતરાય

ભટ્ટ, ગુણવંતરાય (જ. 16 માર્ચ 1893, અવિધા, રાજપીપળા; અ. 9 મે 1991, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : ગુજરાતમાં સ્કાઉટ અને ગાઇડ પ્રવૃત્તિ વિકસાવવામાં જીવન અર્પી દેનાર સમાજસેવક. પિતાનું નામ મંગળભાઈ, માતાનું રુક્મિણીબહેન. માતા ભક્તિભાવવાળાં. પૌરાણિક કથાઓ કહે. મધુર સ્વરે ભજનો-ગીતો ગાઈ સંભળાવે. પિતા મનના કોમળ, પણ બહારથી કઠોર સ્વભાવના. નીડર અને સાચાને…

વધુ વાંચો >

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

ભારતીય જ્ઞાનપીઠ

ભારતીય જ્ઞાનપીઠ : ભારતીય સાહિત્ય-સંસ્કારનું જતન કરનારી અને એને ઉત્તેજન આપનારી સંસ્થા. સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સાહુ શાંતિપ્રસાદ જૈન દ્વારા વારાણસીમાં વિશિષ્ટ સંજોગોમાં 18 ફેબ્રુઆરી, 1944ના દિવસે તેની સ્થાપના થઈ. વારાણસીમાં 1944માં ભરાયેલા અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના અધિવેશનમાં દેશભરના વિદ્વાનો એકત્ર થયા હતા. તેમને શાંતિપ્રસાદ જૈનને મળવાનો અવસર પ્રાપ્ત થયો. તેનો લાભ…

વધુ વાંચો >

મહમ્મદ અલી

મહમ્મદ અલી (જ. 17 જાન્યુઆરી 1942, લુઈવિલ, કેન્ટકી, યુ.એસ.) : પોતાને ગર્વથી ‘સર્વશ્રેષ્ઠ’ ઘોષિત કરનાર વીસમી સદીનો નોંધપાત્ર, અમેરિકી હબસી મુક્કાબાજ. તે જન્મે ખ્રિસ્તી હતો. કૅસિયસ માર્સેલસ ક્લે, જુનિયર–નામધારી આ હબસી બાળકને મુક્કાબાજીમાં રસ પડ્યો. તેણે ઝડપથી તેમાં કૌશલ્ય કેળવ્યું. 1960માં રોમમાં ઑલિમ્પિક રમતોમાં લાઇટ-હેવી વેઇટમાં તેણે સુવર્ણચંદ્રક મેળવી આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

મહેતા, માનશંકર પીતાંબરદાસ

મહેતા, માનશંકર પીતાંબરદાસ (જ. 21 માર્ચ 1863, સાવરકુંડલા, જિ. ભાવનગર; અ. 16 ઑગસ્ટ 1937, ભાવનગર) : ગુજરાતી સાહિત્યકાર. જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં પીતાંબરદાસ બાપુભાઈ મહેતાને ત્યાં થયો. માતાનું નામ ઉમેદકુંવર. નવ વર્ષની વયે, 1872માં ઇચ્છાલક્ષ્મી સાથે ભાવનગરમાં જ લગ્ન થયું. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પતાવી 1884માં મૅટ્રિક થયા. પ્રારંભે તે તેજસ્વી…

વધુ વાંચો >

મહેતા, રવિશંકર વિઠ્ઠલજી

મહેતા, રવિશંકર વિઠ્ઠલજી (જ. 13 ઑક્ટોબર 1904, ગોંડલ; અ. 19 ઑગસ્ટ 1988, મુંબઈ) : પત્રકાર, નિબંધકાર. મૂલસ્થાન ગોંડલ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે જૂનાગઢ ગયા. ત્યાંની બહાઉદ્દીન કૉલેજમાંથી સ્નાતક થયા. મુંબઈ જઈ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક રૂપે જોડાયા. આ જ અરસામાં ગાંધીજીનું સ્વરાજ્ય-આંદોલન ઉગ્ર ચરણમાં આવતાં…

વધુ વાંચો >

મા આનંદમયી

મા આનંદમયી (જ. 30 એપ્રિલ 1896, ખેવડા, ત્રિપુરા; અ. 27 ઑગસ્ટ 1982) : વર્તમાન ભારતનાં અગ્રણી મહિલા સંતોમાંનાં એક. પિતા બિપિનબિહારી ભટ્ટાચાર્ય વિદ્યાકૂટ(હવે બાંગલાદેશમાં)ના ઈશ્વરભક્ત બ્રાહ્મણ કવિ હતા. માતા મોક્ષદાસુંદરી આદર્શ આર્ય ગૃહિણી હતાં. માનું બાળપણનું નામ નિર્મલાસુંદરી. બાળપણમાં જ તેમનામાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટવા લાગ્યાં. તેજસ્વી સૌંદર્યવાળાં, પ્રેમભાજન, આજ્ઞાંકિત, સહાય…

વધુ વાંચો >