બંસીધર શુક્લ

ફિશર, વેલ્ધી

ફિશર, વેલ્ધી (જ. 1879, રોમ, ઇટાલી; અ. 16 ડિસેમ્બર 1980, સાઉથબરી, યુનાઇટેડ સ્ટેટ્સ) : જન્મ લુહાર પિતા અને શિક્ષિકા માતાને ત્યાં. યશસ્વી વિદ્યાર્થીકાળ પતાવી સ્નાતિકા થઈ શિક્ષિકા બન્યાં. યુરોપી સંસ્થાનવાદ ત્યારે ઉગ્ર ચરણમાં હતો ત્યારે વેટિકનની આજ્ઞાથી ખ્રિસ્તી ધર્માંતરણ વ્યાપક રૂપે ચાલતું હતું. વેલ્ધી એક એવા ખ્રિસ્તી સંઘમાં જોડાયા. 1906થી…

વધુ વાંચો >

ફૅશન

ફૅશન : સામાજિક રૂઢિઓ અને જરૂરિયાતોને વખતોવખત આપવામાં આવતો નાવીન્યનો ઓપ, તેની લઢણો અને તેના પ્રવાહો. આ સામાજિક રૂઢિઓ અને જરૂરિયાતોમાં પહેરવેશ, ઘરેણાં, કેશકલા, શૃંગાર, રાચરચીલું, ઘરસજાવટ, ઘરમાં વપરાતાં ઉપકરણો, વાહનો, આહારની વાનગીઓ, ચિત્ર-શિલ્પ-સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ફિલ્મની કળાઓ, વાતચીતની છટાઓ, શબ્દો અને ઉચ્ચારવાની રીત, આનંદ-પ્રમોદની પદ્ધતિઓ અને સામાજિક…

વધુ વાંચો >

ફ્રી પ્રેસ જર્નલ

ફ્રી પ્રેસ જર્નલ : ભારતનું અંગ્રેજી ભાષાનું રાષ્ટ્રીય વર્તમાનપત્ર. મુંબઈમાં દલાલમાર્ગ ઉપર સ્વામીનાથ સદાનંદે 1930માં સવારના દૈનિક રૂપે સ્થાપના કરી. મૂલ્ય બે આના રખાયું. આ એવો સમય હતો જ્યારે દેશ સમસ્ત સ્વાતંત્ર્યનાં આંદોલનોથી એક પ્રકારની જાગૃતિ અનુભવી રહ્યો હતો. નેતાઓની વાણી પ્રજા સુધી પહોંચાડવા તથા પ્રજાની આકાંક્ષાઓ અને રાષ્ટ્રીય સમર્થન…

વધુ વાંચો >

બચ્ચન, જયા

બચ્ચન, જયા (જ. 9 એપ્રિલ 1948) : હિન્દી ચલચિત્રોની ભભકભૂરકીથી બચતી રહેલી અભિનેત્રી. શબાના આઝમી અને સ્મિતા પાટિલ જેવી બહુ થોડી અભિનેત્રીઓ જયાની જેમ ભભકભૂરકી કે નખરાંનો આશરો લીધા વિના સાહજિક અભિનયથી પ્રેક્ષકોને જીતી શકી છે. તે બંગાળી પત્રકારની પુત્રી હતી. સત્યજિત રાયના ‘મહાનગર’માં 1963માં પંદર વર્ષની વયે જયાએ નાનકડી…

વધુ વાંચો >

બહુરૂપી (સામયિક) (1931)

બહુરૂપી (સામયિક) (1931) : ગુજરાતી ડિટેક્ટિવ વાર્તાનું સાપ્તાહિક. સ્થાપના વીરમગામના ચંદુલાલ જેઠાલાલ વ્યાસે 1931માં કરી. છપાઈની સગવડ માટે તેનું કાર્યાલય રાણપુરમાં રખાયું. ચંદુલાલ તેના તંત્રી રહ્યા. ત્યારે તેનું વાર્ષિક લવાજમ 5 રૂપિયા હતું. કદ ત્યારનાં બીજાં જાણીતાં સામયિકો ‘નવરચના’, ‘નવચેતન’ અને ‘બુદ્ધિપ્રકાશ’ જેવાંને મળતું હતું. પાનાં કંઈક ઓછાં રખાયેલાં. તેની…

વધુ વાંચો >

બાળલગ્ન

બાળલગ્ન : ગૃહસ્થજીવન વિવેકપૂર્વક નિભાવી શકે તેવી પક્વ વય પ્રાપ્ત થતાં પૂર્વે છોકરા તથા કન્યાનાં લગ્ન કરાવી દેવાની પ્રથા. પ્રાણીશાસ્ત્ર અનુસાર પ્રાણીના જીવનનું પ્રમુખ કર્તવ્ય પોતાનો વંશ ચાલુ રાખવા સંતાન ઉત્પન્ન કરવાનું છે. મોટાભાગનાં પ્રાણીઓ જન્મ સમયે આ કાર્ય માટે સક્ષમ હોતાં નથી. તેની જનેતા અથવા પ્રકૃતિમાતા તે પક્વ થાય…

વધુ વાંચો >

બી.બી.સી.

બી.બી.સી. : બ્રિટનની સરકારી માલિકીની રેડિયો-ટેલિવિઝન પ્રસારણસંસ્થા. પૂરું નામ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન. 1922માં એમ્પાયર બ્રૉડકાસ્ટિંગ સર્વિસ નામે ખાનગી પેઢી સ્થપાઈ. તેનું રાષ્ટ્રીયકરણ કરી, 1927માં બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન નામે સંસ્થા એક ખાસ કાયદાથી સ્થાપવામાં આવી. 1922માં નિમાયેલા તેના પ્રથમ નિયામક જૉન રિટ 1938માં નિવૃત્ત થયા. સ્થાપનાપત્રમાં જ અમુક ખાસ બાબતો અંગે…

વધુ વાંચો >

બીબું

બીબું (block) : ધાતુનો કે લાકડાનો નાનો લંબઘન ટુકડો, જેની કોતરણી વડે ઉપસાવેલી સપાટી ઉપર શાહી ચોપડીને તેના ઉપર કોરો કાગળ દબાવીને લખાણ અથવા ચિત્રની પ્રતિકૃતિઓ મેળવવામાં આવે છે. અક્ષરો માટેનાં બીબાં સીસાની મિશ્રધાતુનાં બનાવવામાં આવે છે. ચિત્રો માટેનાં બીબાં જસતનાં કે તાંબાનાં પતરાં ઉપર વિશેષ પ્રક્રિયાથી બનાવીને બીબાંમાપની ઊંચાઈના…

વધુ વાંચો >

બુઝર્વા, લિયોં વિક્ટર ઑગુસ્ત

બુઝર્વા, લિયોં વિક્ટર ઑગુસ્ત (જ. 21 મે 1851, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1925, શેટો દ’ ઑંજેં, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજપુરુષ તથા નોબેલ પારિતોષિકવિજેતા શાંતિવાદી કાર્યકર. કાયદાનું શિક્ષણ પૂરું કરીને લિયોં 1876માં ફ્રાન્સની શાસનસેવામાં અધિકારી તરીકે જોડાયા. 1887માં તેઓ પૅરિસના સેઇન વિભાગમાં ઉચ્ચ પોલીસ અધિકારી થયા. 1888માં માર્ની મંડળમાંથી રાષ્ટ્રીય સંસદમાં…

વધુ વાંચો >

બુલફાઇટ

બુલફાઇટ : માણસ તથા આખલા વચ્ચે લડાઈ રૂપે પ્રસ્તુત કરાતી રમત, આખલાયુદ્ધ. જોકે આ રમત અત્યંત ક્રૂર છે. તેમાં મોટેભાગે આખલાનો પ્રાણ લેવાય છે. કોઈ વાર માણસ પણ ભોગ બને છે. ધાર્મિક પરંપરા તરીકે વર્ણવાતી આ રમત સ્પેન, મૅક્સિકો તથા દક્ષિણ અમેરિકાના સ્પૅનિશભાષી દેશો પૂરતી મર્યાદિત છે. કોઈ કોઈ વાર…

વધુ વાંચો >